રાજકોટઃ ધાડ પાડે તે પહેલા ઘાતકી હથિયારો સાથે 15 ચોરની ગેંગ પકડાઈ, શું છે મોડસ ઓપરેન્ડી?

રાજકોટઃ ધાડ પાડે તે પહેલા ઘાતકી હથિયારો સાથે 15 ચોરની ગેંગ પકડાઈ, શું છે મોડસ ઓપરેન્ડી?
હથિયારો સાથે પકડાયેલા આરોપીઓની તસવીર

આ ગેંગનો મુખ્ય આરોપી તૈયબખાન મંગલખાન અલગ અલગ રાજ્યોમાં રેકી કરેલી જગ્યાઓ પરથી ખાલી ટ્રક લઈ જઈ તેમાં કાસ્ટિંગના પાઇપની ચોરી કરી ટ્રકમાં ભરી લઈ જતા.

  • Share this:
રાજકોટઃ લોકડાઉન (lockdown) બાદ રાજકોટ જિલ્લા પોલીસ (Rajkot Jilla police) દ્વારા સૌપ્રથમ વખત એક મસમોટી ગેંગનો પ્લાન ચોપટ કરી દીધો છે.   રાજકોટ રૂરલ એલ.સી.બી ની ટીમ દ્વારા 15 સભ્યોની આંતરરાજ્ય ચોરી (Interstate theft) કરતી ગેંગને (Gang) ઝડપી પાડી છે. આ ગેંગ દ્વારા આંતર રાજ્યોમાં કાસ્ટિંગ પાઇપની (Casting pipe) ચોરીઓ કરવામાં આવતી હતી.

રાજકોટ પોરબંદર હાઇવે પર ડુમીયાણી ટોલ પ્લાઝા પાસે આ ગેંગ ચોરી કરવાની તૈયારી કરતી હતી જે દરમિયાન પોલીસે આ ગેમને ઝડપી પાડી હતી. આ ગેંગ ખૂબ ખતરનાક ગેંગ છે અને મોટાભાગના રાજ્યોમાં આ ગેંગ દ્વારા મોટી મોટી ચોરીઓ ને પણ અંજામ આપવામાં આવ્યો છે પરંતુ રાજકોટમાં આ ગેંગના સભ્યો પોલીસના હાથે ઝડપાઇ ગયા છે. આ ગેંગમાં મોટાભાગના સભ્યો હરિયાણા રાજ્યના છે તો બે જેટલા સભ્યો રાજસ્થાન રાજ્યના પણ છે.પોલીસે શુ કબ્જે કર્યું?
ઘાતક હથિયારો જેમાં બે છરી, બે દાતરડા, એક સુયો, લોખંડ ના સળિયા, લોખંડ નો પાઇપ, અણીદાર પથ્થર ભરેલી બે થેલી આ ઉપરાંત ત્રણ ટ્રક અને 9 મોબાઈલ પણ કબ્જે કર્યા છે.

શું છે મોડ્સ ઓપરેન્ડી?
આ ગેંગનો મુખ્ય આરોપી તૈયબખાન મંગલખાન અલગ અલગ રાજ્યોમાં રેકી કરેલી જગ્યાઓ પરથી ખાલી ટ્રક લઈ જઈ તેમાં કાસ્ટિંગના પાઇપની ચોરી કરી ટ્રકમાં ભરી લઈ જતા. તેમજ આ ચોરી દરમ્યાન કોઈ પણ વ્યક્તિ પ્રતિકાર કરે તો તેને પણ લૂંટી લેવામાં આવતો હતો. પાઇપ ચોરી કરેલા ટ્રક જે દિલ્લી નજીક બોર્ડર પર દિલ્લી ટોલ પાસે આવેલા મૂંઢકા પાસે આરોપી  તૈયબખાન મંગલખાન ના અન્ય ડ્રાઇવર મારફત દિલ્લી તરફ મોકલવામાં આવે છે.

આરોપીઓની તસવીરો


કોણ છે આરીપી અને શું છે ગુનાહિત ઇતિહાસ

- તૈયબખાન મંગલખાન દોઢ વર્ષ પહેલાં રાજસ્થાનના ઝાલાવાડ પાસેથી પોતે અને અન્ય 8 માણસોએ 20 કાસ્ટિંગના પાઇપની ચોરી કરી હતી.

- અકલાખ અહેમદે વર્ષ 2019માં આશરે 10 માણસો સાથે મહારાષ્ટ્રના વિટા વિસ્તાર માંથી 120 જેટલા કાસ્ટિંગ ના પાઇપ ની ચોરી કરી હતી.

- અકલાખ અહેમદે વર્ષ 2019માં 12 જેટલા માણસો સાથે રાજસ્થાનના કોટા રોડ પરથી બે ટ્રક લઈ 250 જેટલા કાસ્ટિંગના પાઇપની ચોરી કરી હતી.

- અકલાખ અહેમદે વિસ પચીસ દિવસ પહેલા 14 જેટલા માણસો સાથે ગુજરાતના રાજકોટ જિલ્લાના ઉપલેટા રોડ પરથી બે ટ્રકમાં 190 જેટલા કાસ્ટિંગના પાઈપની ચોરી કરી હતી.

- અકલાખ અહેમદે પંદર દિવસ પહેલા 14 જેટલા માણસો સાથે ગુજરાતના રાજકોટ જિલ્લાના ઉપલેટા રોડ પરથી 250 કાસ્ટિંગ પાઈપની ચોરી કરી હતી.

- અકલાખ અહેમદે વર્ષ 2019માં રાજસ્થાન ના ચિતોડગઢ પાસેથી ત્રણ ટ્રકમાં 10 જેટલા માણસો સાથે 120 જેટલા કાસ્ટિંગ પાઇપની ચોરી કરી.

- અકલાખ અહેમદે વર્ષ 2019માં રાજસ્થાન ના કિશનગઢ જયપુર રોડ ચિતોડગઢ પાસેથી ત્રણ ટ્રકમાં 10 જેટલા માણસો સાથે 120 જેટલા કાસ્ટિંગ પાઇપ ની ચોરી કરી.

આ પણ વાંચોઃ-Facebookએ લોન્ચ કર્યું TikTokનું ક્લોન! ‘Reels’થી એકદમ ટીકટોક જેવા જ બનશે મસ્ત Video

- અકલાખ અહેમદે વર્ષ 2019માં અન્ય માણસો સાથે રાજસ્થાનના બાંસવાળા રોડ પરથી પાઇપ ચોરવા ગયા ત્યારે પાસેના ગામના લોકો ભેગા થઈ ગયા હતા જેથી ગામલોકો પર હુમલો કરતા વધુ લોકો ભેગા થયા હતા અને પથ્થરમારો કરતા ટ્રક લઈ નાસી છૂટ્યા હતા.

- અકલાખ અહેમદે દોઢ મહિના પહેલા અન્ય માણસો સાથે રાજસ્થાન ના જયપુર દુદુ રોડ પાસેથી ટ્રકમાં 45 જેટલાકાસ્ટિંગ પાઇપની ચોરી કરી.

આ પણ વાંચોઃ-900 કોલ રેકોર્ડિંગ લઈને પતિ પહોંચ્યો પોલીસ સ્ટેશન, કોન્સ્ટેબલ પત્ની અને સાળી રચી રહી હતી હત્યાનું ષડયંત્ર

- અકલાખ અહેમદે દોઢ મહિના પહેલા અન્ય માણસો સાથે રાજસ્થાનના જયપુરના કિશનગાઢ રોડ પાસેથી ટ્રકમાં 45 જેટલા કાસ્ટિંગ પાઇપની ચોરી કરી.

- અકલાખ અહેમદે એક ઓગસ્ટ અન્ય માણસો સાથે કર્ણાટકના ચિત્રાદુર્ગ તાલુકાના ચલાકેરે રોડ પરથી  જયપુરના કિશનગાઢ રોડ પાસેથી 100 તેમજ ચીકોડી પાસેથી 20થી 30 જેટલા કાસ્ટિંગ પાઇપની ચોરી કરી.

આ પણ વાંચોઃ-મુંબઈ હુમલામાં બચાવ્યા હતા અનેક લોકોના જીવ, કોરોના સામેની લડાઈમાં હારી ગયા આ પોલીસ ઈન્સ્પેક્ટર

- અકલાખ અહેમદે ચાર મહિના પહેલા અન્ય માણસો સાથે કર્ણાટકના ઓલમિટી બાયપાસ રોડ પરથી 70 કાસ્ટિંગ પાઇપની ચોરી કરી.

- તૈયબખાન મંગલખાને આજથી ચારેક મહિના પહેલાં અન્ય માણસો સાથે કર્ણાટક ના હોસપેટ ના બાયપાસ રોડ પરથી 70 જેટલા કાસ્ટિંગ પાઈપની ચોરી કરી હતી.

- અકલાખ અહેમદે બેથી ત્રણ મહિના પહેલા અન્ય માણસો સાથે હરિયાણાના જાજન પાણીના ટાકા પાસેથી 70 કાસ્ટિંગ પાઇપની ચોરી કરી.

હાલતો પોલીસે 15 સભ્યોની ગેંગની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:ankit patel
First published:August 06, 2020, 21:34 pm