રાજકોટમાં મહિલાઓએ સ્વિમિંગ પૂલમા એક્વા યોગ કર્યા

રાજકોટમાં મહિલાઓએ સ્વિમિંગ પૂલમા એક્વા યોગ કર્યા
રાજકોટ ખાતે યોજાયેલા ‘એક્વા’ યોગમાં મહિલાઓ સાર્થક થતી જોવા મળી હતી.

 • Share this:
  અડગ મનના મુસાફરને કદી રસ્તો નથી નડતો, એ ઉક્તિ રાજકોટ ખાતે યોજાયેલા ‘એક્વા’ યોગમાં સાર્થક થતી જોવા મળી હતી.

  પાણીમાં યોગ કરતી ઇન્દ્રેશ પલાનને જોઇને માની ન શકાય કે વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવી આ યુવતી પોલીયોગ્રસ્ત છે. સામાન્ય પરિસ્થિતિમાં ઇન્દ્રેશ પોતાનો પગ વાળી નથી શકતી, પરંતુ થોડી તાલીમ લેવાથી તે એકદમ કુશળતાથી અને ખાસ કોઇ તકલીફ વગર યોગના તમામ આસનો કરી શકતી હતી. રાજકોટની ઇન્દ્રેશને એકવા યોગથી ખૂબ સારૂં લાગે છે, અને તેણી પોતાની દિવ્યાંગતા ભૂલી તન્મયતાથી યોગાસન કરી શકે છે. યોગાસનનો આ પણ એક આયામ છે.  પાણીમાં યોગ કરતી પોલીયોગ્રસ્ત ઇન્દ્રેશ પલાન
  પહેલા ધોરણમાં ભણતી ક્રીશા દેસાઇ અને ત્વીષા શુકલને મળીએ તો ખ્યાલ આવશે કે તેમને યોગ કરવાની મજા વધુ આવે છે. સરળતાથી હસતાં હસતાં આ બંને બાળકીઓ જલપરીની અદાથી યોગ કરતી જોવા મળી હતી. બંનેને આમાં મસ્તી પણ ખૂબ આવતી હતી. યોગના માધ્યમથી તેઓ ખૂબ પ્રગતિ કરે, એવી શુભેચ્છા ઉપસ્થિત તમામ મહિલાઓના મુખેથી સ્વયંભૂ રીતે નીકળતી જોવા મળી હતી.  જિંદગીનો ભરપૂર અનુભવ મેળવી ચુકેલા ૮૩ વર્ષના ભદ્રાબેન દેસાઇ સંપૂર્ણ સ્વસ્થતાથી યોગ કરતા હતા. તેમને મળનાર કોઇનામાં પણ ઉત્સાહનો સંચાર થયા વિના ન રહે. સુડોળ બાંધાના ભદ્રાબેન ૮૩ વર્ષે સ્વિમિંગ કોસ્ચ્યુમમાં એકદમ જીવંત લાગતા હતા. ઉડીને આંખે વળગે એવા તેમના જીવન પ્રત્યેના ઉમંગથી તેઓ સમગ્ર રેસકોર્સ સ્નનાગારમાં અલગ જ તરી આવતા હતા. છેલ્લા ૧૪ વર્ષથી સતત સ્વિમિંગ કરતા ભદ્રાબેને સતત ૪૫ મિનિટ સુધી એક્વા યોગ કરીને ઉપસ્થિત તમામ બહેનો માટે નમૂનારૂપ દ્રષ્ટાંત પૂરું પાડયું હતું.  રાજકોટ શહેરની વિવિધ ઉંમરની બહેનોને એક્વા યોગ થકી એક સબળ પ્લેટફોર્મ મળ્યું છે, એમાં બેમત નથી
  First published:June 21, 2018, 10:30 am

  टॉप स्टोरीज