કરુણ ઘટના! રાજકોટઃ સીમંત માટે પત્નીને રેલવે સ્ટેશન મુકીને ઘરે આવતા પતિનું ત્રિપલ અકસ્માતમાં મોત

કરુણ ઘટના! રાજકોટઃ સીમંત માટે પત્નીને રેલવે સ્ટેશન મુકીને ઘરે આવતા પતિનું  ત્રિપલ અકસ્માતમાં મોત
ઘટના સ્થળની તસવીર

કાર બાઈક અને રિક્ષા વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં બાઈકચાલક કલ્પેશભાઈ મારુ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

  • Share this:
રાજકોટ: રાજકોટ જિલ્લાના (Rajkot districk) વાહનચાલકો માટે મંગળવારનો દિવસ અમંગળ સાબિત થયો હતો. બે જેટલા અકસ્માતના (Accident) બનાવ સામે આવ્યા હતા. જેમાં બે વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે બુધવારના રોજ લોઠડા નજીક કાર રીક્ષા અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત (Triple accident) સર્જાતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે કે બે વ્યક્તિઓ ઘાયલ થતાં તેમને હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યા હતા.

બુધવારના રોજ કોઠારીયા ગામ નજીક આવેલા લોઠડા પાસે વહેલી સવારે બાઈક રીક્ષા અને કાર વચ્ચે ત્રીપલ  અકસ્માત સર્જાયા હોવાનો બનાવ સામે આવ્યો હતો. ઘટનાસ્થળે કોટડાસાંગાણી પંથકમાં રહેતા બાઇકચાલક યુવાનનું મોત નીપજ્યું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર કોટડાસાંગાણીના દેવળીયા ગામે રહેતો કલ્પેશ ભાઈ વિઠ્ઠલભાઈ મારુ નામ નો યુવાન પોતાની પત્નીને રેલવે સ્ટેશનથી મૂકીને પરત આવતો હતો. આ સમયે લોઠડા નજીક પહોંચતા સામેથી આવતી કારના ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા રિક્ષા અને બાઈકને અડફેટે લીધું હતું.

આ પણ વાંચોઃ-આયેશાની આખી કહાની! કોણ છે પતિ આરિફ ખાન જેના માટે આયેશાએ હસતાં મોંઢે મોતને વ્હાલું કર્યું

આ પણ વાંચોઃ-પતિએ ફરી શરું કર્યો MBAનો અભ્યાસ, યુવતી સાથે થયું 'લફરું', એક્સ્ટ્રા ક્લાસના બહાને રાત્રે જતો હતો પ્રેમિકા પાસે, પત્નીએ આવી રીતે પકડ્યો

કાર બાઈક અને રિક્ષા વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં બાઈકચાલક કલ્પેશભાઈ મારુ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કે રીક્ષામાં બેઠેલા રામભાઇ પરમાર તેમજ સુરેશભાઈ ચૌહાણ નામના બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ-દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા

આ પણ વાંચોઃ-રાજકોટઃ 'ઘર કંકાસના કારણે આપઘાતનું પગલું ભર્યું છું', ડોક્ટરના પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

મૃતક બાઇક ચાલક ને સંતાનમાં ત્રણ વર્ષ અને પાંચ વર્ષના બે પુત્રો હોવાનું સામે આવ્યું છે. ત્યારે માસુમ બંને બાળકો એ પિતાનું મૃત્યુ થતાં પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મંગળવારના રોજ રાજકોટ જિલ્લામાં બે જેટલા અકસ્માતના બનાવ સામે આવ્યા હતા. એક અકસ્માત ગોંડલ શહેરના જેતપુર રોડ ઉપર બન્યો હતો જેમાં પતિની સામે જ પત્નીનું મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે કે બીજો બનાવ જેતપુરના તત્કાલ હનુમાન ચોકડી પાસે બન્યો હતો. જે અકસ્માતમાં ઈકો કાર અને બાઈક વચ્ચે અથડામણ થતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જે સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થવા પામ્યો હતો.
Published by:ankit patel
First published:March 03, 2021, 22:57 pm

ટૉપ ન્યૂઝ