રાજકોટમાં કોરોના દર્દીના સંપર્કમાં આવનાર ચાર વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

રાજકોટમાં કોરોના દર્દીના સંપર્કમાં આવનાર ચાર વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
WHOએ કોવિડ 19ના જે લક્ષણો બતાવ્યા છે તે મુજબ તાવ, સૂકી ખાંસી, થાક, શરીરમાં દુખાવો, નાકથી પાણી આવવું, ગળામાં દુખાવો અને ઝાડા છૂટવાનો ઉલ્લેખ છે. સીડીસી અને WHO બંનેની વેબસાઇટમાં તાવ, ખાંસી અને શ્વાસ લેવામાં મુશ્કેલની સામેલ છે.

રાજકોટમાં કોરોના વાયરસના એક જ દિવસમાં ત્રણ જેટલા પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે. રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા 11 જેટલા લોકોના સેમ્પલ પરીક્ષણાર્થે જામનગર મોકલવામાં આવ્યા હતા. ત્યારે 11 પૈકી 8 જેટલા લોકોના સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જ્યારે કે ત્રણ જેટલા લોકોના સેમ્પલ પોઝિટિવ આવ્યા છે.

  • Share this:
રાજકોટઃ રાજકોટમાં (Rajkot) કોરોના વાયરસના (coronavirus) એક જ દિવસમાં ત્રણ જેટલા પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે. રાજકોટ આરોગ્ય વિભાગ (Health Department) દ્વારા 11 જેટલા લોકોના સેમ્પલ પરીક્ષણાર્થે જામનગર મોકલવામાં આવ્યા હતા. ત્યારે 11 પૈકી 8 જેટલા લોકોના સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જ્યારે કે ત્રણ જેટલા લોકોના સેમ્પલ પોઝિટિવ આવ્યા છે.

જે ત્રણ જેટલા લોકોના સેમ્પલ પોઝિટિવ આવ્યા છે તેમાં બે મહિલાઓ અને એક યુવકનો સમાવેશ થાય છે. પરંતુ જે રિપોર્ટ સામે આવ્યો છે તેમાં જોવા જેવી વાત એ સામે આવી છે કે ત્રણેય લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તે તમામ લોકો મયુરધ્વજ સિંહ ઝાલાના સંપર્કમાં આવ્યા હતા. મયુરધ્વજ સિંહ ઝાલાનો પોઝીટીવ રિપોર્ટ ૨૪મી માર્ચના રોજ આવ્યો હતો.જે બાદ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને હોમ કવોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ રિપોર્ટ સામે આવ્યો છે. તે રિપોર્ટમાં ગઈકાલે જે રાકેશ હાપલિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમની ૩૩ વર્ષીય પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો સાથે જ મયુરધ્વજ સિંહ ઝાલાના સંપર્કમાં આવેલા 37 વર્ષીય અને 39 વર્ષીય પુરુષનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આમ મયુરધ્વજ સિંહ ઝાલાના કારણે અન્ય ચાર લોકોના કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે રાજકોટના યાજ્ઞિક રોડ પર રહેતા માતા-પુત્ર નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. હાલ માતા-પુત્ર રિપોર્ટ પોઝિટિવ આવવાના કારણે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. હાલ જે 8 દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમાંથી ત્રણ જેટલા દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે કે પાંચ જેટલા દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છેકે રાજકોટ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનું તબીબો અને આરોગ્યના કર્મચારીઓ સાથે જીભાજોડી કરતા હોય તેઓ વીડિયો વાયરલ થયો છે. ત્યારે વાયરલ થયેલ વીડિયો મામલે રાજકોટ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયાથી સંત કબીર રોડ પર આવેલી આરોગ્ય કેન્દ્ર બંધ હાલતમાં હોવાથી તેઓ તપાસ માટે ગયા હતા.

જ્યારે તેઓ તપાસ અર્થે આરોગ્ય કેન્દ્રમાં ગયા ત્યારે દરવાજો પણ બંધ હતો અને ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફ અંદર હતો આરોગ્ય કેન્દ્ર માંથી કોઈપણ જરૂરિયાત મંદોને દવા મળતી નહોતી તેમ જ તેમને તપાસમાં પણ આવતા નહોતા. જેના કારણે આ પ્રકારની ફરિયાદ તેમના સુધી પહોંચતા તેઓ તપાસ માટે કબીરવન સોસાયટીમાં આવેલ આરોગ્ય કેન્દ્રની મુલાકાતે ગયા હતા.
Published by:News18 Gujarati
First published:March 27, 2020, 20:39 pm

ટૉપ ન્યૂઝ