રાજકોટ : પત્ની કુદરતી હાજતે જતી ત્યારે ગોવિંદ છૂપી રીતે જોતો હતો, પતિએ કરી હત્યા


Updated: May 27, 2020, 3:22 PM IST
રાજકોટ : પત્ની કુદરતી હાજતે જતી ત્યારે ગોવિંદ છૂપી રીતે જોતો હતો, પતિએ કરી હત્યા
રાજકોટમાં પતિએ પત્નીના કુદરતી હાજતે જતા જોતા આધેડનું કાસળ કાઢી નાખ્યું

ગઈકાલે શહેરમાંથી મળી આવેલા અજાણ્યા શખ્સના મૃતદેહનું રહસ્ય ખૂલ્યું, આધેડની હત્યા કરી લાશને બારદાનમાં લપેટી નાંખી દીધી હતી

  • Share this:
રાજકોટ માં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. શહેરના બારદાન રોડ પર ગઈકાલે એક અજાણ્યા શખ્સ નો મૃતદેહ મળ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ના ગળા માંથી દોરી બાંધેલી મળી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં વૃદ્ધની બે દિવસ પહેલા હત્યા કરવામાં આવી હતી.

પોલીસે વધુ તપાસ કરતા જ્યાંથી મૃતદેહ મળ્યો તેની બાજુની એક દુકાન બહાર તૂટેલો સીસીટીવી કેમેરો જોવા મળ્યો હતો. જેને કારણે પોલીસને શંકા જતા ડીવીઆર ચેક કરવામાં આવ્યું હતું. જેમાં 23 મેં ના રોજ એક અજાણ્યા વ્યક્તિ દ્વારા કેમેરો તોડી નાખવાની ઘટના સામે આવી હતી જેની પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી તોડનાર વ્યક્તિ ને ઝડપી પૂછપરછ કરી હતી જેમાં તેણે પત્ની સાથે મળીને હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.

આ પણ વાંચો :   રાજ્યમાં કોરોનાનો મૃત્યુઘંટ વાગ્યો, વધુ કેસ ધરાવતા રાજ્યોમાં મોતની ટકાવારીમાં ગુજરાત મોખરે

હત્યા કરનાર વ્યક્તિ અલીમહોમદ ત્યાંજ નજીકની કૈલાસ કંપનીમાં તેની પત્ની અને બાળકો સાથે રહે છે. પોલીસની વધુ પૂછપરછ માં આરોપી અલીમહોમદે જણાવ્યું હતું કે તેના પત્ની નનકીબેગમ જ્યારે કુદરતી હાજતે જતી હતી ત્યારે મરણજનાર ગોવિંદ ચાવડા તેને છૂપાઈને જોતો હોવાની શંકા અલીમહોમદ ને જતા ગોવિંદભાઇ ની હત્યા કરી નાખી હતી.

આ પણ વાંચો :   સુરતથી વતન જવા નીકળેલા શ્રમિકનું તડકો લાગતા સારવાર દરમિયાન મોત

ગોવિંદભાઇ જ્યારે રાત્રી ના સમયે બારદાન રોડ પર ચોકીદારી ની નોકરી કરતા હતા ત્યારે અલીમહિમદે પહેલા બાજુની દુકાનનો સીસીટીવી કેમેરો તોડી નાખ્યો હતો અને બાદમાં દોરી વડે ગોવિંદભાઇ ને ગળેટૂંપો આપી હત્યા નીપજાવી હતી. હત્યા બાદ અલીમહોમદે પોતાની પત્ની ને બોલાવી બંને એ ગોવિંદભાઇ ના મૃતદેહ ને નજીકમાં પડેલા કોથળા ના ઢગલામાં નીચે મૂકી નાસી ગયા હતા. જોકે પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યા નો ભેદ ઉકેલાયો હતો.
First published: May 27, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading