રાજકોટની મેચ જીતીને ટીમ ઓસ્ટ્રેલિયા શ્રેણી પોતાના નામે કરશે : એડમ ઝમ્પા


Updated: January 16, 2020, 2:43 PM IST
રાજકોટની મેચ જીતીને ટીમ ઓસ્ટ્રેલિયા શ્રેણી પોતાના નામે કરશે : એડમ ઝમ્પા
એડમ ઝમ્પા.

પીચ વિશે એડમ ઝમ્પાએ જણાવ્યું હતું કે અહીંની વિકેટ હજુ સુધી અમે જોઈ નથી, પરંતુ આશા રાખીએ છીએ કે મુંબઈની જેમ જ અહીંની પીચ પણ અમને સહકાર આપશે.

  • Share this:
રાજકોટ : શુક્રવારે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન-ડે શ્રેણીની બીજી મેચ રમાશે. બુધવારના રોજ બપોરના સમયે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચી હતી. આજ રોજ સવારના 9 વાગ્યાથી લઇ બપોરના બે વાગ્યા સુધી ટીમ કાંગારુએ ખંઢેરી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરી હતી. સાથે જ વન-ડે મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના ફીરકી બોલર એડમ ઝમ્પાએ પત્રકાર પરિષદ કરી હતી. પત્રકાર પરિષદમાં ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર એડમ ઝમ્પાએ જણાવ્યું હતું કે રાજકોટની મેચ જીતી અમે શ્રેણી કબજે કરીશું.

ઝમ્પાએ કહ્યુ કે, અગાઉ પણ અમે આ જ રીતે ભારતને પરાજિત કર્યું હતું. પોતાની બોલિંગ વિશે જણાવતાં એડમ ઝમ્પાએ જણાવ્યું હતું કે, જેવી રીતે મેં મુંબઈમાં વિરાટ કોહલીને આઉટ કર્યો હતો તેવી જ રીતે રાજકોટમાં પણ તેની વિકેટ લેવાનો લક્ષ્યાંક રહેશે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો મુંબઈની જેમ જ રાજકોટમાં પણ રન બનાવવામાં કોઈ કસર બાકી નહીં રાખે.

પ્રથમ મેચ જીતતા ઓસ્ટ્રેલિયન ટીમનો આત્મ વિશ્વાસ વધ્યો

પીચ વિશે એડમ ઝમ્પાએ જણાવ્યું હતું કે અહીંની વિકેટ હજુ સુધી અમે જોઈ નથી, પરંતુ આશા રાખીએ છીએ કે મુંબઈની જેમ જ અહીંની પીચ પણ અમને સહકાર આપશે. અમે પ્રથમ મેચ જીત્યા છીએ તેથી આત્મવિશ્વાસ જરૂર વધ્યો છે પરંતુ અમે ઓવર કોન્ફિડેન્સમાં નહીં રહીએ. ભારતને તેની જ ધરતી ઉપર હરાવવું થોડું કપરું હોય છે, પરંતુ પ્રથમ મેચ જીત્યા બાદ અમારા માટે માહોલ થોડો તરફેણમાં થયો છે.

મુંબઈની જેમ રાજકોટમાં પણ વિરાટ કોહલી ને આઉટ કરીશ : ઝમ્પા

વિરાટ કોહલી વિશે એડમ ઝમ્પાએ જણાવ્યું હતું કે વિરાટની વિકેટ મેળવવી મારા માટે ગૌરવની વાત ગણાય છે. જેવી  રીતે મેં મુંબઈમાં તેની વિકેટ લીધી હતી તેવી રીતે હું રાજકોટમાં પણ તેની વિકેટ મેળવવાનો પ્રયાસ કરીશ. ઓસ્ટ્રેલિયાના મેદાન અને ભારતના મેદાન પ્રમાણમાં અલગ હોય છે પરંતુ મેં ભારતમાં આઈપીએલ દરમિયાન ઘણી બોલિંગ કરી હોવાથી મને અહીં ફાયદો મળશે.
વિરાટ કોહલી બોલરોને યોગ્ય સન્માન આપે છે : એડમ ઝમ્પા


એડમ ઝમ્પાએ જણાવ્યું હતું કે, કોહલી બોલરોને યોગ્ય રિસ્પેક્ટ આપે છે. ઘણા પૂર્વ ક્રિકેટરોનું કહેવું હતું કે કોહલી બોલરોનું સન્માન નથી જાળવતો પરંતુ તે વાત બિલકુલ ખોટી છે. કોહલી મારું પણ યોગ્યા માન જાળવે છે.
First published: January 16, 2020, 2:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading