રાજકોટ : ઉનાળું મગફળી કરતા પણ તલનું વાવેતર વધ્યું, ખેડૂતોને સારા ભાવની આશાા

રાજકોટ : ઉનાળું મગફળી કરતા પણ તલનું વાવેતર વધ્યું, ખેડૂતોને સારા ભાવની આશાા
પ્રતિકાત્મક તસવીર

ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોએ ભારે નુકસાન સહન કરવું પડ્યું છે ત્યારે આ વર્ષે ઉનાળું તલનું ત્રણ ગણું વધારે વાવેતર થયાનો અંદાજ.

  • Share this:
રાજકોટ : ગત વર્ષે ખૂબ જ સારો વરસાદ પડવા છતાં ખેડૂતો માટે નુકસાનકારણ વર્ષ રહ્યું હતું. અતિવૃષ્ટિ જેવીઆફતને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું હતું. આ વર્ષે ખેડૂતોએ એક નવી આશા સાથે ઉનાળું પાકનું વાવેતર કર્યું છે. ઉનાળું પાકના વાવેતરમાં આ વર્ષે તલનું સૌથી વધુ ઉત્પાદન જોવા મળશે. ત્યાર બાદ મગફળી, જુવાર, અડદનું ઉત્પાદ જોવા મળશે.

આ વર્ષે ગત વર્ષ કરતા ત્રણ ગણા વધારે તલનું વાવેતર થયું છે. ગત વર્ષે સૌરાષ્ટ્રમાં કુલ ઉનાળું પાકનું વાવેતર 1133 હેક્ટરમાં થયું હતું. જેમાં મુખ્યત્વે જૂનાગઢ જિલ્લામાં 49, સુરેન્દ્રનગર જિલ્લામાં 16, રાજકોટ જિલ્લામાં 12, જામનગર જિલ્લામાં 14, અમરેલી જિલ્લામાં 12, ભાવનગર જિલ્લામાં 9, પોરબંદર જિલ્લામાં 7 હેકટર મળી સૌરાષ્ટ્રમાં કુલ 146 હેકટર તલનું વાવેતર થયું હતું. જે આ વર્ષે ત્રણ ગણું વધી ગયું છે.સૌરાષ્ટ્રમાં જામનગર, સુરેન્દ્રનગર વગેરે જિલ્લામાં સફેદ તલની અને બોટાદ ભાવનગર સહિતના પંથકમાં કાળા તલનું વાવેતર વધુ જોવા મળે છે. આ વર્ષે જમીન અને પાણીની સારી સગવડ જોતા તલનું ઉત્પાદન વધુ જોવા મળશે. નોંધનીય છે કે તલને સીઝનના અંતે પંદરથી વીસ દિવસ સૂકવવા પડતા હોય છે. જેથી મેં મહિનાના અંત સુધીમાં તલની બજારમાં એન્ટ્રી થશે. પરંતુ જો મેં મહિના પહેલા માવઠું કે વરસાદ પડશે તો તલના પાકને નુકસાન પણ જઈ શકે છે. ગત વર્ષની સરખામણીમાં તલનું ત્રણગણું વાવેતર થયું છે ત્યારે ખેડૂતોને આ વર્ષે તલનો સારો ભાવ મળશે તેવી આશા છે.
First published:March 02, 2020, 10:57 am

टॉप स्टोरीज