રાજકોટવાસીઓ સાવધાન! જાહેરમાં થૂંકશો તો ચૂકવવો પડશે મોટો દંડ

News18 Gujarati
Updated: May 16, 2019, 6:06 PM IST
રાજકોટવાસીઓ સાવધાન! જાહેરમાં થૂંકશો તો ચૂકવવો પડશે મોટો દંડ
પ્રતિકાત્મક તસવીર

પૂરા શહેરમાં જાહેર રસ્તા પર થૂંકતા લોકો પર 1000 જેટલા સીસીટીવી કેમેરા નજર રાખશે.

  • Share this:
રાજકોટમાં પાન-મસાલાના શોખિનો માટે ઝટકા સમાન સમાચાર આવ્યા છે. અમદાવાદ બાદ હવે રાજકોટમાં પણ જાહેરમાં થુંકનારને દંડ ફટકારવામાં આવશે. રાજકોટ મહાનગર પાલિકાએ આ મુદ્દે જાહેરનામું બહાર પાડ્યું છે. હવે જાહેરમાં થુકશો તો ઘરે આવશે ઈ-મેમો.

તમને જણાવી દઈએ કે મહાનગર પાલિકાએ જાહેરનામામાં ઉલ્લેખ કર્યો ચે કે, જે પણ વ્યક્તિ પ્રથમ વખત થૂંકશે તેને 250 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે, જો બીજી વખત ઝડપાશે તો, 500 રૂપિયા અને ત્રીજી વખત ઝડપાશે તો રૂપિયા 750 અને જો ઈ મેમો નહીં ભરવામાં આવે તો, મહાનગર પાલિકા દંડ વસુલવા ઘરે આવશે.

રાજકોટ શહેરને સ્વચ્છ રાખવાના હેતુથી જ્યાં ત્યાં પાન-મસાલા ખાઈ થુંકનારની હવે ખેર નથી. પૂરા શહેરમાં જાહેર રસ્તા પર થૂંકતા લોકો પર 1000 જેટલા સીસીટીવી કેમેરા નજર રાખશે. ચાલુ વાહને રસ્તામાં થૂંકનારા લોકોને પણ દંડ ફટકારવામાં આવશે. આ અંતર્ગત રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

તમને એ પણ જણાવી દઈએ કે, સૌરાષ્ટ્રમાં પાન-મસાલાના શોખિનો ખુબ છે, તેમાં પણ રાજકોટમાં માવાના શોખિનો વધારે છે. હવે માવાના શોખિનોએ જ્યાં ત્યાં ગંદકી કરવી ભારે પડી જશે. રાજકોટ મહાનગર પાલિકાના આ નિર્ણયને લોકોએ ઉત્સાહભેર વધાવી લીધો છે, પરંતુ માવાના શોખિનોની ચિંતા વધી ગઈ છે, હવે મનપાના આ નિર્ણય બાદ સાવચેતી રાખવી પડશે. મહાનગર પાલિકાએ લોકોને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પણ મહાનગર પાલિકાએ જાહેરમાં રસ્તા પર પાન મસાલા ખાઈ થૂંકી ગંદકી ફેલાવતા લોકોને દંડ ફટકારવાનું શરૂ કર્યું છે. કેટલાએ લોકોને ઈ-મેમા મોકલવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગર પાલિકાના આ નિર્ણયને શહેરવાસીઓએ વધાવી લીધો હતો, આજ રીતે રાજકોટવાસીઓએ પણ પાલિકાના નિર્ણયને એક સારૂ પગલું ગણી વધાવી લીધો છે.
First published: May 16, 2019, 6:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading