નશામાં બરબાદ થઇ રહ્યું છે ગુજરાત, કોઇ તો રોકો!

News18 Gujarati
Updated: January 4, 2019, 5:18 PM IST
નશામાં બરબાદ થઇ રહ્યું છે ગુજરાત, કોઇ તો રોકો!
News18 Gujarati
Updated: January 4, 2019, 5:18 PM IST
ગુજરાતમાં દારુબંધી છે તે સૌકોઇ જાણે છે, પરંતુ સાથે એ પણ હકીકત છે કે દેશમાં દારુબંધી ધરાવતા રાજ્યોમા સૌથી વધુ દારુ ગુજરાતમાંથી પકડાય છે, દારુ તો ઠીક હવે ગાંજાની લતે ગુજરાતનું યુવાધન બગડી રહ્યું છે એ વાત ચિંતાજનક છે. ઘટના બે બની જેનાથી ગુજરાત પર લાંછનરૂપ ઘટના બની છે. ગોંડલ નજીકથી અધધ 7104 જેટલી બોટલનો જથ્થો ઝડપાયો આવી જ એક ઘટના ચોટીલામાં બની જ્યાંથી 15 હજાર કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો.

અહીં ક્લિક કરી વાંચો 2000 રૂપિયાની નોટના પ્રિન્ટિંગ પર સરકારનું મોટું નિવેદન

ગોંડલના બાયપાસ રોડ પાસે આવેલા મંદિર પાસેથી RR સેલે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. આ ટ્રકમાંથી વિવિધ બ્રાંડની અધધ 7104 જેટલી બોટલ મળી આવી. પોલીસે કુલ 32,84,280 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો અને ટ્રક ડ્રાઇવરને ઝડપી પાડ્યો.

ગોંડલ પાસેથી મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો


અન્ય એક ઘટના જે સૌથી વધુ ચિંતાજનક છે તે છે ગુજરાતના યુવાનોમાં વધી રહ્યું છે ગાંજાનું વ્યસન. લાખો-કરોડો રૂપિયાનો ગાંજો પકડાવવાનો સિલસીલો ગુજરાતમાં યથાવત છે. રાજકોટમાં SOGએ ચોટીલા પાસેથી 15 હજાર કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો, પહેલા પોલીસ એક આરોપીને 1 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો, બાદમાં ઝડપાયેલા આરોપીએ પોલીસને બાતમી આપી અને ચોટીલા નજીક ખરેડી ગામેથી 15 હજાર કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો.

આ પણ વાંચો ડાંગની સ્કૂલમાં બાળકોની અજીબ હરકતઃ 11 વાગતા જ ધૂણવા લાગે છે!
Loading...

પોલીસની કામગીરી તો બીરદાવવા જેવી છે, પરંતુ સવાલ એ છે દારૂબંધી ધરાવતા ગુજરાતમાં આટલા પ્રમાણમાં દારૂ આવે છે ક્યાંથી ? હાલમાં જ 31ની ઉજવણી થઇ, પોલીસે પીધેલાઓને પકડવામાં કોઇ કસર બાકી રાખી નહીં, કાર્યવાહી કરવા છતા પોલીસ હાસ્યનું પાત્ર બની, કારણ કે રાજ્યભરમાં લગભગ તમામ જિલ્લામાં પોલીસ સ્ટેશન પીધેલાઓથી ભરાઇ ગયા, એટલું નહીં પોલીસકર્મીઓને બેસવા માટે જગ્યા નહોતી.
First published: January 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...