રાજકોટને corona મૂક્ત કરવા મનપા એક્સનમાં, સંક્રમણની ચેઈન તોડવા હાથધરી સઘન કામગીરી


Updated: October 15, 2020, 9:03 PM IST
રાજકોટને corona મૂક્ત કરવા મનપા એક્સનમાં, સંક્રમણની ચેઈન તોડવા હાથધરી સઘન કામગીરી
કામગીરીની તસવીર

કોરોનાને કાબૂમાં લેવા માટે એક્સનમાં આવી ગયું છે. તા. ૧૪-૧૦-૨૦૨૦ના દિવસે ૧૦૩૧ સર્વેલન્સની ટીમ દ્વારા ૪૦૨૫૨ ઘર – કુટુંબને સર્વે કરવામાં આવ્યા હતા.

  • Share this:
રાજકોટઃ રાજકોટમાં કોરોનાના (coronavirus) કેસ દિવસેને દિવસ વધતાં જાય છે. કોરોનાને કાબૂમાં લેવા માટે એક્સનમાં આવી ગયું છે. તા. ૧૪-૧૦-૨૦૨૦ના દિવસે ૧૦૩૧ સર્વેલન્સની ટીમ દ્વારા ૪૦૨૫૨ ઘર – કુટુંબને સર્વે કરવામાં આવ્યા હતા જેમાંથી માત્ર ૩૫ વ્યક્તિઓને શરદી, ઉધરસ, તાવના લક્ષણો જોવા મળ્યા હતા અને તેમને સારવાર પણ ઉપલબ્ધ કરી આપવામાં આવી હતી. મનપા દ્વારા ૫૦ ધનવંતરી રથ કાર્યરત કરેલ છે, જેમાં તા. ૧૪-૧૦-૨૦૨૦ ના રોજ સરેરાશ ૨૪૫ ની ઓ.પી.ડી. સહીત ૧૨૨૩૭ વ્યક્તિઓએ સેવાનો લાભ લીધો હતો. ઉપરાંત મનપાના તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે સરેરાશ ૨૦૮૩ વ્યક્તિઓની ઓ.પી.ડી. નોંધાયેલ છે.

શહેરીજનો માટે શરૂ કરેલ ‘૧૦૪ સેવા’ અંતર્ગત તા. ૧૪મીના રોજ ૧૦૪ હેલ્થ હેલ્પલાઈન નંબર પર કુલ ૯૨ ફોન આવેલ હતા અને તમામ વ્યક્તિઓને સેવા ઉપલબ્ધ કરાવેલ છે, જેમાં ફોન કરનારને સરેરાશ માત્ર ૪૬ મીનીટમાં સેવા ઉપલબ્ધ કરાવેલ છે. આ જ રીતે ‘૧૦૮ સેવા’ માં ૫૨ ફોન આવેલ હતા અને તેમાં પણ સરેરાશ માત્ર ૧૫.૪૨ મીનીટમાં સેવા ઉપલબ્ધ કરાવેલ છે.

હોમ કવોરન્ટાઇન સારવાર હેઠળ રહેલા દર્દીઓ માટે મનપા દ્વારા કાર્યરત ૩૦ સંજીવની રથ દ્વારા તા. ૧૪ના રોજ ૯૭૦ ઘર. કુટુંબની હેલ્થ ચકાસણી કરવામાં આવી હતી. તા. ૧૪ના રોજ શહેરના શ્રીનાથ સોસાયટી, મવડી રોડ, ગોપાલનગર, ઢેબર રોડ, ઘનશ્યામ નગર, સહકાર રોડ, નીલકંઠ પાર્ક, કોઠારીયા રોડ, સિતારા ટાવર, પંચવટી મેઈન રોડ, સિધ્ધી વિનાયાક પાર્ક, કુવાડવા રોડ અને મુરલીધર સોસાયટી, ૧૫૦ ફૂટ રીંગ રોડના વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે.

આ પણ વાંચોઃ-કોડીનારમાં સગીરાને ઘેનની દવા પીવડાવી બનાવી હવસનો શિકાર, BJP નેતા સામે ફરિયાદ, મામા-નાની કરતા હતા મદદ

રાજકોટમાં આજે બપોર સુધીમાં 32 કેસ નોંધાયા છે અને 24 કલાકમાં 9 લોકોના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 7529 પર પહોંચી છે. જેમાંથી 840 લોકો રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બુધવારે રાજકોટમાં 94 લોકો કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ-સુરતનો શરમજનક કિસ્સોઃ રાજસ્થાની વેપારીની પત્નીને ઘેનની દવા પીવડાવી સંબંધીએ કર્યું ગંદું કામ, ફોટો પાડી કરતો હતો બ્લેકમેઈલઆ પણ વાંચોઃ-અમદાવાદઃ સતત ત્રીજા દિવસે સોનું-ચાંદીની કિંમતોમાં થયો ઘટાડો, દિવાળીએ કેટલું સસ્તું થશે સોનું? જાણો આજના નવા ભાવ

બીજી તરફ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. રાજકોટ શહેરમાં 59 અને જિલ્લામાં 224 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન છે. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની સારવાર ચેન્નઈ ખાતે ચાલી રહી છે. તેમના ભાઈ નીતિન ભારદ્વાજે સોશિયલ મીડિયા દ્વારા તબિયત સુધારા પર હોવાની જાણ કરી છે.

અભય ભારદ્વાજ સંપૂર્ણ સભાન અવસ્થામાં હોવાનું જણાવ્યું છે. નીતિન ભારદ્વાજે જણાવ્યું છે કે, ટૂંક સમયમાં જ ડો. બાલકૃષ્ણની ટ્રીટમેન્ટથી સ્વસ્થ થઈ આપણી વચ્ચે આવશે.
Published by: ankit patel
First published: October 15, 2020, 8:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading