મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ:આજે હોલિકા (Holi Festival)દહનનો પર્વ છે, ત્યારે રાજકોટ હોળીમાંરે... હોળીમાં ભલે આવી ખજૂરનો પિંડો લેતી આવીના નાદ રાજકોટમાં(Rajkot) ગુંજયા. રાજકોટના ઉધોગનગર કોલોનીમાં બનાવવામાં આવેલ હોલિકા (Holi)લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. ઉધોગ નગર વિસ્તારમાં 50 વર્ષથી હિન્દૂ મુસ્લિમ (Hindu-Muslim)એકતાનું પ્રતીક. 8000થી વધુ છાણાનો ઉપયોગ કરી બનાવવામાં આવેલ આ હોળીને વિવિધ ફૂલોથી શણગારવામાં આવી છે.
રાજકોટ શહેરના વોર્ડ નંબર 7 માં પાસપોર્ટ ઓફિસ પાસે આવેલ ઉધોગનગર કોલોનીમાં છેલ્લા 60 વર્ષ થી હોળી થાય છે. પરંપરાગત વૈદિક રીતે હોલિકા તૈયાર કરવા માટે સ્થાનિક રહીશો દ્વારા અનેકવિધ તૈયાર કરાઇ છે. બે વર્ષ સુધી કોરોના કાળમાં હોળીનું આયોજન બંધ રહ્યા બાદ આ વર્ષે રંગેચંગે હોલિકા દહન ઉજવવા માટે લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. તૈયાર કરાયેલ હોલિકાનું રાત્રે 9 વાગ્યે દહન કરવામાં આવશે તેમ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.
આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે શહેરના મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાં ની 'હોળી' ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે.
લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર