ગોંડલ : કુખ્યાત દોંગા ગેંગને જેલમાં જલસા કરાવનાર જેલર સામે GUJCTOCની ફરિયાદ, રાજ્યનો પ્રથમ કિસ્સો

ગોંડલ : કુખ્યાત દોંગા ગેંગને જેલમાં જલસા કરાવનાર જેલર સામે GUJCTOCની ફરિયાદ, રાજ્યનો પ્રથમ કિસ્સો
ગુજસીટોકના ગુનામાં ઝડપાયેલા જેલર રાજ્યના પ્રથમ જેલર છે જેમની સામે ગુજસીટોક દાખલ થયો છે. પોલીસ ખાતા માટે આ નવીન દાખલો છે.

ગોંડલની સબજેલને 'જલસા જેલ' બનાવી નાખવા પર સ્થિતિ વણસી, જેલર એક મહિના સુધી નાસતા રહ્યા, ફિલ્મોની જેલ જેવો કિસ્સો

  • Share this:
રાજકોટ : જિલ્લાના ગોંડલ સબ જેલના જેલર ડી.કે.પરમાર વિરુધ્ધ GUJCTOC હેઠળ ફરિયાદ નોંધાઇ છે. ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલ સબજેલના જેલર ડી કે પરમાર દ્વારા કેદીઓ પાસેથી આર્થિક લાભ મેળવી જેલ ને જલસા જેલ બનાવી આપવામાં આવી હોવાની સામે આવતા નિખિલ દોંગા ગેંગ સામે ગુજસીટોક દાખલ કરવામાં આવી હતી જે બાદ જેલર ડી.કે.પરમાર નું નામ પણ ખુલતા ધરપકડ કરી વધુ રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરાયા હતા, જે પૂછપરછ દરમિયાન જેલર ની મુખ્ય ભૂમિકા સામે આવતા આજે પોલીસે જેલર સામે પણ GUJCTOC હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.

પોલીસે નિખિલ ગેંગના 12 ઉપરાંત હવે 13 માં આરોપી તરીકે જેલર ડી.કે.પરમાર ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી GUJCTOC હેઠળ દિન 7 ના રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે જેલર ની પૂછપરછ દરમિયાન જેલના અન્ય કોઈ સાથી કર્મી ની ભૂમિકા છે કે કેમ તે સહિતના મુદ્દે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.આ પણ વાંચો :  સુરત : પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની બર્થ ડે પાર્ટીના કારણે હોબાળો, વીડિયો વાયરલ થતા અટકાયત

મહત્વનું છે કે સૌરાષ્ટ્ર - ગુજરાતના અનેક શહેરોમાં હવાલા કબાલા કરનાર અને હાલ ગુજસીટોક કાયદા હેઠળ ધરપકડ થયેલા નિખિલ દોંગા ગેંગ માટે ગોંડલની સબજેલને "જલસા જેલ" બનાવવાના ગુનામાં છેલ્લા એક માસથી નાસતા-ફરતા જેલર ડી કે પરમારની ગોંડલ સિટી પોલીસે શહેરમાંથી ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. નિખિલ દોંગા અને તેના 12 થી વધુ સાગરીતો ઉપર પોલીસ તંત્રે ગુજસીટોકનો કોરડો વીંઝી ધડાધડ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ત્યારે ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલ સબજેલને નિખિલ દોંગા ગેંગ માટે જલસા જેલ બનાવનાર જેલર ડી કે પરમારનું નામ ખુલતાં જ તેના પગ તળેની જમીન ખસી જવા પામી હતી. અને જેલર ધરપકડની બીકે "નો દો ગ્યારા" થઈ જવા પામ્યા હતા. હાલ પોલીસની વધુ કાર્યવાહી ચાલી રહી છે.
Published by:Jay Mishra
First published:December 25, 2020, 16:42 pm

ટૉપ ન્યૂઝ