ખબરદાર! જ્યાં-ત્યાં થુંક્યું તો ગયા, રાજકોટમાં જાહેરમાં થુંકનારા 72 દંડાયા


Updated: March 17, 2020, 7:20 PM IST
ખબરદાર! જ્યાં-ત્યાં થુંક્યું તો ગયા, રાજકોટમાં જાહેરમાં થુંકનારા 72 દંડાયા
કુલ ૭ર આસામીઓ પાસેથી રૂ. ૩૬ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો

રાજકોટ, પોરબંદર, જામનગર સહિતના જિલ્લાઓમાં જાહેરમાં થુક્નારા કે કોગળા કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે

  • Share this:
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વાઇરસને અટકાવવાના ભાગરૂપે જાહેરમાં થૂંકનાર સામે કડક પગલા લેવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાને આજે સતત બીજા દિવસે તા. ૧૭ ના રોજ શહેરના ત્રણેય ઝોનની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેરમાં થૂંકવાના જાહેરનામાના ભંગ સબબ કુલ ૭ર આસામીઓ પાસેથી રૂ. ૩૬ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

સરકાર દ્વારા કોરોના વાઇરસ પર નિયંત્રણ લાવવા માટેની સુચના મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં થૂંકતા વ્યકિતઓને દંડ કરવામાં આવે છે. આજ રોજ ત્રણેય ઝોનમાં આ કાર્યવાહી પૂરજોશમાં ચાલે છે. જાહેરમાં થૂંકનાર વ્યકિતઓમાં સેન્ટ્રલ ઝોનમાંથી કુલ ૧૩ આસામીઓ પાસે રૂ. ૬,પ૦૦, વેસ્ટ ઝોનમાંથી કુલ ર૬ આસામીઓ પાસેથી રૂ.૧૩,૦૦૦ અને ઇસ્ટ ઝોનમાંથી કુલ ૩૩ આસામીઓ પાસેથી રૂ. ૧૬,પ૦૦ નો દંડ વસુલ કવરામાં આવ્યો હતો.

સમગ્ર કામગીરી ત્રણેય ઝોનના નાયબ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ આસી. કમિશ્નરો, નાયબ પર્યાવરણ ઇજનેરઓ, મદદનીશ પર્યાવરણઓ, વોર્ડ ઓફીસરો તમામ ઝોનના એસ.આઇ.ઓ અને એસ.એસ.આઇ.ઓ દ્વારા કરવામાં આવી હતી. રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા દ્વારા અ પ્રમાણે કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાજકોટ, પોરબંદર, જામનગર સહિતના જિલ્લાઓમાં જાહેરમાં થુક્નારા કે કોગળા કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ૫૦૦ રૂપિયા દંડ વસુલવામાં આવી રહ્યો છે. તો ગઈકાલે પણ રાજકોટ મનપા દ્વારા સીસીટીવી કેમેરામને આધારે તમામ વિસ્તારોમાં જાહેર સ્થળો અને જ્યાં કેમેરા લાગ્યા છે ત્યાં લોકો પર બાજ નજર રાખવામાં આવી રહી છે અને લોકોને જાહેરમાં થુકતા કે કોગળા કરતા પકડાઈ ત્યાં મનપા દ્વારા તાત્કાલિક ટીમ મોકલી જેતે વ્યક્તિ પાસેથી ૫૦૦ દંડ વસુલવામાં આવી રહ્યો છે.
First published: March 17, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading