જામનગર પોલીસ ફરી વિવાદમાં, હત્યાના આરોપીઓને પોલીસ સ્ટેશનમાં AC-પંખામાં સુવાની VIP સુવિધા, VIDEO વાયરલ


Updated: September 22, 2020, 11:01 PM IST
જામનગર પોલીસ ફરી વિવાદમાં, હત્યાના આરોપીઓને પોલીસ સ્ટેશનમાં AC-પંખામાં સુવાની VIP સુવિધા,  VIDEO વાયરલ
જામનગર પોલીસ દ્વારા હત્યાના આરોપીને વીઆઈપી સુવિધા

આરોપીઓને લોકઅપમાં સુવડાવવાની જગ્યાએ પોલીસે પોતાની ઓફિસમાં સુવડાવ્યા હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

  • Share this:
જામનગર પોલીસ ફરી એક વખત વિવાદના ઘેરામાં ઘેરાયા છે. સતત બીજા અઠવાડિયે જામનગર પોલીસ વિવાદોમાં સપડાઈ છે. માસ્ક પહેરવાના ગુનામાં પોલીસ સ્ટેશને લઈ જતી જામનગરની બહાદુર પોલીસ હત્યાના આરોપીઓને lockup ની જગ્યાએ પોતાની AC-પંખાવાળી ઓફિસમાં સુવા સહિતની સુખ સુવિધા આપતી હોય તે પ્રકારનો એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલા VIDEOના પગલે રાજકોટ રેન્જના વડા સંદીપ સિંહ દ્વારા તાત્કાલિક અસરથી ઘટનાની ગંભીરતાને સમજીને સસ્પેન્શન સુધીના પગલાં લેવામાં આવ્યા છે. રાજકોટ રેન્જના વડા સંદીપ સિંહ દ્વારા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ ગોહિલ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો સાથોસાથ જવાબદાર અધિકારીઓ તેમજ કર્મચારીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસ પણ સોંપી છે.

ગત અઠવાડિયે રાજકોટ આર.આર.સેલની ટીમ દ્વારા હત્યાના ફરાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હત્યાના આરોપી ઓમદેવ સિંહ તેમજ નરેન્દ્ર સિંહ ની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ વધુ તપાસ અર્થે આરઆર સેલની ટીમ દ્વારા આરોપીનો કબજો જામનગર લોકલ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. ત્યારે આરોપીઓને લોકઅપમાં સુવડાવવાની જગ્યાએ પોલીસે પોતાની ઓફિસમાં સુવડાવ્યા હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. સમગ્ર મામલે સોશિયલ મીડિયામાં એક મેસેજ પણ વાયરલ થઇ રહ્યો છે કે હત્યાના આરોપીઓને આ પ્રકારની સુખ સુવિધા આપવાની જોગવાઈ ક્યાં પોલીસ મેન્યુલ માં છે.

ઉલ્લેખનીય છે કે, 6 માર્ચ 2020ના રોજ ધ્રોલના ત્રિકોણ બાગ ખાતે દિવ્યરાજ સિંહ જાડેજાની હત્યા કરવામાં આવી હતી. જે તે સમયે સમગ્ર ઘટનાં સીસીટીવીમાં કેદ થવા પામી હતી. જે તે સમયે પોલીસે ઉત્તર પ્રદેશના શાર્પશૂટર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે આ ગુનાના કામ છેલ્લા 6 મહિનાથી વોન્ટેડ મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓની ત્રણ પિસ્ટલ સાથે રાજકોટ રેન્જની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ ગુનાના કામ કુલ 6 આરોપીની ધરપકડ થતાં હજુ એક આરોપીની શોધખોળ શરૂ છે.

આ પણ વાંચોસુરેન્દ્રનગર: અતિવૃષ્ટીએ વધુ એક અન્નદાતાનો ભોગ લીધો, એક જ ગામના બીજા ખેડૂતે આપઘાત કરતા ચકચાર

સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો 6 માર્ચ 2020ના રોજ ધ્રોલના ત્રિકોણ બાગ ખાતે દિવ્યરાજ સિંહ જાડેજાની હત્યા કરવામાં આવી હતી. જે તે સમયે સમગ્ર ઘટનાં સીસીટીવીમાં કેદ થવા પામી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક અસરથી નાકાબંધી કરી અનિરુદ્ધ સિંહ સોઢા, મુસ્તાક પઠાણ, શાર્પ શૂટર અજીત ઠાકુર અને અખિલેશ ઠાકુરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ચારેય સખસોની પૂછપરછ હાથ ધરતાં ઓમદેવ સિંહ જાડેજા નું નામ ખુલવા પામ્યું હતું.ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના પીએસઆઇ સંદીપ રાદડીયાના પત્ની મુદામાલમાં કબજે કરાયેલ મારુતિ અર્ટિગા કારનો વ્યક્તિગત ઉપયોગ કરતા હોવાનુ સામે આવ્યું હતું. જે મામલે એસપી જામનગર દ્વારા સંદીપ રાદડીયા તેમજ તેમના હેડ રાઇટરને સસ્પેન્ડ કર્યા છે.

તો થોડાક મહિના પૂર્વે જામનગરની બહાદુર પોલીસ દ્વારા કાલાવડ ગામે કાપડના ધંધા સાથે જોડાયેલા વેપારી પિતા પુત્રને માસ્ક ન પહેરવા બદલ પોલીસ સ્ટેશને લઈ ગયા હતાં. જ્યાં પિતા પુત્રને બેફામ ઢોર માર મારવાના આવ્યો હતો. જે મામલે પણ ચાર જેટલા પોલીસ કર્મીઓ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
Published by: kiran mehta
First published: September 22, 2020, 11:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading