2022 પહેલા રાજકોટમાં AIIMSનું લોકાર્પણ કરી દેવામાં આવશે: વિજય રૂપાણી


Updated: September 9, 2020, 3:52 PM IST
2022 પહેલા રાજકોટમાં AIIMSનું લોકાર્પણ કરી દેવામાં આવશે: વિજય રૂપાણી
વિજય રૂપાણી.

આજે રાજકોટમાં 200 બેડની સુવિધા ધરાવતી કોવિડ હોસ્પિટલનું મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Dy CM Nitin Patel)ના હસ્તે ડિજિટલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

  • Share this:
રાજકોટ: રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો માટે આનંદના સમાચાર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)ની જાહેરાત પ્રમાણે 2022 સુધી રાજકોટ ખાતે AIIMS (All India Institute Of Medical Science)નું લોકાર્પણ કરી દેવામાં આવશે. એટલે કે હૉસ્પિટલને તૈયાર કરીને લોકોની સેવા માટે ખુલ્લી મૂકી દેવામાં આવશે. એઇમ્સ સુધી થતાની સાથે જ રાજકોટ ખાતે ઉચ્ચ કક્ષાની તબીબી સારવાર ઉપલબ્ધ બનશે. આજે રાજકોટમાં 200 બેડની સુવિધા ધરાવતી કોવિડ હોસ્પિટલનું ડિજિટલ લોકાર્પણ કરાયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Dy CM Nitin Patel)ના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દરેક વોર્ડમાં 1 સ્પેશિયાલિસ્ટ ડૉકટર, 1 હેડ નર્સ, 2 સ્ટાફ નર્સ, 2 કર્મચારી અને 1 કાઉન્સિલર ઉપલબ્ધ રહ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઓ રાજ્યમાં કોરોનાને અટકાવવા માટે રાજ્ય સરકાર આક્રમક પગલાં લઈ રહી હોવાનું જણાવ્યું હતું.

મૃત્યુનું કારણ માત્ર કોરોના નથી: નાયબ મુખ્યમંત્રી

શહેરમાં છેલ્લા ત્રણ દિવસની અંદર 86 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓનાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં જેટલા પણ કોરોના સંક્રમિત દર્દીઓનાં મૃત્યુ નીપજે છે તેમના મૃત્યુનું કારણ માત્ર કોરોના નથી હોતું. જેટલા પણ દર્દીઓ અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે તે દર્દીઓ પૈકી 60 થી 70 ટકા દર્દીઓ અન્ય રોગની બીમારીથી પીડાતા હોય છે.

આ પણ વાંચો: PM મોદીની મુલાકાત પહેલા સ્ટેચ્યૂ ઑફ યુનિટીને કોરોનામુક્ત કરવાનું અભિયાન

આરોગ્ય વિભાગ દ્વારા જે કમિટીના સભ્યો દ્વારા જે પણ કોરોના સંક્રમિત દર્દીની સારવાર દરમિયાન મૃત્યુ નીપજે છે, તે મૃત્યુ નીપજવાના પાછળના કારણને શોધે છે. હાલમાં ભારત સરકાર દ્વારા કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ થયા બાદ તેની autopsy કરવાની મંજૂરી પણ ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટને મળી છે. હવે આગામી દિવસોમાં એ વસ્તુ પણ જાણી શકાશે કે કોરોના સંક્રમિત દર્દીના શરીરમાં કઈ કઈ જગ્યાએ કોરોના વાયરસે અસર કરી શકે છે. તેમજ કોરોના સામે લડવા માટે ક્યા ક્યા પ્રકારની તબીબી સારવાર તેમજ દવા આપી શકાય તેમ છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં અનેક કોરોના સંક્રમિત દર્દીઓનાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં હોય છે. છતાં તંત્ર પોતાના ચોપડે કોરોના સંક્રમિત દર્દીના મૃત્યુનો આંક ઓછો બતાવે છે. આ પાછળનું કારણે ડેથ ઓડિટ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ રાજકોટમાં સતત બીજા અઠવાડિયે કોવિડ હૉસ્પિટલોમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મામલતદાર, નાયબ મામલતદારની ટુકડી બનાવીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શહેરની 24 ખાનગી કોવિડ હોસ્પિટલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓ તરફથી દર્દીઓને આપવામાં આવતી સારવાર, દર્દીઓને આપવામાં આવતા બિલ સહિતના મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મામલે આરોગ્ય સચિન જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલો દ્વારા સાજા થયેલા દર્દીઓને પણ ડિસ્ચાર્જ ન આપવામાં આવતો હોવાની ફરિયાદ આરોગ્ય વિભાગને મળી હતી. આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી.
Published by: Vinod Zankhaliya
First published: September 9, 2020, 3:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading