Video : રાજકોટમાં પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમમાં બે ઘોડા બાખડ્યા, પોલીસકર્મીઓમાં નાસભાગ


Updated: January 18, 2020, 12:57 PM IST
Video : રાજકોટમાં પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમમાં બે ઘોડા બાખડ્યા, પોલીસકર્મીઓમાં નાસભાગ
રાજકોટ અશ્વ શોમાં ઘોડાઓ બાખડીપડ્યા હતા.

રાજકોટમાં યોજાનારા રાજ્ય કક્ષાના પ્રજા સત્તાક પર્વની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી રૂપાણીની હાજરીમાં અશ્વ શો યોજાયો હતો.

  • Share this:
રાજકોટ : રાજકોટમાં આ વર્ષે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આજથી શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં આજથી જુદા-જુદા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે જે કાર્યક્રમો આગામી 26મી જાન્યુઆરી સુધી ચાલશે. ત્યારે પ્રજાસત્તાક પર્વની ઉજવણીની શરૂઆત અશ્વ શો થી કરવામાં આવી હતી. રાજકોટના પોપટપરા વિસ્તારમાં આવેલ માઉન્ટેન પોલીસ વિભાગના ગ્રાઉન્ડમાં અશ્વ શો યોજવામાં આવ્યો હતો. જે અશ્વ શો માં ખુદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. અશ્વ શો માં કુલ ૭૯ ઘોડે સવારો એ ભાગ લીધો હતો. તો સાથે જ બે રોલ રેસ મટકીફોડ કરો લેવા જેવા કરતબો પણ બતાવ્યા હતા. આ સમયે ચાલુ કાર્યક્રમ દરમિયાન બે અશ્વો એકબીજા સાથે બાખડી પડતાં માઉન્ટેન પોલીસ કર્મીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.

અશ્વ શો પૂરબહારમાં શરૂ હતો અને પોલીસકર્મીઓ અશ્વો પર સવારી કરી અને કરતબ બતાવી રહ્યા હતા. દરમિયાન એક કાળા કલરનો અશ્વ બાખડી પડ્યો હતો. તેણે નજીકના ઘોડા સાથે લડવાનું શરૂ કરી દીધું હતું. દરમિયાન પોલસકર્મીઓ તેને કાબુમાં લે તે પહેલાં જ એક અશ્વના પટ્ટા બીજા અશ્વના પગમાં વિંટળાઈ ગયા હતા.

આ પણ વાંચો : વલસાડ : કસીનો સ્ટાઇલ જુગારધામ ઝડપાયું, પુરૂષ-મહિલાઓ સાથે સાતની ધરપકડ



પોલીસકર્મીઓએ તેમને છોડાવા માટે ખૂબ મહેનત કરી હતી. આખરે કંટાળીને એક અશ્વ જમીન પર પડ્યો હતો. જોકે, તેણે એક પોલીસ કર્મીને આ મશકત દરમિયાન ફંગોળી પણ દીધો હતો. જોકે, આ દૃશ્યો જોઈને એક તબક્કે સૌના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા.
First published: January 18, 2020
વધુ વાંચો
अगली ख़बर