Rajkot: લગ્ન બાદ પણ પત્નીને અજાણ્યા શખ્સ સાથે સંબંધ રાખવા પડ્યા ભારે, પતિએ ગુસ્સામાં ઉતારી મોતને ઘાટ
Rajkot: લગ્ન બાદ પણ પત્નીને અજાણ્યા શખ્સ સાથે સંબંધ રાખવા પડ્યા ભારે, પતિએ ગુસ્સામાં ઉતારી મોતને ઘાટ
કપલની તસવીર
Rajkot crime news:રાજકોટ જિલ્લાના જસદણમાં (Jasadan) ચાર મહિના પૂર્વે લગ્ન કરનારા પતિને પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા (husband killed wife) જતાં તેને ગળે ટૂંપો દઇ મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું સામે આવ્યું છે.
રાજકોટઃ રાજકોટ જિલ્લાના (Rajkot) ગ્રામ્ય પંથકમાં એક જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ જિલ્લાના જસદણમાં (Jasadan) ચાર મહિના પૂર્વે લગ્ન કરનારા પતિને પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા (husband killed wife) જતાં તેને ગળે ટૂંપો દઇ મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું સામે આવ્યું છે. મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે જસદણની સરકારી હોસ્પિટલ (Jasdam government hospital) ખાતે આવેલ પીએમ રૂમે ખસેડવામાં આવ્યો છે. તો સાથે જ સમગ્ર મામલે પોલીસ (Police) દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના જસદણ મુકામે ગઢડીયા રોડ પર આવેલી સૂર્ય વંદના સોસાયટીમાં રહેતી આશિયાના બેન પઠાણ મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સ સાથે ફોન પર વાતચીત કરતી હતી. યોગાનું યોગ એજ સમયે તેનો પતિ પણ ત્યાં આવી પહોંચ્યો હતો.
ત્યારબાદ પણ પત્નીએ અજાણ્યા શખ્સ સાથે વાતચીત ચાલુ રાખતા પતિ રોષે ભરાયો હતો. જોતજોતામાં પત્ની ઉપર ઘાતકી હુમલો કરી ગયા ટુપો દઈ તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
સમગ્ર મામલાની જાણ જસદણ પોલીસને થતાં જસદણ પોલીસનો કાફલો તાત્કાલીક અસરથી ઘટનાસ્થળે દોડી ગયો હતો. જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે પણ ખસેડવામાં આવી હતી.
ચાર મહિના પૂર્વે જ જે દીકરીને પિયરથી સાસરીમાં રાજીખુશી વળાવી હતી. તે જ દીકરીના મૃત્યુના સમાચાર સાંભળી પિયર પક્ષના લોકો તાત્કાલિક અસરથી જસદણ દોડી આવ્યા હતા અને ત્યાર બાદ મૃતકના પિતાએ પોતાના જમાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ત્યારે પોલીસને ફરિયાદ મળતા પોલીસે પોતાની જ પત્નીના હત્યાના ગુનામાં સંડોવાયેલ મહંમદશાહ પઠાણની અટકાયત કરી છે. તેમજ તેનો કોવીડ ટેસ્ટ સહિતની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવશે. તેમજ આવતીકાલના રોજ આરોપી મહંમદ શાહ પઠાણને પોતાની પત્નીની હત્યા કરવાના ગુના સબબ કોર્ટમાં જસદણ શહેર પોલીસ દ્વારા રજૂ કરવામાં આવશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર