Lockdown: ગોંડલમાં યુવાને ઝાડ પર લટકી ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા


Updated: April 8, 2020, 11:52 PM IST
Lockdown: ગોંડલમાં યુવાને ઝાડ પર લટકી ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા
યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

ગોંડલ નગરપાલિકાની ક્રેઈનની મદદથી યુવકની લાશને ઝાડ પરથી નીચે ઉતારી, યુવકની ઉમર આશરે 20 વર્ષની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી

  • Share this:
હાલ સમગ્ર ભારત માં લોકડાઉનની સ્થિતિ છે આવા સમયે લોકોને ઘર બહાર નીકળવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. જોકે જીવન જરૂરી ચીજ વસ્તુ માટે અથવા અમુક સંજોગોમાં લોકોને અમુક છૂટ આપવામાં આવી છે.

આવા સમયે રાજકોટ જિલ્લામાં પણ લોકડાઉનનું ચુસ્તપણે અમલ કરવામાં આવ્યું છે, ત્યારે લોકડાઉન વચ્ચે ગોંડલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોંડલ ની બ્લોક હેલ્થ ઓફિસની બાજુમાં અજાણ્યા યુવકની આત્મહત્યા કર્યા નો બનાવ સામે આવ્યો છે. રાજાશાહી યુગના ખંઢેર હાલતમાં પડેલા ઈમારતના ગ્રાઉન્ડમાં અજાણ્યા યુવકે ઝાડ પર લટકીને ગળેફાંસો ખાધો હોવાની ઘટના સામે આવી છે.

સમગ્ર ઘટના ની જાણ થતાં ગોંડલ નગરપાલિકાની ક્રેઈનની મદદથી યુવકની લાશને ઝાડ પરથી નીચે ઉતારી હતી. માનવ સેવા ટ્રસ્ટ ના પ્રફુલ રાજ્યગુરુ અને ફાયર સ્ટાફ ઘટના સ્થળે પોહચી ગોંડલ સરકારી હોસ્પિટલમાં યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. મૃતક અજાણ્યા યુવકની ઉમર આશરે 20 વર્ષની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી. ગોંડલ શહેર પોલીસે ઘટના સ્થળે દોડી જઈને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છેકે જે રીતે હાલ લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે યુવક કઈ રીતે ઘર બહાર નીકળ્યો, શા કારણે આત્મહત્યા કરી, એવું તો શું કારણ હતું કે આવા સમય પર આત્મહત્યા કરી હતી તો બીજી તરફ ખરેખર આ આત્મહત્યા છે કે પછી હત્યા કરી તેને આત્મહત્યામાં ખપાવી દેવાનો પ્લાન છે, આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
First published: April 8, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading