રાજકોટ: આપણું મન (Mind) એક બગીચા જેવું છે, આપણા ઘર જેવું છે. શું આપણે આપણા ઘરમાં કોઈ અજાણ્યા વ્યક્તિને ઘૂસવા દઈશું? કોઈ એવા વ્યક્તિને ઘૂસવા દઈશું કે જે તમને અથવા તમારા ખૂબ સારી રીતે સજાવેલા ઘરને નુકશાન પહોંચાડે? મોટાભાગે તો જવાબ ના જ હોય છે. પરંતુ જ્યારે આપણે મનનો વિચાર કરીએ ત્યારે આપણે ઘણી વખત નેગેટીવ વિચારો (Nagative thouts)ને આપણા મનમાં પ્રવેશવા દઈએ છીએ. જે આપણા મનની સાથે સાથે આપણા શરીરને પણ નુકશાન પહોંચાડે છે. દરેક સવાર ઈશ્વરના આશીર્વાદ સમાન હોય છે.
આ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પીએચડીના વિદ્યાર્થીઓ અને મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો તરફથી 50 જેટલા કોરોના વાયરસના અસિમ્પ્ટોમેટેક દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ માટે તેમના તરફથી ઓટો સજેશન એટલે કે પોતાની જાતને જાતે જ આદેશ આપવો તેવી ટેક્નિક શીખવવામાં આવી રહી છે. આવું કરવાથી દર્દીઓ ખૂબ જ ઝડપથી સાજા થશે. જો દર્દી માનસિક રીતે મજબૂત રહેશે તો ઝડપથી કોરોનામાંથી બહાર આવી શકશે તેવું તેમનું માનવુ છે.
'ઇશ્વરે આપેલા બગીચા (મન)માં નેગેટીવ વિચાર પ્રવેશવા ન દો'
તમને પ્રકૃતિના તમામ અનુભવોમાં ઈશ્વરની છબી નજરે પડશે, આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. આજથી મનોમન નક્કી કરીએ કે કદી કોઈ નેગેટીવ વિચારને આપણા મન ઉપર કાબૂ કરવા નહી દઇએ. મન એ ઈશ્વરે આપેલ સુંદર બગીચો છે, જેમાં આશારૂપી ફૂલ ખીલે છે. આ બગીચામાં નેગેટીવ વિચાર રૂપી જંતુઓને પ્રવેશવા ન દઈએ.
શબ્દો ખૂબ શક્તિશાળી છે. તેથી યોગ્ય રીતે શબ્દો વાપરો. તેને "બોલાયેલા શબ્દોની" શક્તિ કહેવામાં આવે છે. કેમ કે તમે વારંવાર તે જ શબ્દોનુ પુનરાવર્તન ચાલુ રાખો છો જેથી તમે શબ્દને ઊર્જાબળ લાગુ કરો છો અને તે તમારા જીવનમાં પ્રભાવ અને અસરોને પ્રગટ કરે છે.
સકારાત્મક વાક્યો ને અનુસરતા પણ મનમાં ગપસપ કરો. જેમ કે...
>> હું એટલો મક્કમ છું કે કોઇપણ ઘટના મારી માનસિક શાંતિ હણી શકતી નથી. હું દરેક સમયે પ્રફુલ્લિત અને આનંદિત રહું છું. મારા જીવનમાં બનતી તમામ ઘટનાઓ ને હું ઈશ્વરના આશીર્વાદ રૂપે માનું છું.
>> હું મારી જાતને દરેક પળે એટલો વિશાળ અનુભવું છું કે કોઈ ચિંતા હણી શકે જ નહિ. એટલો ઉમદા અનુભવું છું કે ક્યારેય ક્રોધ સવાર થઇ શકે જ નહિ. એટલો પ્રસન્ન અનુભવું છું કે વિપદાઓ ક્યારેય ફરકી શકે જ નહિ.
>> હું સંપૂર્ણપણે સ્વ ના કાબૂમાં છું. હું દરેક બાબતની ફક્ત સારી જ બાજુ નીહાળું છું અને મારા હકારાત્મક આશાવાદને સાચો પાડવા દિલથી સંપૂર્ણ પ્રયત્નો કરું છું. હું મારા સ્વવિકાસ માં એટલો રચ્યોપચ્યો રહું છું કે અન્ય વિષે ટીકા કે ટીપ્પણી કરવાનો મારી પાસે સમય જ નથી.
>> હું ફક્ત શ્રેષ્ઠ બાબતો વિષે જ વિચારું છું, શ્રેષ્ઠ બાબતો પરજ કામ કરું છું અને ફક્ત શ્રેષ્ઠની જ અપેક્ષા રાખું છું. હું બીજાની સફળતા માટે એટલો ઉત્સાહી રહું છું જેટલો મારી સફળતા માટે હોઉં.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 400 બેડની વ્યવસ્થા કરાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખાતે આજથી કોવિડ કેર સેન્ટર શરૂ થયું છે. અહીં પ્રથમ તબક્કામાં કન્વેન્શન સેન્ટરમાં 200 દર્દીઓને દાખલ કરાશે. અહીં આવતા ગુરુવારથી 400 દર્દીઓને સારવાર અપાશે. આ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં 400 ઑક્સિજન પાઇપલાઇન સાથેના બેડ કોવિડના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાશે. આ માટે તબીબો, નર્સો અને પેરામેડીકલ સહિત 350 જેટલા સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે.
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે ત્યારે સરકારી કર્મચારીઓમાં ભયનું લખલખું પ્રસરી ગયું છે. રાજકોટ જિલ્લામાં 11 તાલુકાઓમાં 50 તલાટી મંત્રીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાં બે તલાટી કમ મંત્રીનું કોરોનાથી મોત નીપજ્યું છે. તો એક જ દિવસમાં સરકારી ગ્રાન્ટેડ હાઈસ્કૂલોમાં વધુ 25 શિક્ષકો, એસ.ટી.ના 8 કર્મચારી, 65 મુસાફરો સંક્રમિત થયાનો રિપોર્ટ આવ્યો છે.
શહેરમાં હ.લ.ગાંધી વિદ્યાલયમાં 4, આર.એસ. કોટક સ્કૂલમાં 4, જી.ટી.શેઠમાં 1, બહારગામના 15 શિક્ષકો અને પડધરી નજીક મોટાવડા હાઈસ્કૂલના શિક્ષકના પત્નીનું કોવિડથી મોત નીપજ્યું હતું. નિયમિત અને મહત્ત્વની સેવા કરતા બેન્કના અનેક કર્મચારીઓ, બી.એસ.એન.એલ.ના 12 કર્મચારીઓ, પીજીવીસીએલ, મહાપાલિકા આરોગ્ય શાખામાં કોરોના વોરિયર્સ પણ કોરોના સંક્રમિત થાય છે. જેલમાં તાજેતરમાં 67 કેદીઓ અને સાત જેટલા કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર