છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં રાજકોટ પરવાનાવાળા હથિયારોનાં વેચાણમાં બીજા ક્રમે

છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં રાજકોટ પરવાનાવાળા હથિયારોનાં વેચાણમાં બીજા ક્રમે
પ્રતિકાત્મક તસવીર

1 જુલાઈ 2014થી 30 જૂન 2019 સુધીમાં રાજ્યમાં 9387 ગન રિવોલ્વર પિસ્તોલ અને રાઇફલનું વેચાણ થયું છે.

  • Share this:
રાજકોટ : ડિસેમ્બર માસમાં ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર મળ્યું હતું. જે સત્રમાં કેટલાક અતરંગી પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં પરવાનાવાળા હથિયારોનું વેચાણ કેટલું છે તે અંગે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તે પ્રશ્નનાં જવાબમાં 1 જુલાઈ 2014થી 30 જૂન 2019 સુધીમાં રાજ્યમાં 9387 ગન રિવોલ્વર પિસ્તોલ અને રાઇફલનું વેચાણ થવા પામ્યું છે. જે વેચાણ થવા પામ્યું છે તેમાં અમદાવાદ ગુજરાતમાં 1340 ગન, પિસ્તોલ અને રાયફલની ખરીદીમાં સૌથી મોખરે હતું. જ્યારે રાજકોટ શહેર 1161 ગન, પિસ્તોલ અને રાયફલની ખરીદીમાં બીજા નંબર પર હતું.

ભૂતકાળમાં એવા અનેક બનાવો પણ સામે આવ્યા છે કે, જેમાં માંગલિક પ્રસંગો સમયે મોજ મસ્તી તેમજ માભો બતાવવા માટે ફાયરિંગ કરવામાં આવ્યું હોય. જેમાં કોઈનો જીવ પણ ગયો હોય. તે સાથે જ બર્થ ડે પાર્ટીમાં હવામાં ફાયરિંગ કરતા હોય તેવા વીડિયો પણ ભૂતકાળમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જે મામલે જે તે સંબંધિત પોલીસ મથકના થાણા અમલદાર દ્વારા તપાસ પણ કરવામાં આવી હતી.આ પણ વાંચો : આ રાજકોટવાસી પાસે છે 5000 વર્ષ જૂની વસ્તુઓ, તેમના કલેક્શન પર તમે પણ કરી લો એક નજર

રાજકોટમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં લગ્ન TGB હોટલ ખાતે રાખવામાં આવ્યા હતા જે સમયે રવિન્દ્ર જાડેજા ઘોડા પર સવાર હતા ત્યારે તેમના માંગલિક પ્રસંગ દરમિયાન હવામાન છ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.જે તે સમયે આ ઘટનાની જાણ પોલીસને થતા રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા હવામાનનાં છ રાઉન્ડ ફાયરિંગ કરવાના બનાવની તપાસ પણ કરવામાં આવી હતી પોલીસે ઘટના અંગે સંબંધિત વ્યક્તિઓનાં નિવેદન લઇ કાર્યવાહી પણ કરી હતી. તો સાથે જ જે સમયે આ ઘટના બની તે સમયે ગુજરાત રાજ્યના ડીજીપી તરીકે પી. પી પાંડે ફરજ બજાવતા હતા. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં તેમને જણાવ્યું હતું કે, હું બિહારનો વતની છું. અમારે ત્યાં લગ્ન પ્રસંગોમાં સો બસ્સો જેટલા ફાયરિંગ કરવામાં આવે છે.

આ પણ વાંચો : કેતન ઇનામદારનાં રાજીનામા અંગે ઉર્જામંત્રીની સ્પષ્ટતા, 'મારા અધિકારીઓ સારૂં કામ કરી રહ્યાં છે'

ગુજરાત વિધાનસભાના સત્રમાં જે આંકડા સામે આવ્યા છે તે આંકડા જોતા સૌ કોઈ ને એવું લાગે કે, અમદાવાદ બાદ રાજકોટમાં પણ ગન કલ્ચરનો ક્રેઝ વધ્યો છે. પરંતુ છેલ્લા એક વર્ષનાં લાયસન્સ બ્રાંચના આંકડા તરફ નજર કરીએ તો ખૂબ ઓછા પ્રમાણમાં ગનનાં લાયસન્સ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા મંજૂર કરવામાં આવ્યાં છે. લાયસન્સ બ્રાન્ચનાં સૂત્રોનું માનીએ તો મિનીમમ 88 ટકા જેટલી પરવાનાવાળા હથિયાર માટેની અરજીઓ પોલીસ કમિશનર દ્વારા રિજેક્ટ કરવામાં આવે છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ એવા જ અરજદારોને પરવાનાવાળા  હથિયાર માટેની મંજૂરી આપવામાં આવે છે કે જેને ખરા અર્થમાં હથિયારની તાતી જરૂરિયાત જણાતી હોય.
Published by:News18 Gujarati
First published:January 23, 2020, 14:09 pm

ટૉપ ન્યૂઝ