Home /News /kutchh-saurastra /

સતત બીજા વર્ષે ધૂળેટીનો તહેવાર બેરંગ બનશે: 'નેતાઓએ ગુલાલે રમી લીધું, લોકોનો વારો આવ્યો ત્યારે પ્રતિબંધ'

સતત બીજા વર્ષે ધૂળેટીનો તહેવાર બેરંગ બનશે: 'નેતાઓએ ગુલાલે રમી લીધું, લોકોનો વારો આવ્યો ત્યારે પ્રતિબંધ'

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

ગત માર્ચ મહિનામાં કોરોના મહામારી શરૂ થતા ધૂળેટીનો તહેવાર લોકોએ નાનાપાયે ઉજવ્યો હતો. મોટાભાગના ધૂળેટી ઉજવવાના સામૂહિક કાર્યક્રમો પણ મોકૂફ રાખવામાં આવ્યા હતા.

રાજકોટ: આપણે ત્યાં એવું કહેવાય છે કે રંગો પહેરી પતંગિયું બની ઉડી જવાનો દિવસ એટલે કે ધૂળેટી (Dhuleti). દર વર્ષે ધૂળેટીના દિવસે લોકો એકબીજાને અનેક રંગો (Color)થી રંગીને જીવન રંગીન બનાવતા હોય છે. પરંતુ સતત બીજા વર્ષે કોરોના મહામારી (Corona Pandemic)ને કારણે ધૂળેટીનો તહેવાર ફરી એક વખત બેરંગ બનવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local body polls) યોજાઈ હતી. જેમાં જીત બાદ નેતાઓ અને કાર્યકરોએ ઢોલના તાલે નાચી, ગુલાલ ઉડાડીને જીતનો જશ્નન મનાવ્યો હતો. ઠેક ઠેકાણે ફટાકડા ફોડીને આતશબાજી પણ કરવામાં આવી હતી, પરંતુ હવે સામાન્ય લોકો માટે ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવતા લોકો અને વેપારીઓમાં રોષ વ્યાપ્યો છે.

ગત માર્ચ મહિનામાં કોરોના મહામારી શરૂ થતા ધૂળેટીનો તહેવાર લોકોએ નાનાપાયે ઉજવ્યો હતો. મોટાભાગના ધૂળેટી ઉજવવાના સામૂહિક કાર્યક્રમો પણ મોકૂફ રાખવામાં આવ્યા હતા. ત્યારે ચાલુ વર્ષે વેપારીઓને આશા હતી કે, કોરોનાના કેસ ઓછા થતા લોકો આ વર્ષે ધૂળેટી મન મૂકીને રમશે. લોકો મોટા પ્રમાણમાં જુદા-જુદા રંગ અને પીચકારી સહિતની વસ્તુઓ પણ ખરીદશે. પરંતુ સરકારના એક નિર્ણયથી વેપારીઓની આશા પર પાણી ફરી વળ્યું છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાત ભરના વેપારીઓને કરોડો રૂપિયાની નુકસાની વ્હોરવાનો વારો આવશે.

આ પણ વાંચો: રાત્રે બંધ સિનેમા હૉલમાં ઘૂસ્યા યુવક-યુવતી, ખાવાનું ચોર્યું, શારીરિક સંબંધ બાંધ્યો અને ત્યાં જ ઊંઘી ગયા!

સરકારના નિર્ણયથી વેપારીઓમાં આક્રોશ

વેપારીઓનું કહેવું છે કે, નવેમ્બર મહિનાથી જ દિલ્હી, હાથરસ તેમજ બોમ્બે સહિતની જગ્યાએથી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના વેપારીઓ માલની ખરીદી કરતા હોય છે. સરકાર તરફથી ધૂળેટીના તહેવારના ગણતરીના જ દિવસો પહેલા ધૂળેટી રમવા અંગે પાબંધી લગાવતા વેપારીઓને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, સરકારે જો આ પ્રકારનો નિર્ણય લેવો હોય તો તેમને મહિના અગાઉ જાણ કરવી જોઈએ. હાલ રાજકોટમાં રૂપિયા 10થી લઇ 500 રૂપિયા સુધીની પીચકારીઓ મળી રહી છે પરંતુ તેને ખરીદનારા કોઈ નથી!

આ પણ વાંચો: સોનાની કિંમતમાં 20 ટકાનો ઘટાડો: શું સોનું ખરીદવાનો કે સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે?

આ પણ વાંચો: 'તું માવતરેથી લાવી છે તે ઘરેણા હલકા છે, તે BBA કર્યું છે તો નોકરી કરીને તારો ખર્ચ તું જ ઉપાડ'

વેપારીઓનું કહેવું છે કે, તાજેતરમાં જ ચૂંટણી જીત્યા બાદ નેતાઓએ તો ગુલાલથી રમી લીધું. પરંતુ અમારો સાચો ધંધા કરવાનો સમય આવ્યો ત્યારે સરકારે લોકોને ધૂળેટી રમવા પર પાબંધી લગાવી દીધી. કોરોનાને કારણે દિવાળી ઉપર પણ ફટાકડાનો માલ પૂરતા પ્રમાણમાં વેચાયો નથી, ધૂળેટીનો માલ પડતર પડ્યો રહેશે તેવી ભીતિ વેપારીઓ સેવી રહ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Coronavirus, COVID-19, Dhuleti, Festival, Holi 2021, ગુજરાત, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन