રાજકોટ: ઓસ્ટ્રેલિયા સામે ભારતનો ઐતિહાસિક વિજય, પૂજારાની દીકરી અદિતિએ કર્યો ડાન્સ, video viral

રાજકોટ: ઓસ્ટ્રેલિયા સામે ભારતનો ઐતિહાસિક વિજય, પૂજારાની દીકરી અદિતિએ કર્યો ડાન્સ, video viral
વાયરલની તસવીર

રાજકોટના ચેતેશ્વર પૂજારાએ દરેક ટેસ્ટ મેચની માફક આ ટેસ્ટ મેચમાં પણ અડીખમ ઊભા રહી ટીમ ઈન્ડિયાને જીત અપાવવા માટે પોતાનું બેસ્ટ આપ્યું છે.

  • Share this:
રાજકોટઃ બ્રિસ્બેનના મેદાનમાં ભારતીય ક્રિકેટ ટીમે (Indian cricket team) ઐતિહાસિક જીત મેળવી છે. ચાર ટેસ્ટ મેચની (test match) શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ (team India) ઓસ્ટ્રેલિયા (Austrelia) સામે 2-1થી શ્રેણી જીતીને ઈતિહાસ રચી દીધો છે. ત્યારે bcci તેમજ પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વિટ કરીને ઓસ્ટ્રેલિયામાં ટીમ ઇન્ડિયા જે જીત મેળવી છે તેને બિરદાવી છે. ત્યારે ટીમ ઈન્ડિયાના પ્લેયર ચેરશ્વર પૂજારાના (Chershwar Pujara) પિતા અરવિંદ ભાઈ પૂજારાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝની સાથોસાથ 32 વર્ષનો ગાબા સ્ટેડિયમનો જુનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

બ્રિસ્બેનમાં આપણે જે જીત મેળવી છે તે ઐતીતિહાસીક જીત છે. આ સિરીઝમાં સૌથી વધુ બોલ ચેતેશ્વર પૂજારાએ ફેસ કર્યા તે ખૂબ જ મહત્વનું છે. 2018-19 અને ત્યાર બાદ હવે 202- 2021માં જે પ્રકારે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે તે ખૂબ જ મહત્વનું છે.ગઈકાલે જ્યારે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે વિજય મેળવ્યો ત્યારે અમારા ઘરમાં પણ ખૂબ ખુશીનો માહોલ છવાયેલો હતો. મારી પૌત્રી પણ ક્રિકેટ ટીમની જીત થી ખુશ ખુશાલ થઈ ઝૂમી ઉઠી હતી.

આ પણ વાંચોઃ-

ત્યારે  ઓલરાઉન્ડર પ્લેયર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમે જે જીત મેળવી છે તે અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વિદેશી ધરતી પર જે પ્રકારે ભારતીય ટીમે જે પ્રદર્શન દેખાડ્યું છે તે ખરેખર કાબિલેતારીફ છે. ટીમના દરેક ખેલાડી એ પોતાનું બેસ્ટ આપ્યું છે તેના કારણે ભારતીય ટીમ શ્રેણી જીતી શકી છે.

આ પણ વાંચોઃ-

રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટના ચેતેશ્વર પૂજારાએ દરેક ટેસ્ટ મેચની માફક આ ટેસ્ટ મેચમાં પણ અડીખમ ઊભા રહી ટીમ ઈન્ડિયાને જીત અપાવવા માટે પોતાનું બેસ્ટ આપ્યું છે.તો સાથોસાથ હું મારા ભાઈ રવિન્દ્ર માટે પણ પ્રાર્થના કરીશ કે તે વહેલામાં વહેલો સ્વસ્થ થઈ ટીમ ઇન્ડિયા માટે ફરી એક વખત રમવાનું શરૂ કરે.
Published by:ankit patel
First published:January 20, 2021, 16:23 pm

ટૉપ ન્યૂઝ