રાજકોટઃ પત્નીના લફરાંથી કંટાળી પતિ છરી લઈને તૂટી પડ્યો, છરી તૂટી ત્યાં સુધી મારતો રહ્યો ઘા, છતાં ન ધરાયો તો સાફા વડે ટૂંપો આપ્યો
રાજકોટઃ પત્નીના લફરાંથી કંટાળી પતિ છરી લઈને તૂટી પડ્યો, છરી તૂટી ત્યાં સુધી મારતો રહ્યો ઘા, છતાં ન ધરાયો તો સાફા વડે ટૂંપો આપ્યો
પતિ અને પત્નીની ફાઈલ તસવીર
rajkot crime news: પત્નીની હત્યા કર્યા બાદ પતિએ (husband killed wife) પોલીસ કંટ્રોલ રૂમ (police control room) પર ફોન કરીને કહ્યું હતું કે ‘મારી પત્ની ચારિત્રહીન છે, તેના લફરાંથી કંટાળીને તેને મેં પતાવી દીધી છે. કયા પોલીસ સ્ટેશનમાં (police station) હું હાજર થાઉં.
રાજકોટઃ રાજકોટ શહેરમાં (Rajkot news) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં સાત ભવ સાથે રહેવાનું વચન આપનાર પૂર્વ પતિએ જ પોતાની પૂર્વ પત્નીની હત્યા (husband killed wife) કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે મૃતક યુવતીના પિતાની ફરિયાદના (girl father complaint) આધારે યુનિવર્સિટી પોલીસ (university police) દ્વારા હત્યાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા હત્યારા પૂર્વ પતિની ધરપકડ પણ કરવામાં આવી છે. તેમજ હત્યાના કામે વાપરવામાં આવેલ તિક્ષણ હથિયાર સહિતની વસ્તુઓ પણ કબજે કરવામાં પણ આવી છે. અહીં ક્રૂરતાની વાત એ છે કે પતિએ પોતાની પત્નીને છરી વડે એટલા બધા ઘા મારતો રહ્યો કે છરી પણ તૂટી ગઈ અને આમ છતાં પણ ન ધરાયો તો સાફા વડે જીવ ન ગયો ત્યાં સુધી ગળા ટૂંપો આપ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારની રાત્રે રાજકોટ શહેર પોલીસ કંટ્રોલરૂમમાં એક વ્યક્તિનો ફોન આવ્યો હતો. જે વ્યક્તિએ ફોનમાં પોલીસ કંટ્રોલરૂમમાં ફરજ પર હાજર રહેલા અધિકારીને જણાવ્યું હતું કે, મારી પત્નીના ચરિત્ર નથી કંટાળી મેં તેની હત્યા કરી નાખી છે હું કયા પોલીસ સ્ટેશનમાં હાજર થાઉં. પોલીસ કંટ્રોલરૂમમાં ફરજ પર હાજર રહેલા અધિકારીને થોડીક વાર માટે તો કોઈએ કેફી પદાર્થ પીધા બાદ ખોટો ફોન કર્યો હોય તેવું લાગ્યું હતું.
જોકે પોલીસ કંટ્રોલ રૂમના સ્ટાફે ખરાઈ કરવા માટે વ્યક્તિને સરનામું પૂછતા તેને ઘંટેશ્વર એસઆરપી કેમ્પ પાસેનું સરનામું જણાવ્યું હતું. ત્યારે પોલીસ કંટ્રોલરૂમ દ્વારા યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. ત્યારબાદ પોતાની પૂર્વ પત્નીની હત્યા કરનાર શૈલેષ પંચાસરા પોલીસ પાસે સામે ચાલીને આવ્યો હતો.
ત્યારબાદ યુનિવર્સિટી પોલીસને અવાવરૂ સ્થળ પર લઈ જઈ પોતાની પૂર્વ પત્ની નેહાની લાશ પણ બતાવી હતી. પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોને સમગ્ર મામલાની જાણ પણ કરવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે તે પોતાની પૂર્વ પત્નીના આડા સંબંધોથી કંટાળી ગયો હોય તેના કારણે તેને પોતાની પૂર્વ પત્નીની હત્યા કરી છે. શૈલેષ ઉર્ફે રાહુલ ડ્રાઇવિંગ કરે છે. પાંચ વર્ષ પૂર્વે તેના નેહા સાથે પ્રેમ લગ્ન થયા હતા. લગ્ન સંબંધ દરમિયાન સંતાનમાં તેમને બે વર્ષની પુત્રી પણ છે.
આઠ માસ પૂર્વે જ સાસરિયાઓના ત્રાસના કારણે નેહાએ શૈલેષ ઉર્ફે રાહુલ સાથે છૂટાછેડા લઇ લીધા હોવાનું નેહાના પરિવારજનોએ જણાવ્યું છે. પતિ સાથે છૂટાછેડા લીધા બાદ નેહા પિતાના ઘરે ઘંટેશ્વર વોટર્સ માં રહેતી હતી તેમજ અગરબત્તીના ગૃહ ઉદ્યોગમાં નોકરી એ પણ લાગી હતી.
આરોપીએ પોલીસને જણાવ્યું છે કે, પાંચ દિવસથી તેને નેહાની હત્યાનો વિચાર કરતો હતો. દરમિયાન શુક્રવારે નેહાએ ફોન કરી બજરંગવાડી સુધી મૂકી જવા કહેતા શૈલેષ ઉર્ફે રાહુલ તેને તેડવા માટે બોલેરો લઈને ઘંટેશ્વર ગયો હતો.
ત્યારબાદ તે બજરંગવાળી લઇ જવાને બદલે નેહા ને લઇ અટલ સરોવર પાસે લઈ ગયો હતો. ત્યારબાદ નેહાને બોલેરો માંથી નીચે ઉતારી તેની ઉપર છરી વડે તૂટી પડયો હતો. છરી તૂટી જતા શૈલેષ ઉર્ફે રાહુલ ખભે રાખવાના ફાળિયાથી ગળા ટુપો દઈ તેને મારી નાખી હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર