રાજકોટમાં ગુજરાત લાઈન્સની ટીમએ ગરબા રમી લીધો ટીટુડો

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 13, 2017, 1:11 PM IST
રાજકોટમાં ગુજરાત લાઈન્સની ટીમએ ગરબા રમી લીધો ટીટુડો
રાજકોટમાં રમાઈ રહેલ પાંચ IPL મેચને લઇને ગુજરાત લાયન્સની ટીમ છેલ્લા કેટલાય સમય થી રાજકોટમાં છે ત્યારે ગઈકાલે ગુજરાત લાયન્સના કેટલાક ખેલાડીઓ એક ઇવેન્ટમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓ ગુજરાતના પ્રખ્યાત ગરબા પર ઝૂમી ઉઠ્યા હતા અને ટીટુડો રમ્યા હતા.ગુજરાત લાયન્સ ના ટિમ કોચ બ્રેડ હોજ,ફિલ્ડિંગ કોચ મોહમ્મદ કૈફ,દિનેશ કાર્તિક તેમજ ઓસ્ટ્રેલીયન પ્લેયર જેમ્સ ફૌકનર સહીત ના ખેલાડીઓ ટીટોડા પર ગરબા રમ્યા હતા.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 13, 2017, 1:11 PM IST
રાજકોટમાં રમાઈ રહેલ પાંચ IPL મેચને લઇને ગુજરાત લાયન્સની ટીમ છેલ્લા કેટલાય સમય થી રાજકોટમાં છે ત્યારે ગઈકાલે ગુજરાત લાયન્સના કેટલાક ખેલાડીઓ એક ઇવેન્ટમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓ ગુજરાતના પ્રખ્યાત ગરબા પર ઝૂમી ઉઠ્યા હતા અને ટીટુડો રમ્યા હતા.ગુજરાત લાયન્સ ના ટિમ કોચ બ્રેડ હોજ,ફિલ્ડિંગ કોચ મોહમ્મદ કૈફ,દિનેશ કાર્તિક તેમજ ઓસ્ટ્રેલીયન પ્લેયર જેમ્સ ફૌકનર સહીત ના ખેલાડીઓ ટીટોડા પર ગરબા રમ્યા હતા.આગામી તારીખ 14ના રોજ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ગુજરાત લાઈન્સની ટીમ અને પુણેની ટીમ વચ્ચે મેચ રમાવા જઈ રહ્યો છે. બુધવારે રાત્રે 10 વાગ્યે ટીમ પુ્ણે પણ આવી પહોંચી છે.

ત્યારે ટીમના મહત્વના કહી શકાઈ તેવા પ્લેયર ધોની પણ આવી પહોચ્યા હતા. તો ગુરુવારે ટીમ પુણે અને ટીમ ગુજરતા લાઈન્સ બંને પ્રેકટીસ કરશે. તેમજ ત્યારબાદ બંનેના એક એક પ્લેયર પ્રેસ યોજશે.

બંને ટીમોના જો અત્યાર સુધીના પરિણામોની વાત કરીયે તો તે સારા નથી રહ્યા. બંને ટીમોનો હાલ કંગાળ પ્રદર્શન થઈ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે પુણે માત્ર એક જ મેચ મુંબઈ સામે જીતી પોતાનુ નાક બચાવી શકયુ છે. ત્યારે આગામી મેચ ગુજરાત અને પુણે બંને માટે પોતાની શાખ બચાવવા માટે રમશે.

આમ, બંને ટીમ બે બે મેચ હારી ચુકી છે. ત્યારે આગામી મેચ ગુજરાત લાઈન્સ પોતાની શાખ બચાવવા માટે રમશે. જ્યારે ટીમ પુણે પોતાની હારનો સીલસીલો તોડવા માટે રમશે.

ટીમ પુણેનુ શુ છે પ્રદર્શન

પહેલો મેચ - મુંબઈ ઈન્ડિયન્સ સાથે યોજાયો હતો જેમાં પુણેની ટીમનો 9 વિકેટે વિજય થયો હતો

દ્વિતિય મેચ - કિંગસ ઈલેવન પંજાબ સામે રમાયો હતો જેમાં પુણેની ટીમનો પરાજય થયો હતો જ્યારે કિંગસ ઈલેવન પંજાબે આ મેચ 6 વિકેટે જીત્યો હતો

ત્રૃતિય મેચ - દિલ્હી ડેર ડેવિલ્સ સામે રમાયો હતો. જેમાં ટીમ દિલ્હી ડેર ડેવિલ્સનો વિજય થયો હતો.

ટીમ ગુજરાતનુ શુ છે પ્રદર્શન

પહેલો મેચ - કોલકતાનાઈટ રાઈડર્સ સાથે યોજાયો હતો જેમાં કોલકતાની ટીમનો 10 વિકેટે વિજય થયો હતો

દ્વિતિય મેચ - સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાયો હતો જેમાં ગુજરાત લાઈન્સની ટીમનો પરાજય થયો હતો જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે આ મેચ 9 વિકેટે જીત્યો હતો
First published: April 13, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर