Home /News /kutchh-saurastra /

Rajkot: રાજકોટ ડેરીને ઈનકમટેક્સની નોટિસથી ખળભળાટ, 173 કરોડના રોકડ વ્યવહાર 'રડાર' પર

Rajkot: રાજકોટ ડેરીને ઈનકમટેક્સની નોટિસથી ખળભળાટ, 173 કરોડના રોકડ વ્યવહાર 'રડાર' પર

Rajkot Dairy રાજકોટ ડેરીને મળી ઈનકમ ટેક્સ વિભાગની નોટિસ

Rajkot News : ઈનકમટેક્સ વિભાગે (Incometax Department) વિભાગની નોટિસ અંગે રાજકોટ ડેરીના ચેરમેન (Chairman of Rajkot Dairy) ગોરધન ધામેલીયાએ આપી પ્રતિક્રિયા

    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ(Rajkot) : ગુજરાતમાં(Gujarat) નામના ધરાવતી તેમજ અમુલ સાથે જોડાયેલી એવી રાજકોટ ડેરીને રૂ. 173 કરોડનાં (Rs. 173 crores )રોકડ વ્યવહાર બદલ ઇન્કમટેક્સ વિભાગ(Incometax Department)દ્વારા નોટિસ (Notice)ફટકારવામાં આવી છે. રાજકોટ ડેરીએ(Rajkot Dairy) 2018-19માં કરેલા રોકડ વ્યવહારો ઇન્કમટેક્સની (Incometax )નજરે ચડી ગયા હતા અને તેના આધારે નોટીસ ફટકારવામાં આવી છે. આવકવેરા ખાતાનાં(Income tax account) વર્તુળો એ જણાવ્યું છે કે ગત નાણાકીય વર્ષના(Fiscal year) અંતિમ સપ્તાહમાં જ રાજકોટ ડેરીને આ નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં 2018-19ના વર્ષમાં રૂ.173 કરોડના રોકડ વ્યવહારો અંગેનો ખુલાસો માંગવામાં આવ્યો છે.ડેરીનાં ચેરમેને(Chairman of Dairy) કઈ ખોટું થયું નહીં હોવાનો દાવો કર્યો છે.

    ઇન્કમટેક્સ દ્વારા સહકારી ક્ષેત્ર સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનો આ પ્રથમ બનાવ છે. રાજ્ય-દેશની અન્ય સહકારી ડેરી-સંસ્થાઓ પર પણ તેના પ્રત્યાઘાતો પડવાની શક્યતા છે. જેને લઈ સમગ્ર સહકારી ક્ષેત્રમાં ખળભળાટ સર્જાયો છે. અન્ય સંસ્થાઓ પણ સંભવિત એકશન મામલે કાનૂની માર્ગદર્શન મેળવવા લાગી છે. રાજકોટ ડેરી અમુલ સાથે સીધી રીતે સંકળાયેલી છે એટલે અમુલના સત્તાધીશોનું ધ્યાન દોરી દરમ્યાનગીરી માંગવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

    આ પણ વાંચો : AIIMS Rajkot : રાજકોટ એઈમ્સ સુધી પહોંચવા GSRTCની લોકલ બસનો પ્રારંભ, સૌને પરવડે એટલું ભાડું રખાયું

    ઈન્કમટેકસ નોટીસ સામે અપીલ ગોરધન ધામેલીયા

    રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલીયાએ કહ્યું હતું કે, સામાન્ય રીતે સરકારી રજાના દિવસોમાં સપ્લાયરો પાસેથી નાણાં રોકડમાં લેવાતા હતા. દૂધના વેપારમાં ઉધારી હોતી નથી. રજામાં બેન્ક બંધ હોય એટલે ફરજીયાત રોકડ વ્યવહાર થતા હતા. જોકે આ નોટીસ ચાર વર્ષ પુર્વેની છે. જે માર્ચના અંતે અમોને મળી હતી. બાકી પોતે સતા સંભાળ્યા બાદ રોકડ વ્યવહારો બંધ કરાવી દીધા છે. અને આ નોટિસ સામે અપીલ કરી દીધી છે. જેમાં કુલ રોકડ વ્યવહાર 103 કરોડના છે, પરંતુ કંઈપણ ખોટુ થયું નથી.

    વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં ચેક અથવા ડીજીટલ પેમેન્ટ શરુ કરી દેવાયુ છે. અગાઉ 82 સપ્લાયરો સાથે આ પ્રકારના રોકડ વ્યવહારો થતા હતા. ઈન્કમટેકસની નોટીસ સામે ડેરી દ્વારા અપીલ પણ દાખલ કરી દેવામાં આવી છે. ઈન્કમટેકસે રૂ. 173 કરોડના વ્યવહારોની નોટીસ પાઠવી છે. વાસ્તવમાં તે આંકડો 103 કરોડનો છે. કાંઈ ખોટુ થયુ નથી. દરેક સહકારી ડેરીઓમાં આ જ પ્રથા-પરંપરા હોય છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Income tax department, ગુજરાતી સમાચાર, રાજકોટ, રાજકોટના સમાચાર

    આગામી સમાચાર