રાજકોટ : રાજેશ ચીકીની શૉપ અને ફેક્ટરી પર આવકવેરા વિભાગે સર્વે હાથ ધર્યો


Updated: February 18, 2020, 2:27 PM IST
રાજકોટ : રાજેશ ચીકીની શૉપ અને ફેક્ટરી પર આવકવેરા વિભાગે સર્વે હાથ ધર્યો
રાજેશ ચીકી.

રાજેશ ચીકી પર આઈટીનો સર્વે : સદર બજારમાં આવેલી દુકાન અને મેટોડા જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરી પર સર્વેની કામગીરી કરવામાં આવી.

  • Share this:
રાજકોટ : નાણાકીય વર્ષ 2019-20 પૂર્ણ થવાને આરે હવે બસ ગણતરીના દિવસો બચ્યા છે, ત્યારે આવકવેરા વિભાગે પોતાનો લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે મોટા કરદાતાઓ પર નજર રાખવાનું શરૂ કરી દીધું છે. આજરોજ રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં રાજકોટ શહેરના સદર ચોકમાં આવેલી રાજેશ ચીકીની શોપ પર તેમજ મેટોડા જી.આઈ.ડી.સીમાં આવેલી ફેક્ટરીમાં આવકવેરા વિભાગની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આવકવેરા વિભાગ દ્વારા છેલ્લા બે અઠવાડિયાથી રાજકોટ શહેર અને જિલ્લામાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં થોડા દિવસો પૂર્વે રાજકોટ શહેરના અમીનમાર્ગ રોડ પર આવેલ વર્લ્ડ ગિફ્ટ મોલમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અન્વયે વર્લ્ડ ગિફ્ટ મોલ દ્વારા એક કરોડનો એડવાન્સ ટેક્સ ભરવામાં આવ્યો હતો.રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના બિલિયાળા ગામ પાસે આવેલ વૈભવ સ્પિનિંગ અને જિનિંગ મિલમાં પણ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે અન્વયે જીનિગ મિલ દ્વારા પાંચ કરોડનો એડવાન્સ ટેક્સ ભરવામાં આવ્યો હતો.

રાજકોટ આવકવેરા વિભાગના વિશ્વસનીય સૂત્રોનું માનીએ તો આગામી દિવસોમાં બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા બિલ્ડરોને ત્યાં તેમજ જ્વેલરીના ધંધા સાથે જોડાયેલા વેપારીઓને ત્યાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે.
First published: February 18, 2020
વધુ વાંચો
अगली ख़बर