જનતા કર્ફ્યૂમાં દિવસભર શું કરવું? ટાઇમટેબલ સોશિયલ મીડિયામાં થયું વાયરલ


Updated: March 21, 2020, 3:24 PM IST
જનતા કર્ફ્યૂમાં દિવસભર શું કરવું? ટાઇમટેબલ સોશિયલ મીડિયામાં થયું વાયરલ
વાયરલ થયેલું ટાઇમટેબલ

આ ટાઇમટેબલમાં જનતા કર્ફ્યૂના દિવસે લોકોએ દરેક કલાકે શું કરવું તેના ઉપાયો બતાવવામાં આવ્યા છે.

  • Share this:
રાજકોટ : જે રીતે કોરોના વાયરસે (Coronavirus Cases in India) ભારતમાં અને હવે ખાસ કરીને ગુજરાત (Corona cases in Gujarat)માં દસ્તક દીધી છે ત્યારે કોરોના વાયરસ (/Coronavirus )ને વધુ ફેલાતો અટકાવવા સરકાર અલગ-અલગ પગલાં લઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ 22 તારીખે એટલે કે રવિવારે જનતા કર્ફ્યૂ (Janata Curfew) રાખવાની લોકોને અપીલ કરી છે. જે પ્રમાણે લોકોને સવારે સાત વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી ઘરની બહાર નહીં નીકળવાની અપીલ કરી છે.

આમ તો રવિવારે મોટાભાગના દરેક ક્ષેત્રોમાં રજાનો માહોલ હોય છે. લોકો પણ પોતાના પરિવાર સાથે રવિવારનો દિવસ પસાર કરતા હોય છે. પરંતુ 22મી એપ્રિલના રોજ રવિવાર બિલકુલ અલગ રહેશે. કેમ કે આ રવિવારે લોકો હરવા ફરવા માટે ઘરની બહાર નહીં નીકળે. લોકોએ આખો દિવસ ઘરમાં બેસીને જ પસાર કરવો પડશે.

આખો દિવસ ઘરમાં બેસી રહેવું લોકો માટે થોડું કંટાળાજનક પણ હોય છે. ત્યારે અમુક લોકોએ સમગ્ર દિવસ દરમિયાન શું કરવું તેનું ટાઈમટેબલ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું છે. આ ટાઇમટેબલમાં લોકોને દરેક કલાકે શું કરવું તેના ઉપાયો બતાવવામાં આવ્યા છે.વાયરલ થયેલા ટાઈમટેબલમાં સવારે છ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી દર કલાક મુજબ શું કરવું તેની માહિતી આપવામાં આવી છે. આ ટાઇમટેબલમાં સવારે 6 થી 6.30 પ્રાણાયામ, 7 થી 8 પૂજા પાઠ, 8 થી 9 ચા નાસ્તો, 9 થી 10 જૂની યાદો, 10 થી 11 મનોરંજન પ્રોગ્રામ, 11 થી 1 ભોજન તૈયારી અને ભોજન, 2 થી 4 આરામ, 5 થી 5.05 અભિવાદન, 5 થી 6 ચાઇ પે ચર્ચા, 6 થી 7 ઇન્ડોર ગેમ, 7 થી 7.30 સંધ્યા આરતી, 7.30 થી 8 ભોજન, 9 થી 10 મનોરંજન કરવાનું કહેવું છે.
First published: March 21, 2020
વધુ વાંચો
अगली ख़बर