Home /News /kutchh-saurastra /Video : રાજકોટમાં અનરાધાર વરસાદ : ધસમસતા પ્રવાહમાં ક્યાંક ગાયો તો ક્યાંક વાહન તણાયા

Video : રાજકોટમાં અનરાધાર વરસાદ : ધસમસતા પ્રવાહમાં ક્યાંક ગાયો તો ક્યાંક વાહન તણાયા

શહેરની અંદર જાણે એકાએક નદી આવી ગઇ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં.

શહેરની અંદર જાણે એકાએક નદી આવી ગઇ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં.

    રાજકોટ : રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 3 દિવસથી સૌરાષ્ટ્ર અને કચ્છ પર મેઘો મહેરબાન થયો છે. ત્યારે રાજકોટમાં ગઇકાલે એટલે સોમવારે સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. શહેરની અંદર જાણે એકાએક નદી આવી ગઇ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. આ પરિસ્થિતિમાં બે વીડિયો સોશિયલ મીડિયામાં ઘણાં જ વાયરસ થયા છે જેમાં એકમાં ધસમસતા પ્રવાહમાં 10થી વધુ ગાયો તણાતી હોય તેવું સામે આવ્યું છે. આ સાથે પાણીનાં પ્રવાહમમાં એક ટૂ વ્હિલર તણાઇ રહ્યું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે.

    રાજકોટ જિલ્લામાં સતત ત્રીજા દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પડધરી તાલુકાના મોટા ખીજડીયા ગામમાં 9 ઈંચ વરસાદ પડવાથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હોય તેવા થયા હતા. ગામની ગૌશાળામાંથી મૂંગા પશુઓ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા હતાં. આ સાથે જ એક છકડો રીક્ષા પણ પાણીમાં ગરકાવ થઇ હતી. આ વીડિયો ગામનાં સ્થાનિક વ્યક્તિએ ઉતારીને ન્યૂઝ18 ગુજરાતીને આપ્યો છે.
    " isDesktop="true" id="996746" >

    રાજકોટ જિલ્લામાં સોમવારે આખઓ દિવસ સતત મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેના કારણે શહેરનાં રોડ પરથી જાણે નદી પસાર થતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. શહેરનાં રૈયા રોડ પર પાણીનાં ધસમસતા પ્રવાહમાં એક ટૂ વ્હિલર પણ તણાયું હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થયો છે.
    " isDesktop="true" id="996746" >

    આ પણ વાંચો - સુરતમાં વધતા કોરોનાના કહેરને કારણે 195 વિસ્તોરો બન્યા નવા હોટ સ્પોટ, જોઇ લો યાદી

    મહત્વનું છે કે, સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. આજે મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યનાં 213 જિલ્લાઓમાં વરસાદ નોંઘાયો છે. જેમા સૌથી વધુ જામનગરનાં કાલાવાડમાં 15 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે પડધરીમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. ધ્રોલમાં 8 ઈંચ, જોડિયામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છના ભચાઉમાં 6 ઈંચ, જામનગરમાં 5.72 ઈંચ ખંભાળિયામાં 5.16 ઈંચ વરસાદ નોધાયો છે. લોધિકા અને રાજકોટમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. સતત વરસતા વરસાદને કારણે જામનગર જિલ્લાના મોટાભાગના ડેમો ઓવરફ્લો થયા છે.

    આ પણ વાંચો - Photos : બૉલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાએ પંચકૂલામાં ખરીદી 9 કરોડની આલીશાન કોઠી
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Rainfall, ગુજરાત, ચોમાસુ, રાજકોટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन