ભારત ઑસ્ટ્રેલિયા મેચમાં લોખંડી બંદોબસ્ત, સીએમ વિજય રૂપાણી મેચ નિહાળશે


Updated: January 16, 2020, 2:17 PM IST
ભારત ઑસ્ટ્રેલિયા મેચમાં લોખંડી બંદોબસ્ત, સીએમ વિજય રૂપાણી મેચ નિહાળશે
ખંઢેરી સ્ટેડિયમ

મેચ દરમિયાન રાજકોટથી જામનગર તરફ જતા મોટા વાહનો માટે મોરબી રોડ અને જામનગરથી રાજકોટ તરફ આવતા વાહનોને પડધરીના મોવીયા સર્કલ થઈ ડાયવર્ટ કરવામાં આવશે.

  • Share this:
રાજકોટ : ખંઢેરી સ્ટેડિયમ ખાતે શુક્રવારે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમાનાર છે. આ માટે પોલીસે પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. રાજકોટ જિલ્લા પોલોસ વડા દ્વારા એક પત્રકાર પરિષદ બોલાવીને બંદોબસ્તની માહિતી આપવામાં આવી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વન ડે ક્રિકેટ મેચમાં લોખંડી બંદોબસ્ત રાખવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ક્રિકેટ મેચમાં ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી સાંજે 7 વાગ્યે ગ્રાઉન્ડમાં હાજરી આપશે.

મેચ દરમિયાન 450 જેટલા પોલીસ કર્મીઓનો બંદોબસ્તમાં રહેશે. આ સાથે જ 250 જેટલા પ્રાઇવેટ સિક્યોરિટી પણ ઉપસ્થિત રહેશે. મેચ દરમિયાન ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિતના પોલીસ અધિકારીઓનો કાફલો બંદોબસ્તમાં જોડાશે. આ ઉપરાંત ત્રણ બીડીડીએસની ટીમ પણ હાજર રહેશે. મેચ દરમિયાન બે પોલીસ ચોકી કાર્યરત રહેશે.શુક્રવારની મેચ નિહાળવા 30 હજાર ક્રિકેટ રસિકો સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેશે. મેચ દરમિયાન ગેટની અંદર કેમેરા, માચીસ, સિગારેટ, પાણીની બોટલ લઈ જવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. ગ્રાઉન્ડની બાઉન્ડ્રીથી પ્રેક્ષકોને અંદર પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જે લોકો નિયમ ભંગ કરશે તેની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.મેચ દરમિયાન રાજકોટ-જામનગરના રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. રાજકોટથી જામનગર તરફ જતા મોટા વાહનો માટે મોરબી રોડ અને જામનગરથી રાજકોટ તરફ આવતા વાહનોને પડધરીના મોવીયા સર્કલ થઈ ડાયવર્ટ કરવામાં આવશે.

કાંગારૂઓએ કરી નેટ પ્રેક્ટિસ

શુક્રવારે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક દિવસીય ક્રિકેટ મેચ યોજાશે. ત્યારે ગુરુવારે સવારના 9 વાગ્યાથી લઇ બપોરના બે વાગ્યા સુધી કાંગારૂ ટીમે ખંઢેરી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરી હતી. એરોન ફિન્ચ, સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર, એડમ જમ્પા, મિચેલ સ્ટાર્ક સહિતના ક્રિકેટરોએ નેટ પ્રેક્ટિસ કરી પરસેવો પાડયો હતો. ઉલ્લેખનીય છે કે પ્રથમ મેચમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર ટીમ ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમે આપેલો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
First published: January 16, 2020, 2:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading