રાજકોટ : હ્રદય દ્વાવક ઘટના! 'મારી પત્નીને કહેજો મેરૂ સાથે જિંદગી કાઢે..,' પતિએ જિંદગી ટૂંકાવી

રાજકોટ : હ્રદય દ્વાવક ઘટના! 'મારી પત્નીને કહેજો મેરૂ સાથે જિંદગી કાઢે..,' પતિએ જિંદગી ટૂંકાવી
રાજકોટના પતિની કરૂણ કહાણી

પર પુરૂષ સાથે પત્નીના આડા સંબંધોના આક્ષેપ કરી ભાવુક અંતિમ ચિઠ્ઠી લખી પતિનો આપઘાત, 'પોલીસ મારા છોકરાઓને કૂકડાં બનાવી અને અને સરઘસ કાઢે'

  • Share this:
રાજકોટ શહેરમાં (Rajkot) અજીબોગરીબ આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. પત્નીના અન્ય પુરુષ સાથેના સંબંધ (Extra Marital affair of Wife) અને પુત્રોના શારીરિક માનસિક ત્રાસના કારણે મિસ્ત્રી કામ કરતા જયસુખભાઇએ ટ્રેન હેઠળ પડતું મુકી પોતાનું જીવન ટુંકાવ્યું (Husband committed Suicide) છે.  પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારના રોજ પીડીએમ કોલેજ સામેના ફાટક પાસે એક યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો હતો. ઘટનાની જાણ થતાં માલવિયાનગર પોલીસના પીએસઆઈ બી. બી. રાણા અને પ્રશાંત સિંહ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.

ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે આપઘાત કરનાર જયસુખ ભાઈ પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. જે સ્યુસાઇડ નોટમાં કેટલાક ચોંકાવનારા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.'મારી પત્ની જયશ્રી બંને પુત્ર સુમિત અને વિરલ મને અસહ્ય પરેશાન કરે છે'

જયસુખ ભાઈ પાસેથી મળેલી ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું હતું કે, શ્રીમાન પોલીસ કમિશનર સાહેબ. અમારી સ્યુસાઈડ નોટમાં સાચી હકીકત જણાવીશ તો તેનો અમલ વહેલાસર કરવા બાબત. હું છેલ્લા ત્રણ વર્ષથી પરેશાન છું. મારી પત્ની જયશ્રી બંને પુત્ર સુમિત અને વિરલ મને અસહ્ય પરેશાન કરે છે. છેલ્લા બે દિવસથી મને ઢોરમાર મારવામાં આવ્યો છે તે વિશે મારા પાડોશમાં પૂછપરછ કરવા વિનંતી. તેમજ મારા બંને પુત્રોને આકરામાં આકરી સજા થાય તેવી મારી નમ્ર વિનંતી છે.

આ પણ વાંચો : મોડાસા : કરૂણ ઘટના! પિતા માટે ઑક્સીજન લેવા નીકળેલા પુત્રની કારનો અકસ્માત, બેનાં મોત, બનાવ CCTVમાં કેદ

'કમર પટ્ટાના છથી સાત જેટલા કટકા થઈ ગયા હોવા છતાં મને માર મારવાનો બંધ કરવામાં નહોતો આવ્યો'

જયસુખ ભાઈ પાસેથી મળેલી ચિઠ્ઠીમાં જણાવવામાં આવ્યું છે કે, સોમવારના રોજ સાંજે ચાર વાગ્યા આસપાસ રૂમનું બારણું બંધ કરી મને ઢોરમાર મારવામાં આવ્યો હતો. મારી પત્ની એક ગાળો દઈ હાથમાં સાવરણી અને પ્લાસ્ટિકનો પાઈપલાઈન તૂટી પડી હતી. મારા નાના છોકરા વિરલ મારા મોઢા ના છ દાંત પાડી નાખ્યા હતા. જ્યારે કે મોટા પુત્ર સમિતે કમર પરથી મને માર માર્યો હતો. કમર પટ્ટાના છથી સાત જેટલા કટકા થઈ ગયા હોવા છતાં મને માર મારવાનો બંધ કરવામાં નહોતો આવ્યો. મારા પરિવારના સભ્યો દ્વારા મને છેલ્લા પાંચ દિવસથી ખાવાનું આપવામાં નથી આવ્યું. ત્યારે મારા પુત્રને આજીવન કેદની સજા થાય તેવું હું ઇચ્છું છું. મારી પત્ની ની ચાલ ચલગત પણ સારી નથી. મારા છોકરાઓ ને કુકડા બનાવી તેમનું સરઘસ કાઢજો.

આ પણ વાંચો : રાજકોટ : કોરોનાકાળમાં પણ સાસરીયાઓનો આતંક! સંક્રમિત મહિલાને ત્રણ દિવસ ભોજન ન આપ્યું

તો સાથે જ ચિઠ્ઠીમાં કેટલાક રાજભા મંગલ પાંડે સરોજ પૂનમ નાગજી હંસાબેન મનુભાઈ મહેશ્વરી સહિતના નામો પણ લખવામાં આવ્યા છે. ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું છે કે મારો મોબાઇલ મારા મોટા પુત્ર સમિત પાસેથી લઈ લેજો તેમાંથી તમને તમામ સબૂત મળી જશે. મારી બાપદાદાની મિત્રો પી મકાન જયશ્રી અને તેના પ્રેમી મેરુ ફાંગલીયા એ 180000 માં પણ આવેલું છે. જેની મકાનની કિંમત રૂપિયા 30 થી 40 લાખ થાય છે. તે મકાન મેરુ ના ભત્રીજા હિરેન તેની પત્નીના નામે લખાવી લીધેલ છે.

'પત્નીને કહેજો મેરુ સાથે જિંદગી કાઢે, એ તારો જાનુ છે તને બધું પૂરું પાડે છે'

જયસુખ ભાઈ પાસેથી મળેલી ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું છે કે, મને માફ કરજો જય શ્રી તે મારી એક વાત માની હોત તો હું આ પગલું ન ભરત. હવે તું આઝાદ મારા મરણ પછી મારુ હોન્ડા મારા ભત્રીજા અમિત ને સોપજો. મારી પત્ની ને કેજો કે હવે મેરુ સાથે જિંદગી કાઢે, એ તારો જાનુ છે તને બધું પૂરું પાડે છે.

ત્યારે હાલ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
Published by:Jay Mishra
First published:May 04, 2021, 15:55 pm

ટૉપ ન્યૂઝ