Home /News /kutchh-saurastra /

રાજકોટ: એક તરફી પ્રેમમાં પાગલ પુજારીએ પરિણીતાને જીવતી સળગાવી

રાજકોટ: એક તરફી પ્રેમમાં પાગલ પુજારીએ પરિણીતાને જીવતી સળગાવી

કાલભૈરવ મંદિરના પુજારીએ એક તરફી પ્રેમમાં પાગલ બની એક પરણિતાને જીવતી સળગાવી દીધી હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી

કાલભૈરવ મંદિરના પુજારીએ એક તરફી પ્રેમમાં પાગલ બની એક પરણિતાને જીવતી સળગાવી દીધી હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી

    પ્રેમ પાગલ હોય છે, તેમાં પણ એક તરફી પ્રેમ તો માણસને પાગલ કરી દે છે, આવા પ્રેમમાં પાગલ લોકો ક્યારેક એવું કરી બેસે છે કે, પાચળથી પછતાવવાનો વારો આવે છે, સાથે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ અને જીવતર બંને જોખમમાં મુકાઈ જાય છે. આવી જ એક ઘટના રાજકોટથી સામે આવી છે, અહીં એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પરણિત યુવતીને જીવતી સળગાવી દીધી છે.

    પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના મોટામહુવા ગામ પાસે કાલભૈરવ મંદિરના પુજારીએ એક તરફી પ્રેમમાં પાગલ બની એક પરણિતાને જીવતી સળગાવી દીધી હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હાલમાં પીડિત પરણીતાની હાલત ગંભીર હોવાથી તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.

    આ ઘટનાની જાણ રાજકોટ તાલુકા પોલીસને થતા પોલીસ હોસ્પિટલમાં પહોંચી ગઈ છે. પોલીસે હાલમાં ઘટના કેમ, ક્યારે અને કોના દ્વારા સર્જવામાં આવી તે મુદ્દે તપાસ હાથ ધરી છે. પોલીસ પરણિતાની પુછપરછ કરવા આવી હતી, પરંતુ તેની હાલત ગંભીર હોવાથી હાલમાં કઈં બોલી શકે તેમ નથી, ડોક્ટરો પરણિતાની સારવારમાં જોડાઈ ગયા છે.

    પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, હજુ સુધી પરણિતાને સળગાવવાનું કારણ બહાર નથી આવ્યું, પરંતુ એક તરફી પ્રેમમાં પાગલ મોટા મહુવાના કાલભૈરવ મંદિરના પુજારીએ પરણિતાને સળગાવી હોવાનું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે. હાલમાં પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતીમાન કરી દીધા છે. વધારે માહિતી પરણિતાના નિવેદન અને આરોપીની ધરપકડ બાદ જ બહાર આવશે. હાલમાં સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

    તમને જણાવી દઈએ કે, આવતીકાલે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે છે. વેલેન્ટાઈન ડેને પ્રેમના પ્રતિક રૂપે ઉજવવામાં આવે છે, ત્યારે તેના એક દિવસ પહેલા જ એકતરફી પ્રેમમાં પાગલ પુજારીના આવા કૃત્યથી સમગ્ર વિસ્તારમાં ફીટકાર વરસાવવામાં આવી રહ્યો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Killed, Married woman, Mota mahuva village, Pro-love mad lover, રાજકોટ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन