રાજકોટ કલેક્ટરની માનવતા : HIVગ્રસ્ત દંપતીને મફત દવા ફરી ચાલુ કરાવી, રહેવાની વ્યવસ્થા કરી આપી


Updated: March 16, 2020, 2:26 PM IST
રાજકોટ કલેક્ટરની માનવતા : HIVગ્રસ્ત દંપતીને મફત દવા ફરી ચાલુ કરાવી, રહેવાની વ્યવસ્થા કરી આપી
જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનની ફાઇલ તસવીર

શારીરિક રીતે નાસીપાસ થયેલા દંપતીને કલેક્ટરે અંત્યોદય રેશનકાર્ડ બનાવી આપ્યું, રહેઠાણની વ્યવસ્થા પણ કરાવી આપી.

  • Share this:
રાજકોટ : રાજકોટના (Rajkot)ના જીલ્લા કલેકટરનો (District collector) માનવતાભર્યો (Humanity) કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં (Rajkot)( રહેતું HIVગ્રસ્ત દંપતી કે જેમને નાદુરસ્ત તબિયતને કારણે શરીર ક્ષીણ થઈ ગયું હતું. આ દંપતી તેની 6વર્ષની પુત્રી સાથે જીલ્લા કલેક્ટર પાસે પહોંચ્યા હતા અને મદદ ની માંગ કરી હતી. જીલ્લા કલેકટર દ્વારા તાત્કાલિક પગલા ભરી તમામ વ્યવસ્થા કરી આપી હતી. આ દંપતીને મળતો મફત દવાનો પુરવઠો બંધ થઈ ગયો હતો જે કલેક્ટરે ફરી ચાલુ કરાવી આપ્યો હતો અને પ્રાંત અધિકારીને કહીને રહેવાની વ્યવસ્થા પણ કરી આપી હતી.

ઘટનાની માહિતી એવી છે કે  શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં રહેતા પતિ-પત્ની કે જે એચઆઈવી પોઝિટિવ છે તેમને મળતો મફત દવાનો જથ્થો કોઇ કારણસર બંધ થયો હતો. શરીર પણ ક્ષીણ થયું, સહાય માટે પ્રયત્નો કર્યા પણ કશું ન થયું તેથી નાસીપાસ થઈ અંતિમ પ્રયાસ કરવા જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને મળવા ગયા હતા.

આ પણ વાંચો :  સૌરાષ્ટ્રને રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બનાવી જયદેવ ઉનડટ થયો 'ક્લિન બોલ્ડ', સગાઈની જાહેરાત કરી

જીલ્લા કલેકટરને દંપતીએ પોતાની આપવીતી કહેતાં જ કલેક્ટરે આશ્વાસન આપી પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલને દંપતીની જવાબદારી સોંપી હતી તેમજ દંપતીને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું અને પ્રાંત અધિકારીએ પણ તે જ દિવસે દંપતીના નામનુ અંત્યોદય રેશનકાર્ડ બનાવ્યું. જ્યાં નોકરી કરતા હતા ત્યાં રહેઠાણની વ્યવસ્થા કરી આપી તેમજ દીકરીને અભ્યાસ માટે શિક્ષણાધિકારીને જાણ પણ કરી આપી.

આ પણ વાંચો : અમદાવાદ : ઘોડા પર બેસીને મફતમાં વસ્તુઓ માંગતો કુખ્યાત ગુંડો પત્ની સાથે ઝડપાયો, ચોંકવનારા કારસ્તાનમાં સંડોવણી

દંપતીને દવાનો જથ્થો નિયમિત મળે તે માટે સિવિલમાં પણ સૂચના અપાઈ હતી.  સરકારી સહાય, દસ્તાવેજની જરૂર હોય તે પૂરા કરવા માટે તલાટીને હુકમ કર્યો હતો. દર મહિને ૩૫ કિલો અનાજ મફત મળશે. દંપતિની સમસ્યા એક જ દિવસમાં હલ થઈ ગઈ હતી. જીલ્લા કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતુકે કોઈ પણ વ્યક્તિ તકલીફ માં હશે તેને યોગ્ય મદદ કરવામાં આવશે.
First published: March 16, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading