Home /News /kutchh-saurastra /

Rajkot: રાજકોટમાં મોબાઇલમાં માત્ર મેસેજ કરવા બાબતે બે જૂથ વચ્ચે થઈ સશસ્ત્ર મારામારી

Rajkot: રાજકોટમાં મોબાઇલમાં માત્ર મેસેજ કરવા બાબતે બે જૂથ વચ્ચે થઈ સશસ્ત્ર મારામારી

રાજકોટ શહેરમાં જાણે કે લુખ્ખાઓ બેફામ બન્યા હોય તે પ્રમાણે એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે.

Rajkot News: રાજકોટ શહેરમાં જાણે કે લુખ્ખાઓ બેફામ બન્યા હોય તે પ્રમાણે એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કે કથળી રહી હોય તે મુજબ એક બાદ એક મારામારીની, ચોરી, લૂંટફાટ, હત્યાના પ્રયાસ સહિતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ધવલનગરમાં રહેતા ઉદય મનીષ ભાઈ બધેકા અને પાર્થ રાત્રિના પોતાના ઘર પાસે ઉભા હતા.

વધુ જુઓ ...
રાજકોટ શહેર (Rajkot City)માં મોડી રાત્રે બે જૂથ વચ્ચે સશસ્ત્ર મારામારી (Group Clash) થઈ હોવાની ઘટના સામે આવી છે. ત્યારે આ મારામારીની ઘટનામાં ચાર જેટલા યુવાનોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલાની જાણ થતાં માલવિયાનગર પોલીસ (Rajkot Police)નો કાફલો તેમજ ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યારે સમગ્ર મામલે અત્યાર સુધીમાં 13 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ (FIR) નોંધવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મારામારીની ઘટના હોવાના કારણે પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી છે.



રાજકોટ શહેરમાં જાણે કે લુખ્ખાઓ બેફામ બન્યા હોય તે પ્રમાણે એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કે કથળી રહી હોય તે મુજબ એક બાદ એક મારામારીની, ચોરી, લૂંટફાટ, હત્યાના પ્રયાસ સહિતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ધવલનગરમાં રહેતા ઉદય મનીષ ભાઈ બધેકા અને પાર્થ રાત્રિના પોતાના ઘર પાસે ઉભા હતા. તે દરમિયાન જંગલેશ્વર વિસ્તારમાં રહેતો મોસીન ફિરોજભાઈ સુમરા સહિતના શખ્સો ઝઘડો કરવા ઘસી આવ્યા હતા. રાત્રિના ઘસી આવેલા શખ્સોએ ઉદય સહિતના શખ્સોએ છરીના ઘા ઝીકી દેતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો- અમદાવાદ: ફ્લેટના કમ્પાઉન્ડમાં રમતા ધોરણ 8માં અભ્યાસ કરતા સગીર સાથે યુવકે આચર્યું સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય

મીડિયા સાથેની વાતચીતમાં એસીપી જે.એસ. ગેડમે જણાવ્યું હતું કે, મોડી રાત્રે નવલનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ છે. મોબાઈલ ફોન અને મેસેજ કરવા બાબતે બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. બંને પક્ષ વચ્ચે મારામારી થતા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી કુલ 13 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલે માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધી પોલીસ દ્વારા શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે. ગણતરીની કલાકોમાં પોલીસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. ત્યારે પોલીસ તપાસમાં ઝઘડાનું કોઈ અન્ય કારણ નીકળે છે કે કેમ તે પણ જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
Published by:rakesh parmar
First published:

Tags: Rajkot crime news, Rajkot News, Rajkot police, રાજકોટના સમાચાર

આગામી સમાચાર