રાજકોટમાં નશાએ ભારે કરી! બીડી બાદ 'બજર' લેવા મહિલાઓએ લગાવી લાંબી લાઈન, નિયમોના ધજાગરા


Updated: May 21, 2020, 7:15 PM IST
રાજકોટમાં નશાએ ભારે કરી! બીડી બાદ 'બજર' લેવા મહિલાઓએ લગાવી લાંબી લાઈન, નિયમોના ધજાગરા
લાઈનમાં ઊભેલી મહિલાઓની તસવીર

બે દિવસ પહેલા રાજકોટના પરા બજાર વિસ્તારમાં પણ આજ પ્રકારના કંઈક દૃશ્યો સામે આવ્યા હતા. શહેરના પરા બજાર વિસ્તારમાં વ્યસની પતિઓ માટે મહિલાઓએ લાંબી લાઇન લગાવી હતી.

  • Share this:
રાજકોટઃ રાજકોટ (Rajkot) સહિત સમગ્ર ગુજરાતભરમાં lockdown પાર્ટ 4 અંતર્ગત નિયમોમાં મોટી છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે ઘણા દિવસોથી બંધ પડેલી પાનની દુકાનો ત્રણ દિવસથી ફરી ધમધમતી થઇ છે. સામાન્ય રીતે મહીલાઓની (women) લાઇન કરિયાણાની દુકાન, શાકભાજી કે પછી પાણી ભરવા મા થતી હોય છે પણ વહેલી સવારથી ગોંડલમાં (Gondal) બજર લેવા માટે મહિલાઓએ લાઇન લગાવી હતી. ગોંડલમાં આવેલી વેરી દરવાજા પાસેની બજરની એક દુકાનની બહાર બજર ની બંધાણી એવી 200 જેટલી મહિલાઓએ બજરની (છીંકણી) ખરીદી કરવા માટે લાઇનો લગાવી હતી.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા રાજકોટના પરા બજાર વિસ્તારમાં પણ આજ પ્રકારના કંઈક દૃશ્યો સામે આવ્યા હતા. શહેરના પરા બજાર વિસ્તારમાં વ્યસની પતિઓ માટે મહિલાઓએ લાંબી લાઇન લગાવી હતી.

આ પણ વાંચોઃ-ફ્લાઈટનું ભાડું થયું નક્કી, ત્રણ મહિના સુધી ફિક્સ ભાડું લઈ શકશે એરલાઈન્સ, જાણો કેટલી થઈ ટિકિટ

શહેરના બજાર વિસ્તારમાં આવેલી પાન મસાલા સિગારેટ બીડી વેચનાર આ એજન્સીની દુકાનોની બહાર મોટી સંખ્યામાં મહિલાઓ વ્યસનની ચીજવસ્તુઓ લેવા માટે લાંબી લાઇન લગાવી હતી. ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં મહિલાઓ એ જણાવ્યું હતું કે તેઓ પોતાના વ્યસની પતિઓ માટે બીડી લેવા આવી છે જેના કારણે તેના પોતાના ઘરકામ પણ નથી થયા.

આ પણ વાંચોઃ-3 વર્ષથી ભટકતો હતો 70 વર્ષનો વૃદ્ધ, લોકડાઉનમાં પાછી આવી યાદશક્તિ તો મળ્યો પરિવાર

આ પણ વાંચોઃ-જાપાનની ગરમીઓમાં લોકપ્રિય થઈ રહ્યા છે 'ઠંડા માસ્ક', જાણો કેવા હોય છે આ માસ્કસોમવારની રાત્રે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા પાન માવા ફાકી બીડી સિગારેટ ની દુકાનો ખોલવા અંગે છૂટછાટ આપવામાં આવી હતી. જે બાદ છૂટછાટ આપવાનો આજે પ્રથમ દિવસ છે ત્યારે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં વ્યસન માટેના અનેક રંગરૂપ જોવા મળી રહ્યા છે.
First published: May 21, 2020, 6:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading