રાજકોટઃ કારખાનામાં નોકરી કરતો જૈમીન ગાજીપરા દેશી તમંચા સાથે ઝડપાયો, કેમ રાખતો હતો આ હથિયાર?

રાજકોટઃ કારખાનામાં નોકરી કરતો જૈમીન ગાજીપરા દેશી તમંચા સાથે ઝડપાયો, કેમ રાખતો હતો આ હથિયાર?
આરોપીની તસવીર

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગોંડલ હાઇવે નજીક આવેલા રસુલપરા તેમજ ઢોલરા ચોકડી નજીક મવડી વિસ્તારમાં રહેતા જૈમીન ગાજીપરાને ઝડપી પાડ્યો હતો.

  • Share this:
રાજકોટઃ શહેર ક્રાઈમ (Rajkot crime branch) બ્રાન્ચ દ્વારા હથિયાર (weapons) સાથે કારખાનામાં કામ કરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે હાલ રિમાન્ડ દરમિયાન તેની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે કે આખરે તેની પાસે રહેલું ગેરકાયદેસર હથિયાર ક્યાંથી આવ્યું? હથિયારનો ઉપયોગ તે કઈ જગ્યાએ કરવાનો હતો?

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ જુદા જુદા પોલીસ મથકના અધિકારીઓ દ્વારા નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં સંખ્યાબંધ ગેરકાયદેસર હથિયારો તેમજ અલગ-અલગ કારતૂસ કબજે કરવામાં આવ્યા હતા. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હથિયારના સપ્લાયરોની ધરપકડ પણ કરવામાં આવી હતી.ત્યારે ગેરકાયદેસર હથિયારો મળવાનો સિલસિલો વર્ષ 2021માં પણ શરૂ છે. ત્યારે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગોંડલ હાઇવે નજીક આવેલા રસુલપરા તેમજ ઢોલરા ચોકડી નજીક મવડી વિસ્તારમાં રહેતા જૈમીન ગાજીપરાને ઝડપી પાડવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ-

ત્યારે સમગ્ર મામલે news18 ગુજરાતી સાથેની વાતચીતમાં ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ વનરાજ સિંહ જાડેજા એ જણાવ્યું હતું કે, અમારી ટીમના જયેશભાઈ નિમાવત, ચેતન સિંહ ચુડાસમા તેમજ મહેન્દ્રસિંહ જાડેજા ને બાતમી મળી હતી કે શાપર-વેરાવળમાં કારખાનામાં નોકરી કરતા જૈમીન ગાજીપરા નામના વ્યક્તિ પાસે ગેરકાયદેસર હથિયાર રહેલું છે.

આ પણ વાંચોઃ-

તો સાથે જ તે ગોંડલ ચોકડી નજીક ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે ત્યારે ચોક્કસ બાતમી મળતા અમારી ટીમ દ્વારા તેની અંગ ઝડતી કરવામાં આવતા તેની પાસે રહેલ દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો જે હાલ કબજે કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ ની કલમ હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે.ત્યારે હાલ રિમાન્ડ દરમિયાન આરોપીની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આખરે તેની પાસે કેટલાક સમયથી આ ગેરકાયદેસર હથિયાર રહેલું હતું. તે સમય દરમિયાન તેણે ગેરકાયદેસર હથિયારનો ઉપયોગ કર્યો છે કે કેમ? તેની પાસે રહેલું હથિયાર તેણે કોની પાસેથી મેળવ્યું હતું કેટલા રૂપિયામાં ખરીદ કર્યું હતું. તે તમામ બાબતો અંગે હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.  ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગત મહિને ગેરકાયદેસર હથિયાર ના ધંધા સાથે જોડાયેલા બે સપ્લાયરોની ધરપકડ કરવામાં આવી હતી.
Published by:ankit patel
First published:January 16, 2021, 22:54 pm

ટૉપ ન્યૂઝ