રાજકોટ : રાજકોટ અમદાવાદ હાઇવે પર વધુ એક વખત ગમખ્વાર અકસ્માત ની ઘટના (Rajkot-Ahmedabad Highway Accident) બની હોવાનું સામે આવ્યું છે. પત્ની અને પુત્રની સામે (Man Died in Hit and Run on Rajkot-Ahmedabad Highway) જ ઘરના મોભીનું અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચોટીલાના કાળાસર ખેરડી ગામે રહેતા જયસુખભાઇ અને તેના પત્ની ગીતાબેન તેમજ પુત્ર ચેતન બાઈક પર સવાર થઈ નવાગામ રહેતા સસરાના ઘરે આટો મારવા જતાં હતા.
જે દરમિયાન અમદાવાદ હાઇવે પર આવેલા બેટી (Rajkot-Ahmedabad Highway Betty Village Hit and Run) ગામ પાસે ભારત બેન્ઝ ના શોરૂમ નજીક પુરપાટ ઝડપે આવી રહેલ આ અજાણ્યા વાહનચાલકે જયસુખભાઇ સહિત તેમના પત્ની અને પુત્રને અડફેટે લીધા હતા. જેના કારણે જયસુખભાઇ ને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કે તેની પત્ની અને પુત્રને માથા, તેમજ હાથના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમને તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
માતા પુત્રને સિવિલમાં ખસેડાયા
અકસ્માતનો બનાવ સામે આવતા ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. જ્યારે કેટલાક રાહદારીઓ દ્વારા 108ને જાણ કરવામાં આવતા 108 ઈમરજન્સી સેવાનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ બંને માતા-પુત્રને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ એરપોર્ટ પોલીસને થતાં તાત્કાલિક અસરથી એરપોર્ટ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો તેમજ જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી હતી. ખેતમજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા જયસુખભાઈ
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક જયસુખભાઇ ખેત મજૂરી કરતા હતા તેમજ તેઓ ત્રણ ભાઇ અને બહેન માં મોટા હતા. જયસુખભાઇને સંતાનમાં બે પુત્ર છે. ત્યારે પિતાનું અકસ્માતમાં મૃત્યુ નીપજવાના કારણે બંને લાડકવો એ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે અકસ્માત સર્જનાર વાહન ચાલકને પોલીસ ક્યારે ઝડપી પાડે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.