રાજકોટ : સિવિલ હૉસ્પિટલની બેદરકારીનો એક રિપોર્ટ સામે આવ્યો છે. રેલનગર વિસ્તારમાં રહેતો 28 વર્ષનો યુવકનો ચાર વર્ષ પહેલા સિવિલે HIVનો રિપોર્ટ પોઝીટિવ આવ્યો હતો. જે બાદ અત્યારે તેને કાનનું ઓપરેશન કરાવવાનું હતું ત્યારે તે ફરીથી સિવિલમાં ગયો. ત્યારે તેણે ફરીથી એચઆઈવીનો રિપોર્ટ કરાવ્યો ત્યારે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેથી યુવાન અને તેના પરિવારને શંકા જતા તેમણે ખાનગી હૉસ્પિટલમાં પણ રિપોર્ટ કરાવતા રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેથી સિવિલ હૉસ્પિટલ પર અનેક આંગળીઓ ચીંધાઇ રહી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે, રાજકોટનાં રેલનગરમાં રહેતો યુવાને પોતે એચાઈવીગ્રસ્ત હોવાનું ચાર વર્ષ પહેલાં માલૂમ પડ્યું હતું. થોડા દિવસથી તેને કાનમાં અસહ્ય દુખાવો થતા તેને ફરીથી સિવિલમાં ઓપરેશન માટે લઇ જવામાં આવ્યો હતો. તેનો ત્યારે ફરીથી એચઆઈવી રિપોર્ટ કરાવતાં રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ચાર વર્ષથી એઈડ્સ હોવા છતાં રિપોર્ટ નેગેટિવ આવતાં પરિવારજનોને રિપોર્ટ ઉપર શંકા ગઈ હતી. જે બાદ તેઓએ રૈયા રોડ પર આવેલી ખાનગી લેબોરેટરીમાં એચાઈવીનો રિપોર્ટ કરાવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવતાં પરિવારજનોએ ફરીથી રિપોર્ટ નેગેટીવ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પરિવારજનોએ ફરીથી ખાનગી લેબમાં રિપોર્ટ કરાવતાં રિપોર્ટ પોઝિટિવ જ આવ્યો હતો.
આ પણ વાંચો : મચ્છરોનાં ત્રાસથી રાજકોટ યાર્ડ સાત દિવસથી બંધ, કરોડોનું નુકસાન
આ પહેલા રાજ્યની સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીનાં અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. તેમ છતાં કોઈ કડક પગલાં ન ભરવાને કારણે આજે પણ સિવિલ હોસ્પિટલોમાં બેદરકારીઓનાં કિસ્સાઓ ચાલી રહ્યા છે અને તેમાં ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:February 25, 2020, 11:55 am