તમારે ૩૦૦૦ રૂપિયા સુધીના E-memoથી બચવું હોય તો અપનાવો આ ઉપાય


Updated: February 10, 2020, 5:43 PM IST
તમારે ૩૦૦૦ રૂપિયા સુધીના E-memoથી બચવું હોય તો અપનાવો આ ઉપાય
પ્રતિકાત્મક તસવીર

રાજકોટમાં સૌથી વધુ દંડ જો વાહન ચાલકોને ફટકારવામાં આવતો હોય તો તે છે વન વેમાં વાહન ચલાવવાનો દંડ. ત્યારે મહાનગરપાલિકા દ્વારા એક લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે છેલ્લા કેટલાય સમયથી વાહન ચાલકોની એક ફરિયાદ જોવા મળતી હતી કે તેમના ઘરે વન-વે ટ્રાફિક નિયમનના ભંગનો ઈ મેમો આવે છે.

 • Share this:
રાજકોટઃ 1 સપ્ટેમ્બર 2019થી સમગ્ર દેશમાં મોટર વ્હીકલ એક્ટ 2019 (Motor Vehicle Act 2019) લાગું કરવામાં આવ્યો છે. જેના કારણે વાહન ચલાવતાં સમયે ટ્રાફિક નિયમનનો (traffic rules) ભંગ કરવા બદલ વાહન ચાલકે પહેલા કરતા પાંચ ગણો વધુ દંડ હાલ ભરવો પડી રહ્યો છે. ત્યારે આ કાયદો લાગુ થતાં હેલ્મેટ (helmet) પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જેને લઇને રાજકોટ (rajkot) સહિત સમગ્ર ગુજરાતમાં (Gujarat) વાહન ચાલકોનો રોષ જોવા મળ્યો હતો.

સોશિયલ મીડિયામાં (social media) લોકોએ પોતાનો રોષ ઠાલવતાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હેલ્મેટ મરજિયાત કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. જોકે બાદમાં ગુજરાત હાઇકોર્ટમાં (Gujart high court) પીઆઇએલ દાખલ થતાં તેના જવાબમાં રાજ્ય સરકાર દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું જે સોગંદનામા સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે રાજ્ય સરકાર દ્વારા હેલ્મેટ ક્યારેય પણ મરજિયાત બનાવવામાં આવ્યું નથી.

આ પણ વાંચોઃ-તમારા ફોન માટે ખતરનાક છે આ 24 App, ફટાફટ કરી દો Delete

ત્યારે હાલ રાજકોટમાં સૌથી વધુ દંડ જો વાહન ચાલકોને ફટકારવામાં આવતો હોય તો તે છે વન વેમાં વાહન ચલાવવાનો દંડ. ત્યારે મહાનગરપાલિકા (Rajkot Municipal corporation) દ્વારા એક લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે છેલ્લા કેટલાય સમયથી વાહન ચાલકોની એક ફરિયાદ જોવા મળતી હતી કે તેમના ઘરે વન-વે ટ્રાફિક નિયમનના ભંગનો ઈ મેમો આવે છે.

આ પણ વાંચોઃ-OMG! ઝારખંડમાં એક જ મંડપમાં બાપ અને બેટીએ લીધા અલગ અલગ ફેરા

પરંતુ રાજકોટના ક્યાં રાજમાર્ગો પર મહાનગરપાલિકા દ્વારા વન વે જાહેર કરવામાં આવ્યો છે તેની તેમની પાસે માહિતી નથી તો સાથે જ મોટાભાગના રાજમાર્ગોપર મહાનગરપાલિકા દ્વારા વન વે ના બોર્ડ લગાવવામાં નથી આવ્યા. ત્યારે આ ફરિયાદ મહાનગરપાલિકા સુધી પહોંચતાં મહાનગરપાલિકા દ્વારા રાજકોટના  ક્યા ક્યા રાજમાર્ગોપર વન વે જાહેર કરવામાં આવ્યો છે તેની માહિતી આપવામાં આવી છે.આ પણ વાંચોઃ-ચુંબકની જેમ પૈસા ખેંચી લાવશે આ છોડ, ફટાફટ ઘરે લઈ આવો ને જુઓ ચમત્કાર

ક્યાં ક્યાં રસ્તાઓ પર પ્રવેશ બંધ ફરમાવવામાં આવ્યો છે સવારના 09:00 થી રાત્રીના ૯ કલાક સુધી

 • સેન્ટ્રલ બેન્ક થી ઢેબર ચોક તરફ

 • ઢેબર ચોક થી દેના બેંક તરફથી
  કવિ નાનાલાલ માર્ગ થી લાખાજીરાજ રોડ તરફ

 • રાજેશ્રી સિનેમા થી સાંગણવા ચોક તરફ

 • પરા બજાર થી ગરેડીયા કુવા રોડ તરફ

 • ધર્મેન્દ્ર રોડ થી લાખાજીરાજ રોડ તરફ

 • ખડ પીઠ ચોક થી ઢેબર ચોક સુધી
  દાણાપીઠ થી પરા બજાર તરફ

 • દરબાર ગઢ થી ખત્રીવાડા ચોકથી રામનાથ પરા ગરબી ચોક સુધી
  નવા નાકા સોની બજાર થી ઢાળ તરફ

 • પ્રહલાદ સિનેમાથી ઘીકાટા ચોક તરફ

 • પરા બજાર થી પ્રહલાદ સિનેમા તરફ

 • કોઠારીયા પોલીસ ચોકી થી ગુજરી બજાર સુધી
  ગુજરી બજાર થી રામઝરુખા મંદિર તરફ

 • દેના બેન્ક થી ગોળ પીઠ ચોક ના ખૂણા સુધી થ્રી વ્હીલર માટે
  દાણાપીઠ થી મોચી બજાર તરફ

First published: February 10, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading