રાજકોટવાસીઓ માટે ખુશ ખબર, દેશમાં પ્રથમવાર ખંઢેરીમાં રમાશે ડે-નાઇટ ટેસ્ટ ?

રાજકોટવાસીઓ માટે ખુશ ખબર, દેશમાં પ્રથમવાર ખંઢેરીમાં રમાશે ડે-નાઇટ ટેસ્ટ ?
ઓક્ટોબરમાં ભારત-વેસ્ટ ઇન્ડિસ વચ્ચે સીરિઝ રમાનાર છે જેની એક ટેસ્ટ મેચ ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાશે.

ઓક્ટોબરમાં ભારત-વેસ્ટ ઇન્ડિસ વચ્ચે સીરિઝ રમાનાર છે જેની એક ટેસ્ટ મેચ ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાશે.

 • Share this:
  સંજય વાઘેલા, અમદાવાદ

  રાજકોટની ક્રિકેટપ્રેમી જનતા માટે એક ખુશ ખબર આવી છે. આગામી ઓક્ટોબરમાં ખંઢેરી સ્ટેડિયમ ખાતે એક ટેસ્ટ રમાશે. ઓક્ટોબરમાં ભારત-વેસ્ટ ઇન્ડિસ વચ્ચે સીરિઝ રમાનાર છે જેની એક ટેસ્ટ મેચ ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાશે. તો આ સાથે કહેવામાં આવી રહ્યું છે કે આ ટેસ્ટ ડે નાઇટ હશે. જો આવું હશે તો રાજકોટના ખંઢેરી સ્ટેડિયમનું નામે દેશમાં પ્રથમવાર ડે નાઇટ ટેસ્ટ શરૂ કરવાનો રેકોર્ડ બની જશે.  હાલ ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે સીરિઝ રમી રહી છે. આ સીરિઝ પત્યા બાદ ભારતીય ટીમ સપ્ટેમ્બરમાં એશિયા કપ 2018માં ભાગ લેશે. એશિયા કપ પત્યાને છ દિવસ બાદ વેસ્ટ ઇન્ડિયઝની ટીમ ભારત પ્રવાસે આવશે, જે ભારત સામે બે ટેસ્ટ, પાંચ વન ડે અને ત્રણ T20 રમશે. સાત અઠવાડિયાના લાંબા પ્રવાસની શરૂઆત ડે નાઇટ ટેસ્ટથી થશે જે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાશે.  ભારત-વેસ્ટ ઇન્ડિસના વચ્ચે સીરિઝની વાત કરીએ તો બંને ટીમ ભારતમાં બે ટેસ્ટ, પાંચ વન ડે અને ત્રણ ટી-20 મેચ રમશે. જેમાં શરૂઆતમાં પ્રથમ ટેસ્ટ મેચ જે રાજકોટ ખાતે ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમશે, ત્યારબાદ બીજી ટેસ્ટ હેદરાબાદમાં રમાશે, ત્યારબાદ ગુવાહાટી, ઇન્દોર, પુણે, મુંબઇ અને છેલ્લે થિરુવનંથપુરમમાં રમાશે. ત્યારબાદ ચેન્નાઇમાં પ્રથમ અને ત્રીજી ટી-20 રમાશે, જ્યારે બીજી ટી-20 મેચ કોલકતા કે લખનઉમાં રમાશે જે હાલ નક્કી થયું નથી.
  First published:August 31, 2018, 22:21 pm