JantaCurfew : પહેલીવાર જલારામબાપાનું અન્નક્ષેત્ર બંધ, 'આજનો દિવસ ઇતિહાસના પાને લખાશે'


Updated: March 22, 2020, 5:32 PM IST
JantaCurfew : પહેલીવાર જલારામબાપાનું અન્નક્ષેત્ર બંધ, 'આજનો દિવસ ઇતિહાસના પાને લખાશે'
સંત જલારામ બાપાના આશિર્વાદથી વીરુપુરમાં 200 વર્ષથી અન્નક્ષેત્ર કાર્યરત છે.

પ્રધાનમંત્રી મોદીએ સમગ્ર દેશની પ્રજાને રવિવારના રોજ જનતા કરફ્યુની અપીલ કરી છે જેમને લઈને વિશ્વ વિખ્યાત પૂજ્ય જલારામબાપાનું અન્નક્ષેત્ર તેમજ મંદિર ઇતિહાસમાં પહેલીવાર બંધ રહ્યું

  • Share this:
રાજકોટ : ગુજરાતમાં કે ભારતમાં ગમે તેવી પરિસ્થિતિ હોય કે કુદરતી આફતો સુનામી હોય કે ભૂકંપ, અથવા તો પૂજ્ય બાપાના પરિવારજનોમાં કોઈપણનો દેહવીલય થયો હોય ત્યારે પણ કોઈ દિવસ પૂજ્ય બાપાનું મંદિર કે બાપાનું અન્નક્ષેત્ર બંધ નથી રહ્યું પણ આજે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાઈ રહી છે ત્યારે પ્રધાનમંત્રી મોદીએ સમગ્ર દેશની પ્રજાને રવિવારના રોજ જનતા કરફ્યુની અપીલ કરી છે જેમને લઈને વિશ્વ વિખ્યાત પૂજ્ય જલારામબાપાનું અન્નક્ષેત્ર તેમજ મંદિર ઇતિહાસમાં પહેલીવાર બંધ રહ્યું.

"દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ" ના સૂત્રને જીવનમંત્ર બનાવનાર પૂજ્ય સંત શ્રી જલારામ બાપાનું જગ વિખ્યાત મંદિર વીરપુર કે જ્યાં કોઈપણ દાન વગર 200 વર્ષથી અવિરતપણે ભૂખ્યાને ભોજન આપવામા આવે છે. આ ઘટના બાદ વીરપુરમાં જલિયાણ ભક્તોના મોઢે એક જ વાત હતી સૌ કોઈ એકબીજાને સંદેશો મોકલી રહ્યા હતા જેમાં લખ્યું હતું કે 'આજનો દિવસ ઇતિહાસના પાને લખાશે'

આ પણ વાંચો :  Coronavirus : રાજ્યમાં કોરોનાથી પ્રથમ મોત, સુરતમાં 69 વર્ષનાં વૃદ્ધનું મોત, વડોદરામાં વૃદ્ધાનું મોત, કોરોનાનો રિપોર્ટ પેન્ડીંગ

જોકે ગઈકાલે પણ વીરપુર ના તમામ વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવ્યો હતો અને કોરોના ફેલાતો અટકાવવાના પ્રયત્નો કરી કોરોના સામે લડત આપી હતી. વિશ્વ માં એકજ એવું મંદિર છે કે જ્યાં કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારવામાં નથી આવતું અને મંદિર કે અન્નક્ષેત્ર કોઈ દિવસ બંધ નથી થતું.

આ પણ વાંચો : Coronavirus : DyCM નીતિન પટેલની જાહેરાત, રાજ્યમાં કોરોનાનાં 18 પોઝિટિવ કેસ, દર્દીઓના નામ જાહેર થશે

ઉલ્લેખનીય છેકે જે રીતે આજે જનતા કરફ્યુ છે ત્યારે આવનારા દિવસોમાં તમામ વસ્તુઓ પર અંકુશ રાખવા પણ સરકારે નિર્ણય લીધો છે. ત્યારે કોરોના વાઇરસ ને ફેલાતો અટકાવવા જરૂરી પગલાં ભરવા સૌકોઈ સાથ સહકાર આપી રહ્યા છે અને કોરોના ફેલાતો અટકાવવા ખુદને ભચાવવાના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે.
First published: March 22, 2020
વધુ વાંચો
अगली ख़बर