રાજકોટ : કોરોના વાયરસની આફત ઉદ્યોગકારો માટે અવસરમાં પલટાઈ, વિદેશના વેપારમાં અણધારી તેજી


Updated: March 18, 2020, 7:56 PM IST
રાજકોટ : કોરોના વાયરસની આફત ઉદ્યોગકારો માટે અવસરમાં પલટાઈ, વિદેશના વેપારમાં અણધારી તેજી
વિશ્વ માટે કોરોના વાયરસ શ્રાપ રાજકોચના ઉદ્યોગકારો માટે આશિર્વાદ

રાજકોટ ચેમ્બર ઑફ કૉમર્સમાં વિદેશ વેપાર કરવા માટેના સર્ટિફિકેટની માંગમાં 20-30 ટકાનો વધારો

  • Share this:
રાજકોટ : એક કહેવત છે કે ગુજરાતીઓ (Gujarati) આફતને અવસરમાં પલટી નાખવામાં માહિર હોય છે. સૌરાષ્ટ્રના (Saurashtra) વેપાર (Business) કેપિટલ તરીકે જાણીતા રાજકોટમાં (Rajkot) આ કહેવત સાચી ઠરતી જોવા મળી રહી છે. રાજકોટમાં (Rajkot) હજારોની સંખ્યામાં નાના અને મધ્યમ તેમજ મોટા ઉદ્યોગો (Industries)આવેલા છે. ડીઝલ એન્જીન, ઓટોપાર્ટ્સ સહિતના સાધનો રાજકોટથી બનાવવામાં આવે છે અને અન્ય દેશોમાં મોકલવામાં આવે છે. પરંતુ હાલ મોટા ભાગના દેશોમાં કોરોના વાઇરસ (corona Virus) ની અસર જોવા મળી રહી છે. જેથી વેપારી ધંધા પર તેની અસર પહેલાં જોવા મળતી હોય છે. રાજકોટના મોટાભાગના ઉદ્યોગોમાં (Industry) બનતો માલ વિદેશમાં એક્સપોર્ટ (Export) થઇ રહ્યો છે ત્યારે આ વર્ષે ચેમ્બર ઓફ કોમર્સ માં એક્સપોર્ટ સર્ટીફીકેટ ઓફ ફોરીજીન સર્ટીફીકેટ લેનારા લોકોમાં વીસ થી ત્રીસ ટકાનો વધારો જોવા મળ્યો છે. એટલેકે વિદેશમાં માલ એક્સપોર્ટ કરવા માટેના સર્ટીફીકેટ મેળવવા આ વર્ષ સીધો વધારો જોવા મળી રહ્યો છે. એનો સીધો અર્થ એ થયો કે કોરોના વાયરસની અસરના પગલે રાજકોટના ઉદ્યોગમાં વિદેશ વેપારમાં અણધારી તેજી જોવા મળી છે.

અત્યારેનો સમય એક્સપોર્ટરો માટે તેજી જેવો લાગી રહ્યો છે જોકે લોકલ ઉદ્યોગો પરથી પણ કોરોના ને કારણે મંદી દુર થઇ હોઈ તેવું લાગી રહ્યું છે. જોકે કોરોનાનાઈ કારણે સાવચેતીના ભાગરૂપે જ્યાં વધુ કારીગરો કામ કરતા હોઈ તેવા ઉદ્યોગો પર સરકાર થોડો સમય કામકાજ બંધ રાખવાનો આદેશ કરે તો કદાચ કારીગરો પર તેની અસર જોવા મળી શકે છે.

આ પણ વાંચો :  રાજકોટ : બ્લેડથી હત્યા કરતો સિરિયલ કિલર અમદાવાદમાં કરવાનો હતો ખૂન, પોલીસે કર્યો મોટો ઘટસ્ફોટ

રાજકોટના ઉદ્યોગો મોટાભાગે યુરોપ અને અમેરિકાના દેશો સાથે પોતાનો માલ એક્સપોર્ટ કરે છે, પણ ત્યાં હાલ માલનો એક્સપોર્ટ કરવો શક્ય નથી જોકે આફ્રિકન અને ગલ્ફના દેશોમાં અત્યારે સારા ઓર્ડર મળી રહ્યા છે અને પહેલા કરતા વધુ ડીમાંડ પણ જોવા મળી રહી છે.અન્ય દેશોમાં કોરોના વાઇરસ ની અસર ને કારણે ખાસ રાજકોટ ના ઉદ્યોગો માં ફાયદો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : સુરત : કોરોના વાયરસની દહેશત વચ્ચે રત્નકલાકારો માટે ખુશી! અન્ય ઉદ્યોગો ઠપ, હીરો ઉદ્યોગમાં ચમક

હાલ જે ઉદ્યોગો પાસે માલના ઓર્ડર છે તેવો ઓર્ડર થી પણ વધુ માલ બનાવી રહ્યા છે અને તેનો સ્ટોક કરી રહ્યા છે જેથી આવનારા દિવસોમાં જો વધુ સ્થિતિ ખરાબ થાય તો ગલ્ફ અને આફ્રિકન દેશોમાં તાત્કાલિક માળનું એક્સપોર્ટ કરી શકાઈ.જે રીતે આફતને અવસરમાં ફેરવતા ગુજરાતીઓ હાલ કોરોના વાઇરસ ની અન્ય દેશો પર પડેલી અસરનો ફાયદો મેળવી રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ જો અન્ય દેશોની સ્થિતિ બગડે તો પણ કોઈ પણ દેશને માલ પહોચાડવા હાલ માલનો સ્ટોક પણ કરવામાં આવી રહ્યો છે.
First published: March 18, 2020, 7:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading