Good News: ભારતનું પ્રથમ આયુર્વેદિક સેન્ટર રાજકોટમાં શરૂ કરાયું, Corona દર્દીને આ રીતે સાજા કરાશે

Good News: ભારતનું પ્રથમ આયુર્વેદિક સેન્ટર રાજકોટમાં શરૂ કરાયું, Corona દર્દીને આ રીતે સાજા કરાશે
સીએમ વિજય રુપાણી

આયુર્વેદિક સેન્ટરનું લોકાર્પણ આજે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક ઉપચાર ખૂબ સફળ સાબિત થયા છે

  • Share this:
રાજકોટ: જે રીતે હાલ સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ગુજરાત સહિત અન્ય રાજ્યો અને દેશોમાં અલગ-અલગ રીતે કોરોનાની વેકસીન શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ લોકોની રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતે વધે તેના પણ અલગ-અલગ ક્ષેત્રોમાં પ્રયાસો શરૂ થયા છે. ત્યારે સમગ્ર ભારતનું પ્રથમ આયુર્વેદિક કૉવિડ સેન્ટર રાજકોટમાં શરૂ કરવામાં આવ્યું છે.

શહેરના પેટ્રીયા સ્યુટ ખાતે પ્રથમ આયુર્વેદિક covid સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે અને જેનું લોકાર્પણ આજે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, કોરોનાને શરીરમાંથી હટાવવા રોગપ્રતિકારક શક્તિ વધુ મજબૂત થવાની જરુર હોય છે અને તેનો સૌથી સારો ઇલાજ આયુર્વેદિક પદ્ધતિ છે. લોકો આયુર્વેદિક ઔષધિઓ તેમજ ઉકાળા દ્વારા પોતાની રોગપ્રતિકારક શક્તિઓ વધારી રહ્યા છે.તો બીજી તરફ કોરોના પોઝિટિવ દર્દીઓને પણ ઉકાળો આપવામાં આવે છે. આયુષ મંત્રાલય દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે, લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક ઉપચાર ખૂબ સફળ સાબિત થયા છે. ત્યારે રાજકોટમાં પણ પ્રથમ આયુર્વેદિક સેન્ટર શરૂ થતાં રાજકોટવાસીઓ અને આયુર્વેદિક ઉપચાર ખૂબ સરળતાથી કરાવી શકશે.

રાજકોટના અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા ભારતનું પ્રથમ આયુર્વેદિક કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આયુર્વેદિક કોવિડ સેન્ટરના લોકાર્પણ પ્રસંગે હંસિકાબેન મણિયાર, કલ્પક મણિયાર, ડો.હિતેશ જાની, ડો.મનીષ ગોસાઈ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ મુખ્યમંત્રી એ પણ ઇ લોકાર્પણ કરી પોતાનું મંતવ્ય પણ રજૂ કર્યું હતું.
Published by:kiran mehta
First published:August 16, 2020, 17:54 pm

ટૉપ ન્યૂઝ