રાજકોટ: બે યુવકો આ રીતે 9,000 રૂપિયા લઈને દર્દીને સીધા કોવિડ વોર્ડમાં બેડ આપી દીધો હતો!

રાજકોટ: બે યુવકો આ રીતે 9,000 રૂપિયા લઈને દર્દીને સીધા કોવિડ વોર્ડમાં બેડ આપી દીધો હતો!
વીડિયો વાયરલ થયા બાદ ધરપકડ.

પોલીસ તપાસમાં ભાંડો ફૂટ્યો: રાજકોટ સિવિલ ખાતે પૈસા લઈને દર્દીને દાખલ કરવા મામલે પ્રદ્યુમનનગર પોલીસે બંને આરોપીઓ સામે વિધિવત રીતે ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી.

  • Share this:
રાજકોટ: રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ (Rajkot covid hospital)માં રૂપિયા લઇ દર્દીને ભરતી કરતા હોવાનો વીડિયો બુધવારના રોજ વાયરલ થયો હતો. સમગ્ર મામલે ગણતરીની જ કલાકોમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ (Rajkot CP Manoj Agrawal)ના આદેશ અનુસાર પ્રદ્યુમનનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ (Crime branch) દ્વારા વીડિયોમાં દેખાતા બંને આરોપીઓને જામનગર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આ મામલે આજ રોજ પ્રદ્યુમનનગર પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ વિધિવત રીતે ગુનો દાખલ કરીને ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બંને આરોપીઓ સિવાય સિવિલ હોસ્પિટલનો કોઇપણ કર્મચારીની સંડોવણી હોવાનું સામે આવ્યું નથી.

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તરફથી ગુરૂવારના રોજ પોલીસ કમિશનર કચેરી ખાતે એક પ્રેસ કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રેસ કૉન્ફરન્સમાં મીડિયા સાથેની વાતચીતમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, બંને આરોપીઓ પૈકી જગદીશ સોલંકી નામનો આરોપી સરકારી હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં અટેન્ડન્ટ તરીકે એક વર્ષ કરતા વધુ સમયથી નોકરી કરતો હતો. બાદમાં તે છૂટો થયો હતો અને ફરી એકાદ માસથી તે નોકરી ઉપર લાગ્યો હતો. જગદીશ સોલંકીનો પરિચય સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હિતેશ મહિડા સાથે થયો હતો.આ પણ વાંચો: કોરોનાએ અઠવાડિયામાં આખો પરીવાર પીંખી નાખ્યો, પતિ, જેઠ સાસુનાં કોરોનાથી મોત બાદ પુત્રવધૂનો આપઘાત

બંને આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, હિતેશ કે જે કોવિડ વોર્ડમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હતો તેને સારવાર દરમિયાન કોઇ દર્દીનું અવસાન થાય તેની જાણ રહેતી હતી. જેથી બંને આરોપીઓએ બહાર રહેલા દર્દી ઉજમબેન મંગલલાલ રાયકુંડલીયા (ઉંમર વર્ષ 85)ના સગાને મળીને તેઓના દર્દીને તાત્કાલિક બેડ અપાવી દેવાનું જણાવી તેમની પાસેથી રૂપિયા મેળવ્યા હતા.

આ પણ વાંચો: Gold Price : સોનાના ભાવમાં જોરદાર ઉછાળો, બે મહિનામાં 4,000નો વધારો

સરકારી હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં દાખલ દર્દીનું અવસાન થતા હિતેશે જે તે ડેડબોડી બેડ પરથી હટાવી લીધી હતી અને તેના મિત્ર જગદીશને તેની જાણ કરી હતી. જે બાદમાં ઉજમબેન નામના દર્દીને સારવારમાં દાખલ કરવાના હોય તેનું નામ-સરનામું તથા ઉંમર વગેરે વિગત મેળવી તેમના નામની ફાઈલ કઢાવી લીધી હતી.

આ પણ વાંચો: ખાસ વિટામિન લેનાર મહિલાઓને કોરોના થવાનું જોખમ ઓછું? અભ્યાસમાં સામે આવ્યા રોચક તારણો

બાદમાં જગદીશે વેઇટિંગમાં રહેલા દર્દી ઉજમબેનને સ્ટ્રેચર પર સુવડાવી હિતેશભાઈ તરફથી આપવામાં આવેલી ફાઈલ સાથે રાખી ટ્રોમા વોર્ડ ખાતેથી થઈ કોવિડ વોર્ડમાં લઇ ગયો હતો. જે બાદમાં વોર્ડમાં જે દર્દીનું અવસાન થયું હતું તે બેડ ખાલી હોવાથી તેના પર તેમને સુવડાવી દીધા હતા. દર્દી પાસે ફાઈલ હોવાથી તેમની સારવાર ચાલુ છે તેવું વર્તન બંને કરતા હતા. આ રીતે બંને આરોપીઓએ દર્દીને સારવારમાં દાખલ કરી દીધા હતા. સમગ્ર મામલામાં અન્ય કોઈ લોકોની સંડોવણી છે કે નહીં તેની તપાસ હાલ પોલીસ કરી રહી છે.
Published by:Vinod Zankhaliya
First published:April 22, 2021, 16:11 pm

ટૉપ ન્યૂઝ