રાજકોટ: વડાપ્રધાન જ્યારે આજે ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે ત્યારે કાલે શનિવારે રાજકોટમાં મુખ્યમંત્રી સામે ચૂંટણી લડનાર કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુના ભાઈ દિવ્યનીલ ઉર્ફે દિપુ રાજ્યગુરૂ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ આખો મામલો બેનર લગાવવાની માથાકુટમાં બન્યો હતો. આ શખ્સો ભાજપના કાર્યકરો હોવાનું કહેવાનું માનવામાં આવી રહ્યું હતું. જેના પગલે કોંગ્રેસ ઉમેદવારોએ પોતાના સમર્થકોની સાથે સીએમ રૂપાણીના ઘરે પહોંચી ગયા હતાં. ઈન્દ્રનીલ કોંગ્રેસના ટોળા સાથે મુખ્યમંત્રી રૂપાણીના ઘરે ધસી જતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. અંતે પોલીસે રાજ્યગુરૂ સહિત ચારની અટકાયત કરવામાં આવી હતી. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, મિતુલ દોંગા, ભાવેશ બોરિયા અને મહેશ રાજપૂતને રાયોટિંગ ગુનામાં જામીન મળી ગયા છે.
આ મામલામાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પાંચ શખ્સોની ધરપકડ કરી છે જેમાં રાજુ ડાંગર સહિત રણછોડ ભરવાડ, સુરેશ ચુડાસમા, સંજય પંચાસરા, વિઠ્ઠલ પટેલની ધરપકડ કરવામાં આવી છે.
ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ મિડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે મોદીના માર્ગદર્શન નીચે વિજય રૂપાણીના ગુંડાઓ દ્વારા મારા ભાઈ પર હુમલો કરવામાં આવ્યો છે. લુખ્ખા તત્વો અને ગુંડાઓને પાળવાનું કામ ભાજપે કર્યું છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, આ હુમલો રાજુ ડાંગર નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો છે. આ રાજુ ડાંગર ભાજપનો કાર્યકર હોવાનું પણ કોંગ્રેસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. વિજય રૂપાણીના ઘર બહાર વધી ગયેલી ભીડને વિખેરવા માટે પોલીસને હળવો લાઠી ચાર્જ પણ કરવો પડ્યો હતો.
જાણો આખી ઘટના
આ બનાવમાં શહેરના રૈયારોડ પરના કનૈયા ચોક ખાતે બેનર લગાવવા જેવી નજીવી બાબતે માથાકૂટ થતા આ હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. હાલ દિવ્યનીલ ઉર્ફે દિપુ રાજ્યગુરુને શહેરની ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે કોંગ્રેસના કાર્યકરોના ટોળેટોળા હોસ્પિટલ ખાતે દોડી ગયા છે. પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Assembly election 2017, Congress Gujarat, Gujarat Election2017, Indranil Rajyaguru