રંગીલા રાજકોટમાં વર્ષોથી ચાલતી બપોરે આરામની પેટર્ન બદલાઈ! અનલોક 1માં વેપારીઓએ કર્યો ફેરફાર


Updated: June 1, 2020, 7:00 PM IST
રંગીલા રાજકોટમાં વર્ષોથી ચાલતી બપોરે આરામની પેટર્ન બદલાઈ! અનલોક 1માં વેપારીઓએ કર્યો ફેરફાર
પ્રતિકાત્મક તસવીર

રાજકોટના વેપારીઓ ગમે તેટલું કામ હોઈ કે ગ્રાહક હોઈ પણ બપોરે 1થી 4 વાગ્યા સુધી તો બજારો બંધ જ રહેતી. અનલોક-1માં રાજકોટના વેપારીઓએ બપોરે આરામ કરવાની પેટર્નને બદલી છે.

  • Share this:
રાજકોટઃ રંગીલું રાજકોટ (Rangilu Rajkot) તેના આરામના સમયથી દેશ વિદેશમાં પ્રચલિત હતું. કહેવાતું હતું કે રાજકોટના વેપારીઓ ગમે તેટલું કામ હોઈ કે ગ્રાહક હોઈ પણ બપોરે 1થી 4 વાગ્યા સુધી તો બજારો બંધ જ રહેતી. પરંતુ લોકડાઉન બાદ અનલોક-1માં વેપાર-ધંધા માટે સાંજના સાત વાગ્યા સુધીનો સમય નક્કી કર્યો છે. અનલોક-1માં રાજકોટના વેપારીઓએ બપોરે આરામ કરવાની પેટર્નને બદલી છે. આમ વેપારીઓ હવે બપોરે પણ દુકાનો ચાલું રાખશે.

લોકડાઉન પહેલાના સમયમાં શહેરની મુખ્ય બજારો બપોરે 1થી 4 બંધ રાખવામાં આવતી. વેપારીઓ બપોરે આરામ કરી દુકાન ખોલતા હતા. પરંતુ લોકડાઉન બાદ એટલેકે હવે જયારે અનલોક 1 ચાલી રહ્યું છે ત્યારે ધંધા રોજગાર સાંજે સાત વાગ્યા સુધી જ મંજૂરી મળી છે. ત્યારે વહેલી સવારથી જ બજારો ધમધમવા લાગી છે અને બપોરે પણ બજારોમાં ધંધા રોજગાર ચાલુ હતા.

આ પણ વાંચોઃ-રાજ્યમાં જુલાઈ માસમાં સ્કૂલો શરૂ થવાની શકયતા : અમદાવાદની શાળામાં આવી છે તૈયારી

એટલે કે રાજકોટવાસીઓની બપોરે 1થી 4 વાગ્યા સુધીના આરામની પેટર્ન બદલાઈ છે. જે રીતે છેલ્લા બે મહિનાથી વધુ સમય સુધી બજારો બંધ રહી જે બાદ આંશિક દુકાનોને છૂટ આપવામાં આવી અને જે બાદ ઓડ ઇવન પદ્ધતિ દ્વારા દુકાનોને મંજૂરી મળી હતી.

આ પણ વાંચોઃ-CAPF કેન્ટીનમાં હવે વાગશે સ્વદેશીનો ડંકો, 1000થી વધારે વિદેશી વસ્તુઓ થઈ બહાર

જ્યારે હવે તમામ બજારો સંપૂર્ણ રીતે આજથી ખુલી છે અને લોકો પણ ખરીદી કરવા આવી રહ્યા છે, જે રીતે સવારે સાત થી સાંજે સાત વાગ્યા સુધી ધંધા રોજગારને મંજુરી મળી છે. ત્યારે વેપારીઓ પણ પોતાની દુકાનો વહેલી ખોલી નાખે છે અને બપોરે પણ બંધ નથી કરી રહ્યા.આ પણ વાંચોઃ-શું પ્રાચીન ભારતીય માંસાહારી હતા? આ રહ્યો મૂંઝવતા પ્રશ્નનો જવાબ

આમ લોકડાઉને રંગીલા રાજકોટવાસીઓની જીવન શૈલી પર પણ અસર દેખાડી છે. જોકે હવે આવનારા સમય માં પણ કદાચ આજ રીતે સળંગ સમયમાં દુકાનો ખુલ્લી રહે તો પણ નવી નહી.
First published: June 1, 2020, 6:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading