Home /News /kutchh-saurastra /

રાજકોટમાં શિક્ષણમંત્રીનું વિવાદિત નિવેદન: ગુજરાતનું શિક્ષણ પસંદ ન હોય તો બહાર જાવ- જીતુ વાઘાણી

રાજકોટમાં શિક્ષણમંત્રીનું વિવાદિત નિવેદન: ગુજરાતનું શિક્ષણ પસંદ ન હોય તો બહાર જાવ- જીતુ વાઘાણી

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના માર્ગદર્શનમાં શિક્ષણ ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવા સતત પ્રયત્‍ન કરવામાં આવી રહ્યા છે.

મંત્રી જીતુ વાઘાણીએ તેમના સંબોધનમાં જણાવ્‍યું હતું કે, મહાનગર પાલિકા દ્વારા બે મહત્‍વના પ્રોજેકટ અને સ્માર્ટ સ્‍કુલ અને ફુલ માર્કેટનો લોકાર્પણ કર્યું છે. ફુલ અને શિક્ષણ બંને ઉર્જાના પ્રતિક છે. રાજ્‍ય સરકાર પણ ગુણવત્તાપ્રદ શિક્ષણ માટે વ્‍યવસ્‍થામાં ક્રમશ.નવા નવા બદલાવ લાવી રહી છે.

વધુ જુઓ ...
  મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ (Rajkot): મહાનગરપાલિકા  (Mahanagarpalika)દ્વારા વોર્ડ નં. 7માં (Ward:-07) રૂ. 3.40 કરોડના (3.40 Crore) ખર્ચે સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નં.૧૬ના (Sant Tulsidas Primary School No. 16) નવનિર્માણ પામેલ બિલ્‍ડીંગનું તથા રૂ.૪૮.૫૧ લાખના(48.51 lakh) ખર્ચે રામનાથપરા (Ramnathpara) મુક્‍તિધામ પાસે બનાવવામાં આવેલ ફૂલબજારનું લોકાર્પણ કરવામાં આવ્યુ. ગુજરાત રાજયના શિક્ષણ મંત્રી (Education minister) અને રાજકોટના પ્રભારી મંત્રી (Minister in charge) જીતુ વાઘાણીના (Jitu Vaghani) વરદ હસ્‍તે મંત્રી અરવિંદ રૈયાણીની ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યુ. આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર ડો. પ્રદિપ ડવ ઉપસ્‍થિત રહેલ. સંયુક્‍ત ડાયસ કાર્યક્રમ શાળા નં.૧૬માં યોજાયો હતો.

  મંત્રી જીતુ વાઘાણીએ તેમના સંબોધનમાં જણાવ્‍યું હતું કે, મહાનગર પાલિકા દ્વારા બે મહત્‍વના પ્રોજેકટ અને સ્માર્ટ સ્‍કુલ અને ફુલ માર્કેટનો લોકાર્પણ કર્યું છે. ફુલ અને શિક્ષણ બંને ઉર્જાના પ્રતિક છે. રાજ્‍ય સરકાર પણ ગુણવત્તાપ્રદ શિક્ષણ માટે વ્‍યવસ્‍થામાં ક્રમશ.નવા નવા બદલાવ લાવી રહી છે. રાજ્‍યમાં ૪૦ હજાર જેટલી શાળાઓ છે અને તેમાં ૩ લાખથી વધુ શિક્ષકો અને અન્‍ય સ્‍ટાફ છે તેમજ ૧ કરોડથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્‍યનું ઘડતર થઇ રહ્યું છે.

  વધુમાં, તેમણે કહ્યું હતું કે અગાઉના સમયમાં બાળક દસ થી બાર વર્ષનું થાય ત્‍યારે તેને શાળાએ મુકવા જતા કેમકે ત્‍યારે સુવિધાનો અભાવએ તેઓની મજબુરી હતી. છેલ્લા ૨૮ વર્ષમાં ભાજપએ આ વ્‍યવસ્‍થામાં બદલાવ લાવી આધુનિક સુવિધાઓ શાળાને આપવાનું શરૂ કર્યું.સરકારી શાળાઓમાં ક્‍વોલિટીવાળા શિક્ષકો છે. સમાજમાં કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ આલોચના જ કરતા રહે છે. આપણું ગુજરાત ખૂબ સારું છે છતાં કેટલાક લોકો ટીકા કરતા રહે છે. ટીકા ભલે થાય પણ તેમાં તથ્‍ય અને સત્‍ય હોવું જોઈએ. તો જ નવા સુધારા આવી શકશે સમાજમાં.  આ પણ વાંચો: સુરતના દિગ્ગજ કોંગી નેતા નાનસિંહ વસાવા ભાજપમાં જોડાયા

  મંત્રી અરવિંદ રૈયાણીએ પ્રાસંગિક પ્રવચનમાં એમ કહ્યું હતું કે, સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેવી ભાજપ સરકારની નેમ છે અને તેના માટે સરકાર કોઈ કચાસ છોડતી નથી. બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ અને અન્‍ય આનુસાંગિક આધુનિક સુવિધાઓ મળી રહે તે માટે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્‍વમાં તેમજ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના માર્ગદર્શનમાં શિક્ષણ ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવા સતત પ્રયત્‍ન કરવામાં આવી રહ્યા છે.

  આ પણ વાંચો: હવે સેનામાં 3 થી 5 વર્ષ માટે યુવાનોની ભરતી થઈ શકશે, ટૂંક સમયમાં જાહેરાત થશેઃ સૂત્રો

  વધુમાં સંબોધનમાં મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા કરવામાં આવેલ. જેમાં જણાવેલ કે, રાજકોટ મનપા દ્વારા બાળકથી લઈને વૃધ્‍ધ સુધીના લોકોની સુવિધાઓ અને સેવાઓ માટેની ચિંતા કરવામાં આવે છે.ફૂલ કુદરતની ભેટ છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખેડૂતોને અને વેપારીઓને ફૂલ વેચાણની સુવિધા મળે તે માટે સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત રાજકોટમાં ફૂલ માર્કેટ બનાવેલ છે. જેમાં, ૮૩ થડાની સુવિધા આપવામાં આવેલ છે.

  મ્‍યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા મહાનુભાવોનું શાબ્‍દિક સ્‍વાગત સાથે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે માર્કેટ સમિતિના ચેરમેન દેવુબેન જાદવ દ્વારા પુસ્‍તક આપી મંચ પર મહાનુભાવોનું સ્‍વાગત કરેલ.કાર્યક્રમની આભારવિધિ નગર પ્રાથમિક શિક્ષણ સમિતી ચેરમેન અતુલભાઈ પંડિતએ કરેલ.જેમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્‍ય ગોવિંદ પટેલ, લાખા સાગઠીયા, બક્ષીપંચ મોરચાના અધ્‍યક્ષ ઉદય કાનગડ, ડે.મેયર ડો.દર્શિતા શાહ,સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કર પટેલ, મ્‍યુનિ.કમિશનર અમિત અરોરા સહીતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Jituvaghani, Rajkot city, રાજકોટ

  આગામી સમાચાર