માસ્ક અને સેનિટાઇઝર કેટલી કિંમતમાં વેંચી શકાય? વધુ કિંમત લેનારને શું થશે સજા?


Updated: March 17, 2020, 6:46 PM IST
માસ્ક અને સેનિટાઇઝર કેટલી કિંમતમાં વેંચી શકાય? વધુ કિંમત લેનારને શું થશે સજા?
પ્રતિકાત્મક તસવીર

ઉત્પાદક દ્વારા નિયત કરેલા ભાવથી વધુ કિંમતે વહેંચી શકાશે નહીં. આવશ્યક ચિજવસ્તુઓ હેઠળ ઉપરોકત વસ્તુઓની સંગ્રહાખોરી કરી શકાશે નહીં

  • Share this:
ભારત સરકારના ગ્રાહકોની બાબતોનો વિભાગ દ્વારા તા. ૧૩ના રોજ બહાર પડવામાં આવેલ જાહેરનામા અન્વયે કોવીડ ૧૯ મેનેજમેન્ટ અન્વયે માસ્ક અને હેન્ડ સેનીટાઈઝરના ઉત્પાદન, ગુણવત્તા, વેંચાણ વિગેરેના નિયંત્રણ માટે આવશ્યક ચિજવસ્તુ અધિનિયમ હેઠળ હૂકમ પ્રસિધ્ધ કરાયેલ છે. જે અન્વયે રાજય સરકારના આવશ્યક ચિજવસ્તુ નિયમન હુકમ મુજબ રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યામોહન દ્વારા એક યાદી પ્રસિધ્ધ કરી નીચે મુજબની જોગવાઇઓનું પાલન કરવા જણાવાયું છે. આવશ્યક ચિજવસ્તુઓ હેઠળ આવરી લેવાયેલ તમામ વસ્તુઓ (માસ્ક, સર્જીકલ માસ્ક, એન-૯૫ માસ્ક તથા હેન્ડ સેનીટાઈઝર)નું વેંચાણ કરતા વેપારીઓએ વેપારના સ્થળે ઉઘડતો સ્ટોક, તેમજ બંધ સ્ટોક સહિત ભાવોની યાદી દેખાય તે રીતે પ્રદર્શીત કરવાની રહેશે.

ઉત્પાદક દ્વારા નિયત કરેલા ભાવથી વધુ કિંમતે વહેંચી શકાશે નહીં. આવશ્યક ચિજવસ્તુઓ હેઠળ ઉપરોકત વસ્તુઓની સંગ્રહાખોરી કરી શકાશે નહીં. ૧૫ રૂપિયા થી વધુ કિંમત હોય તો કેશમેમા કે બિલ વગર વેંચાણ થઇ શકશે નહીં. વેપારીએ ઉઘડતો સ્ટોક, દિવસ દરમ્યાન મેળવેલ સ્ટોક તથા બંધ સ્ટોકની વિગતો દર્શાવતું રજીસ્ટર નિભાવવાનું રહેશે તથા હિસાબો રાખવાના રહેશે. ઉપરોકત જોગવાઇઓ તા.૩૦/૦૬/૨૦૨૦ સુધી અમલમાં રહેશે. આ હુકમોનું / જોગવાઇઓનું ઉલ્લંઘન કરનાર ઓછામાં ઓછી ત્રણ માસની તથા વધુમાં વધુ સાત વર્ષની કેદ શિક્ષા તથા દંડને પાત્ર ઠરશે.

બીજી બાજુ રાજકોટ જીલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવળાની સૂચના બાદ પુરવઠા ઇન્સ્પેકટરો-તોલમાપ-ફુડ એન્ડ ડ્રગની સંયુકત ટીમો દ્વારા સતત બીજા દિવસે માસ્ક-સેનીરાઇઝરનું વેચાણ કરતા જથ્થાબંધ વિક્રેતાઓ ઉપર ચેકીંગ હાથ ધરાયું હતું. જોકે નીલ રીપોર્ટ આવ્યા હતાં. કોરોના વાઇરસની હાડમારીના કારણે ઉભી થયેલ પરિસ્થિતિના કારણે ભારત સરકારે માસ્ક-સેનીરાઇઝરનું ઉત્પાદન, ગુણવત્તા, વેચાણ વિગેરેના નિયંત્રણ માટે આવશ્યક ચીજવસ્તુ અધિનિમ-૧૯પપ હેઠળ આવશ્યક ચીજવસ્તુ હુકમ-ર૦ર૦ તા. ૧૩-૩-ર૦ર૦ના રોજ જાહેરનામું બહાર પાડઢેલ છે, જીલ્લા કલેકટર તરફથી પુરવઠા નિરીક્ષકો, તોલમાપ અધિકારી તેમજ ફુડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેકટર વિગેરેની સંયુકત ટીમ દ્વારા ગઇકાલે ૬ જેટલા રાજકોટ શહેરના કેમીસ્ટ એસોસીએશન હેઠળના હોલસેલર તેમજ રીટેઇલ મેડીકલ સ્ટોર્સ ઉપર આકસ્મીક તપાસણી 'ડમી ગ્રાહક' બનીને કરવામાં આવેલ હતી.
First published: March 17, 2020, 6:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading