ભારતીય વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા: શોધી પ્રથમ સ્ટેજના બ્લડ કેન્સર ડિટેકટ કરી લેતી ટેકનીક

ભારતીય વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા: શોધી પ્રથમ સ્ટેજના બ્લડ કેન્સર ડિટેકટ કરી લેતી ટેકનીક
કેન્સરના પ્રથમ સ્ટેજ પર સારવાર

કેન્સરને પ્રથમ સ્ટેજમાં પકડવું મુશ્કેલ છે. ત્યારે ભારતીય વિજ્ઞાનિકોની એક ટુકડીએ કેન્સરના પ્રારંભિક તબક્કામાં જ નિદાનમાં નોંધપાત્ર ઉપલબ્ધી મેળવી હોવાનો દાવો કર્યો છે.

  • Share this:
નવી દિલ્હી : કેન્સર જીવલેણ રોગ છે. પરંતુ પ્રારંભિક તબક્કામાં જ પકડાઈ જાય તો તેની સારવાર શક્ય છે. દર્દી સ્વાસ્થ્ય થઈ શકે છે. જોકે, કેન્સરને પ્રથમ સ્ટેજમાં પકડવું મુશ્કેલ છે. ત્યારે ભારતીય વિજ્ઞાનિકોની એક ટુકડીએ કેન્સરના પ્રારંભિક તબક્કામાં જ નિદાનમાં નોંધપાત્ર ઉપલબ્ધી મેળવી હોવાનો દાવો કર્યો છે. ટીમનું કહેવું છે કે, તેમની શોધ કોશિકા જીવવિજ્ઞાનના વિવાદિત ભાગ સાથે સંબંધ ધરાવે છે. જો આ શોધની માન્યતા પ્રારંભના પ્રયોગોમાંથી સાબિત થઈ જાય તો, આ શોધના કારણે તૈયાર થયેલી બ્લડ ટેસ્ટ ટેક્નિક બજારમાં વાર્ષિક અરબો ડોલરના કારોબાર પર આધિપત્ય જમાવી શકે છે.

સાધારણ પણ કારગર ટેસ્ટકેન્સરનું પ્રારંભિક તબક્કે જ નિદાન થઇ જાય અને એ પણ સામાન્ય બ્લડ ટેસ્ટથી મદદથી, તે બાબત આરોગ્ય જગત માટે ખૂબ મોટી સિદ્ધિ કહેવાય. ભારતીય વૈજ્ઞાનિકોએ આ મામલે મોટી સફળતા મેળવી છે. તાજેતરમાં સ્ટેમ સેલ રિવ્યુ એન્ડ રિપોર્ટ્સ નામની જર્નલમાં ઓનલાઈન પ્રકાશિત થયા મુજબ, અત્યારે તો માત્ર 1000 લોકો ઉપર ક્લિનિકલ ટ્રાયલ થયું છે.

આ પણ વાંચોભાગ્યની ક્રૂર મજાક, લગ્ન પહેલા જ વરરાજાનું મોત, ડોડિયા પરિવારમાં ખુશીના અવસરે જ માતમ છવાયો

25 પ્રકારના કેન્સરને પકડી શકાશે

આ શોધમાં સૌથી ખાસ વાત એ છે કે, તેનાથી 25 પ્રકારના કેન્સરની ઓળખ થઇ શકશે. કેટલાક કિસ્સામાં તો ટ્યુમર વિકસિત થાય તે પહેલાં જ તે કેન્સરને ડિટેક્ટ કરી લેશે. કેન્સરની સારવારમાં સૌથી મહત્વની વાત એ છે કે, કેન્સરનું નિદાન જેટલું મોડું થાય દર્દીને તેટલો વધુ ખતરો રહે છે.

આ પણ વાંચોરાજકોટ : જાગનાથ પ્લોટમાંથી ઝડપાયું કુટણખાનું, માતા કુટણખાનું ચલાવતી દીકરો ગ્રાહકો શોધી લાવતો

કોણે વિકસિત કર્યું?

આ ટેસ્ટ HrC કહેવાય છે. આ પદ્ધતિ મુંબઈની બાયોટેકનોલોજી ફોર્મ એપીજેનેરસ બાયોટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડે સિંગાપોરની જાર લેબ પ્રાઇવેટ લિમિટેડ સાથે મળીને વિકસાવી છે. મુંબઈના નેનોટેક વિજ્ઞાનિક વિનય કુમાર ત્રિપાઠી અને તેમના પરિવારની આ કંપનીઓમાં મોટી ભાગીદારી છે. જાર લેબના ચીફ એક્ઝિક્યુટિવ આશિષ ત્રિપાઠીનું કહેવું છે કે, વિશ્વમાં કેન્સર માટે આ પ્રથમ આગાહી પરીક્ષણ છે.
Published by:kiran mehta
First published:May 08, 2021, 18:06 pm

ટૉપ ન્યૂઝ