Home /News /kutchh-saurastra /Rajkot: ગોંડલમાં હિટ એન્ડ રનની ભયાનક ઘટના CCTV માં કેદ થઇ, વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત

Rajkot: ગોંડલમાં હિટ એન્ડ રનની ભયાનક ઘટના CCTV માં કેદ થઇ, વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત

રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં સવારના ભાગે હિટ એન્ડ રન નો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે.

Accident Video: રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં સવારના ભાગે હિટ એન્ડ રન નો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. ગોંડલ શહેરના વિક્રમ સિધ્ધિ કોમ્પલેક્ષ રોડ પર અકસ્માતની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. વિક્રમ સિંહ જી કોમ્પલેક્ષ રોડ પર એક એન્ડોવર કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બેફામ બનેલી એન્ડોવર કારે બે બાઈકને અડફેટે લીધા હોવાનું પણ સામે આવ્યું છે.

વધુ જુઓ ...
રાજકોટ (Rajkot) જિલ્લાના ગોંડલ શહેર (Gondal City)માં હિટ એન્ડ રન (Hit And Run)નો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં મોંઘીદાટ લાખેણી કારના ચાલકે બે બાઈકને અડફેટે લેતા એક વૃઘ્ધનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. આ સમગ્ર ઘટના સીસીટીવી (Accident CCTV Video)માં કેદ થઇ હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે ગોંડલ શહેર પોલીસ (Gondal City Police) દ્વારા બેદરકારી દાખવનાર એન્ડોવર કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં સવારના ભાગે હિટ એન્ડ રન નો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. ગોંડલ શહેરના વિક્રમ સિધ્ધિ કોમ્પલેક્ષ રોડ પર અકસ્માતની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. વિક્રમ સિંહ જી કોમ્પલેક્ષ રોડ પર એક એન્ડોવર કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બેફામ બનેલી એન્ડોવર કારે બે બાઈકને અડફેટે લીધા હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ એન્ડોવર કાર દુકાનમાં ઘૂસી હોવાનું પણ સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઇ રહયું છે.



આ સમગ્ર ઘટનામાં ઈકબાલભાઈ ઈસ્માઈલભાઈ મુકાતી નામના 70 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. ત્યારે સમગ્ર મામલાની જાણ ગોંડલ શહેર પોલીસને થતાં ગોંડલ શહેર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઇજા પામનાર ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ ઘટના સ્થળ પર પહોંચેલી ગોંડલ સિટી પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડી હતી. પીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતકની લાશને તેના પરિવારજનોને સોંપવામાં આવશે.

આ પણ વાંચો- દલિતો કરતાં 6 વર્ષથી વધુ જીવે છે ઉચ્ચ જાતિના લોકો, અભ્યાસમાં થયા અનેક ચોંકાવનારા ખુલાસા

બીજી તરફ સમગ્ર મામલે ગોંડલ શહેર પોલીસ દ્વારા એન્ડોવર કાર નંબર GJ27CF8812 ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ત્યારે આરોપીઓ ઝડપાયા બાદ જ અકસ્માત અંગે વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે તેમ છે. આરોપી ઝડપાયા બાદ પોલીસ સમક્ષ અકસ્માત અંગે શું કારણ આગળ ધરે છે તે પણ જોવું અતિ મહત્ત્વનું બની રહેશે. હાલ તો અકસ્માતની બનેલ ઘટનાના કારણે મુકાતી પરિવારનો માળો પીંખાયો હોવાનું સામે આવ્યું છે.
Published by:rakesh parmar
First published:

Tags: Accident CCTV, Hit and run cases, Hit and run latest news, Rajkot News

विज्ञापन
विज्ञापन