Home /News /kutchh-saurastra /

રાજકોટ જિલ્લામાં 9500 સામે ફક્ત 5553 જેટલા જ કારખાના શરુ થયા, RMCનું બજેટ 'વેન્ટિલેટર' પર

રાજકોટ જિલ્લામાં 9500 સામે ફક્ત 5553 જેટલા જ કારખાના શરુ થયા, RMCનું બજેટ 'વેન્ટિલેટર' પર

ફાઈલ તસવીર

કોરોના સંક્રમણને રોકવા દેશભરમાં લોકડાઉન છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના તંત્રમાં પણ ફકત આવશ્યક સેવાઓ સિવાય તમામ કામગીરી બંધ છે. જેના કારણે મ.ન.પા.ની આવક ઉપર માઠી અસર પહોંચી છે.

રાજકોટઃ જે રીતે લોકડાઉન (Lockdown) ચાલી રહ્યું છે અને સમગ્ર ઉદ્યોગ ધંધા બંધ છે આવા સમયે થોડા દિવસ પહેલા જ રાજકોટ (Rajkot) જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આવેલા ઉદ્યોગોને શરુ કરવા માટે અમુક શરતો સાથે કલેકટર તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. મંજૂરી મેળવવામાં માટે ઘણા ઉદ્યોગોએ મંજૂરી માંગી હતી જેમાંથી 9500 એકમોને મંજૂરી મળી હતી. પરંતુ મહત્વની વાત એ છેકે 9500 જેટલા એકમોને મંજૂરી મળી હોવા છતાં 5553 એકમો જ શરુ થતા છે. આ ઉપરાંત લોકડાઉનના કારણે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું (Rajkot municipal corporation) બજેટ ખોરવાયું છે.

ખાસ કરીને લોકડાઉનની શરુવાતમાં જ રાજકોટમાં કામ કરતા પરપ્રાંતીય લોકો પોતાના વતન ચાલ્યા ગયા છે. જેથી હવે નવા કામદારો માટે લોકડાઉન પૂર્ણ થયા ની રાહ જોવી પડશે. તો બીજી તરફ અનેક એકમો નો માલ અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતો હોઈ છે જ્યાં હજી સંપૂર્ણ લોકડાઉન ચાલી રહ્યું છે જેથી માલ મોકલી શકતો નથી, તો સાથેજ અમુક કાચો માલ અન્ય રાજ્યો માંથી મંગાવવામાં આવે છે જ્યાં હજી સંપૂર્ણ લોકડાઉન છે જેથી અનેક ઉદ્યોગો પર અસર પડી રહી છે. ફક્ત ગુજરાત બહાર જ નહિ પરંતુ વિદેશમાં પણ માલ ની આયાત નિકાસ થઇ રહી છે જેથી આવ ઉદ્યોગો પણ હાલ પૂરતા કોઈ કામ કરી શકતા નથી જેથી મંજૂરી હોવા છતાં પણ અમુક એકમો હાલ શરુ નથી થઇ શક્ય. હાલ એકસપોર્ટ-ઇમ્પોર્ટનું કામ કરતી 90 પેઢી ચાલુ છે. રાજકોટ માં કુલ 12960 કારખાનેદારોએ પાસ માટે અરજી કરી હતી, સરકાર અને ખાનગી સહિત 4800 બીલ્ડરો-ટ્રાન્સપોર્ટરો-ખાનગી બાંધકામ કરનારાઓને મંજૂરી મળી છે.

કોરોનાને કારણે રાજકોટ મનપાનું બજેટ 'વેન્ટીલેટર' ઉપર, હાલના સમયમાં કરોડોનું નુકસાન
કોરોના સંક્રમણને રોકવા દેશભરમાં લોકડાઉન છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના તંત્રમાં પણ ફકત આવશ્યક સેવાઓ સિવાય તમામ કામગીરી બંધ છે. જેના કારણે મ.ન.પા.ની આવક ઉપર માઠી અસર પહોંચી છે. સતત બે મહિનાથી આવક બંધ છે તેની સામે ખર્ચાઓ બમણા થઇ રહ્યા છે ત્યારે આ વર્ષના 'બજેટ'ની આવક બાજુ અત્યંત નાજુક બની છે જેના કારણે તંત્રનું બજેટ વેરવિખેર થઇ રહ્યું છે. મહાનગર પાલિકાના આર્થિક બાબતોના નિષ્ણાંતોએ બજેટની વાસ્તવિક સ્થિતિની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી છે. જેમાં લોકડાઉનથી તંત્રને આ વર્ષે 80થી 90 કરોડનું નુકસાન થઇ ગયાનું ખૂલ્યું છે. એક અંદાજ મુજબ દર વર્ષે માર્ચ અને એપ્રીલ મિલ્કત વેરાની આવક બે થી ત્રણ ગણી થાય છે અને વેરા આવકના લક્ષ્યાંકની 30 ટકા રકમ આ છેલ્લા બે મહિનામાં જ થાય છે.

આમ, મનપાની આવક માટે માર્ચ અને એપ્રીલ બંને ઘોરી મહિના સમાન છે ત્યારે આ વર્ષ બરાબર આ બે મહિનામાં જ કોરોના મહામારીએ લોકડાઉનની ફરજ પાડી અને દર વર્ષ એપ્રીલમાં 100 કરોડની વેરા આવક થતી હતી તેના બદલે આ વર્ષ લોકડાઉનમાં માત્ર 5 કરોડ જેટલી જ આવક થઇ છે. આ જ પ્રકારે સીટી બસ - બીઆરટીએસ બસ કે જેમાં સામાન્ય દિવસોમાં દર અઠવાડિયે 25થી 28 લાખની આવક થતી હોય છે પરંતુ લોકડાઉનમાં સીટી બસ - બીઆરટીએસ સદંતર બંધ છે ત્યારે આવક બંધ છે અને તેની સામે બસના કોન્ટ્રાકટરોને નવરા બેઠા કોઇ જ કામગીરી કર્યા વગર દર અઠવાડિયે લાખો રૂપિયા દેવા પડે છે.

જો કે હાલમાં 15 જેવી સીટી બસ સિવિલ હોસ્પિટલ, સફાઇ કામદારો અને કોર્પોરેશન સ્ટાફ માટે ચલાવાય છે. તેનો રોજનો 12000 જેટલો ખર્ચ વસુલ થાય છે. બાકીની બસોનું ચૂકવણું ઉપયોગ વગર નવરા બેઠા પણ કોન્ટ્રાકટરને ચુકવવો પડે છે. આ ઉપરાંત પ્રદ્યુમન પાર્ક 'ઝુ' પણ બંધ છે જેની દર અઠવાડિયે 60થી 70 હજારની આવક થતી તે પણ બે મહિનાથી બંધ છે તેની સામે પ્રાણીઓનો નિભાવ ખર્ચ, સ્ટાફનો પગાર વગેરેનું ડેમરેજ ચડી રહ્યું છે. આજ પ્રકારે સ્વીમીંગ પુલો બંધ છે તેની મશીનરી મેઇન્ટેનન્શ વગેરેનો ખર્ચનું ડેમરેજ પણ ચડી રહ્યું છે. આમ, કોરોના મહામારીને કારણે થયેલા લોકડાઉનની સ્થિતિમાં મ.ન.પા.નું તંત્ર આર્થિક રીતે નાજુક સ્થિતિમાં આવી ગયાનો નિર્દેશ મળી રહ્યો છે.
Published by:ankit patel
First published:

Tags: Coronavirus, COVID-19, Lockdown, Rajkot Municipal Corporation, RMC, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन